logo-img
Mahashivratri 2026 Mahashivratri Shiva Worship And Special Remedies According To Zodiac Signs

Mahashivratri 2026 : રાશિ મુજબ કરો મહાદેવની પૂજા, જાણો કયા ઉપાયો બદલી શકે છે તમારું ભાગ્ય

Mahashivratri 2026
Published by: Offbeat Team
| Last Updated: Feb 09, 2026, 09:57 AM IST

શિવજીની ભક્તિ અને આરાધનાનો મહાપર્વ એટલે Mahashivratri. આ દિવસે શિવભક્તો ઉપવાસ, જાગરણ અને અભિષેક કરીને મહાદેવને પ્રસન્ન કરવાનો પ્રયાસ કરતા હોય છે. જ્યોતિષશાસ્ત્ર મુજબ, જો તમે તમારી રાશિ પ્રમાણે પૂજા કરો છો, તો તેનું ફળ અનેકગણું વધી જાય છે.

રાશિ મુજબ શિવ પૂજા અને વિશેષ ઉપાયો:

1. મેષ

મેષ રાશિનો સ્વામી મંગળ છે. આ રાશિના જાતકોએ મહાદેવનો અભિષેક મધ અને ગંગાજળથી કરવો જોઈએ.

મંત્ર: 'Om Namah Shivaya'

લાભ: આર્થિક મુશ્કેલીઓ દૂર થશે.

2. વૃષભ

વૃષભ રાશિના જાતકોએ શિવલિંગ પર કાચું દૂધ અને દહીં ચઢાવવું જોઈએ. સફેદ ફૂલ અર્પણ કરવાથી વધુ લાભ થશે.

મંત્ર: 'Om Nageshwaraya Namah'

3. મિથુન

મિથુન રાશિના જાતકોએ ભગવાન શિવને (શેરડીનો રસ અર્પણ કરવો જોઈએ. સાથે જ મગ અને બીલીપત્ર પણ ચઢાવો.

મંત્ર: 'Om Namah Shivaya'

4. કર્ક

કર્ક રાશિના જાતકોએ શુદ્ધ ઘી અને દૂધ થી શિવજીનો અભિષેક કરવો જોઈએ.

મંત્ર: 'Om Chandrashekharaya Namah'

5. સિંહ

સિંહ રાશિનો સ્વામી સૂર્ય છે. આ રાશિના લોકોએ Gગોળવાળું પાણી અથવા લાલ ચંદનનો ઉપયોગ કરવો જોઈએ.

મંત્ર: 'Om Namah Shivaya'

6. કન્યા

કન્યા રાશિના જાતકોએ મહાદેવને બીલીપત્ર, ભાંગ અને ધતૂરો અર્પણ કરવા જોઈએ. શેરડીના રસથી અભિષેક કરવો ઉત્તમ રહેશે.

મંત્ર: 'Om Sambha Sadashivaya Namah'

7. તુલા

તુલા રાશિના જાતકોએ ગંગાજળમાં અત્તર ઉમેરીને શિવજીનો અભિષેક કરવો જોઈએ. સફેદ મીઠાઈનો ભોગ લગાવો.

મંત્ર: 'Om Mahadevaya Namah'

8. વૃશ્ચિક

વૃશ્ચિક રાશિના જાતકોએ પંચામૃત અથવા મધ થી પૂજા કરવી જોઈએ. લાલ ફૂલ ચઢાવવાથી સંકટો દૂર થાય છે.

મંત્ર: 'Om Haum Joom Sah'

9. ધનુ

ધનુ રાશિના જાતકોએ દૂધમાં કેસર અથવા હળદર ભેળવીને અભિષેક કરવો જોઈએ. પીળા ફૂલ અર્પણ કરવા.

મંત્ર: 'Om Namah Shivaya'

10. મકર

મકર રાશિના જાતકોએ તલનું તેલ અથવા ગંગાજળથી અભિષેક કરવો જોઈએ. વાદળી ફૂલ ચઢાવવા ફળદાયી રહેશે.

મંત્ર: 'Om Namah Shivaya'

11. કુંભ

કુંભ રાશિના જાતકોએ શિવલિંગ પર નાળિયેરનું પાણી અથવા સરસવનું તેલ અર્પણ કરવું જોઈએ.

મંત્ર: 'Om Tryambakam Yajamahe'

12. મીન

મીન રાશિના જાતકોએ દૂધ અને કેસર થી અભિષેક કરવો. પીળા ચંદનનું તિલક કરવું.

મંત્ર: 'Om Tatpurushaya Vidmahe'

Disclaimer ( અસ્વીકરણ ) : અહીં આપેલી માહિતી સામાન્ય માન્યતાઓ, જ્યોતિષ, કેલેન્ડર, ધાર્મિક ગ્રંથો વગેરે પર આધારિત છે. અહીં આપેલી માહિતી અને તથ્યોની ચોકસાઈ અથવા સંપૂર્ણતા માટે Offbeat Stories જવાબદાર નથી.
Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now