રવિવાર 15 ફેબ્રુઆરી 2026ના રોજ સમગ્ર દેશમાં મહાશિવરાત્રીનો પવિત્ર તહેવાર ઉજવવામાં આવશે. મહાદેવની આરાધના માટે આ દિવસ સર્વોત્તમ માનવામાં આવે છે. મહાશિવરાત્રી ફાગણ માસના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિએ ઉજવાય છે. ધાર્મિક રીતે આ દિવસનું વિશેષ મહત્વ છે જ પરંતુ આ વર્ષે જ્યોતિષની દ્રષ્ટિએ પણ એક દુર્લભ સંયોગ સર્જાવા જઈ રહ્યો છે જે અનેક રાશિઓ માટે ભાગ્યશાળી સાબિત થશે.
ત્રણ મુખ્ય ગ્રહોનું નક્ષત્ર અને રાશિ પરિવર્તન
આ વર્ષે મહાશિવરાત્રી પર એક કે બે નહીં પરંતુ પૂરા ત્રણ ગ્રહો પોતાની ચાલ બદલી રહ્યા છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ આ ફેરફાર અત્યંત પ્રભાવશાળી રહેશે. ૧૫ ફેબ્રુઆરીના રોજ ચંદ્રમા શનિની રાશિ મકરમાં ગોચર કરશે. આ સિવાય બુધ ગ્રહ શતભિષા નક્ષત્ર છોડીને પૂર્વાભાદ્રપદ નક્ષત્રમાં પ્રવેશ કરશે જ્યારે મંગળ ગ્રહ શ્રવણ નક્ષત્રમાંથી નીકળીને ધનિષ્ઠા નક્ષત્રમાં ભ્રમણ કરશે. ગ્રહોની આ સ્થિતિ અમુક રાશિના જાતકો માટે સકારાત્મક પરિણામો લઈને આવશે.
આ રાશિના જાતકો પર થશે શિવકૃપા
જ્યોતિષીઓના જણાવ્યા અનુસાર ચંદ્રનું મકર રાશિમાં ભ્રમણ કરિયર અને માનસિક સ્થિરતામાં વધારો કરે છે. બુધનું નક્ષત્ર પરિવર્તન વેપાર અને સંવાદ શક્તિને મજબૂત બનાવે છે જ્યારે મંગળ સાહસ અને ઉર્જા પ્રદાન કરે છે. આ ગ્રહદશાના કારણે મેષ, મિથુન, ધન અને મકરા રાશિના જાતકોને વિશેષ લાભ થવાની સંભાવના છે.
મેષ રાશિ: આ રાશિના જાતકોના કરિયર અને આર્થિક સ્થિતિમાં મોટો સુધારો જોવા મળશે. લાંબા સમયથી અટકેલા કાર્યોમાં ગતિ આવશે અને માનસિક શાંતિનો અનુભવ થશે.
મિથુન રાશિ: બુધના પરિવર્તનને કારણે તમારી નિર્ણય લેવાની ક્ષમતા વધુ સચોટ બનશે. વેપાર ક્ષેત્રે સંકળાયેલા લોકોને મોટો આર્થિક ફાયદો થઈ શકે છે અને સ્વાસ્થ્યમાં સુધારો થશે.
ધનુ રાશિ: આ રાશિના જાતકો માટે પારિવારિક અને આર્થિક જીવનમાં સંતુલન જળવાઈ રહેશે. નવી યોજનાઓ અમલમાં મૂકવા માટે આ સમય શ્રેષ્ઠ છે ખાસ કરીને વેપારી વર્ગને સારા લાભની અપેક્ષા છે.
મકર રાશિ: ચંદ્ર તમારી જ રાશિમાં ગોચર કરી રહ્યો હોવાથી આત્મવિશ્વાસમાં અદભૂત વધારો થશે. નોકરી અને વ્યવસાયમાં પ્રગતિના નવા દ્વાર ખુલશે.




















