Home Religion Mahakumbh 2025 Intresting Facts About Akhada

MAHAKUMBH 2025 : સૌથી પ્રાચીનથી લઈ સૌથી નવા અખાડા સુધી, જાણો 13 અખાડા વિશે

MAHAKUMBH 2025
Published by: OBS Bureau
Last Updated: Jan 13, 2025, 05:16 AM IST

પ્રયાગરાજમાં મહાકુંભનો મહાપર્વ શરૂ થઈ ગયો છે. તમામ અખાડાઓની છાવણીઓ શરૂ થઈ ગઈ છે. જેમ આપણે જાણીએ છીએ કે સનાતન ધર્મ સાથે સંકળાયેલા 13 મુખ્ય અખાડા છે.અખાડાઓના પ્રકાર વિશે જાણીએ તે પહેલા એ સમજવું જરૂરી છે કે અખાડા એટલે શું?

અખાડા એટલે શું?

અખાડા શબ્દ સાંભળીએ ત્યારે આપણી નજર સમક્ષ કુસ્તીના પહેલવાનો આવી જાય છે. સાધુ-સંતોના પરિપ્રેક્ષ્યમાં અખાડાઓને હિન્દુ ધર્મના મઠ તરીકે પણ જોવામાં આવે છે. અખાડા સાધુઓનો એ દળ જે હિન્દુ શાસ્ત્રોકત વિદ્યામાં નિપુણ હોય છે.

કોણે કરી અખાડાની શરૂઆત?

અખાડાની શરૂઆત આદિ શંકરાચાર્યએ કરી. કહેવાય છે કે હિન્દુ ધર્મની રક્ષા માટે શાસ્ત્ર વિદ્યામાં નિપુણ સાધુઓનું સંગઠન બનાવ્યું.  હાલ કુલ 13 અખાડા છે, જેને 3 ભાગમાં વહેંચવામાં આવ્યા છે શૈવ, વૈષ્ણવ અને ઉદાસીન

 ત્રણ ભાગમાં વહેંચાયેલા અખાડા

શૈવ- શૈવ સંપ્રદાયના કુલ 7 અખાડા છે, જેમના અનુયાયીઓ ભગવાન શિવની પૂજા કરે છે.

વૈષ્ણવ- વૈષ્ણવ સંપ્રદાયના 3 અખાડા છે, જે ભગવાન વિષ્ણુ અને તેમના અવતારોની પૂજા કરે છે.

ઉદાસીન- ઉદાસીન સંપ્રદાયના પણ 3 અખાડા છે, આ અખાડાના અનુયાયીઓ ઓમકારની પૂજા કરે છે.

મહાકુંભનો સૌથી મોટો અને પ્રાચીન અખાડો


શ્રી પંચદશનામ જૂના અખાડો જે શૈવ સંપ્રદાયમાં આવે છે, તેને સૌથી મોટો અખાડો માનવામાં આવે છે. આ અખાડાની સ્થાપના ઉત્તરાખંડના કર્ણપ્રયાગમાં 1145માં થઈ હતી. આ અખાડાના ઈષ્ટ દેવ શિવ અને રુદ્રઅવતાર દત્તાત્રેય છે, જેનું મુખ્યાલય વારાણસી છે. આ અખાડો નાગા સાધુઓના કારણે વિશેષ જાણીતો છે. આ અખાડામાં 5 લાખ નાગા સાધુઓ અને મહામંડલેશ્વર સંન્યાસી છે.

 
સૌથી નવો કિન્નર અખાડો


આ અખાડાઓમાંથી એક કિન્નર અખાડા છે જે સૌથી નવો અખાડો છે. કિન્નર અખાડા મહાકુંભમાં મહત્વની ભૂમિકા ભજવે છે અને આ અખાડા કિન્નરોના ધાર્મિક અને સામાજિક અધિકારોના રક્ષણ માટે પણ કામ કરે છે. કિન્નર અખાડાએ ભારતીય સમાજમાં પોતાની ઓળખ બનાવી છે અને આ અખાડા પોતાની આગવી ઓળખને કારણે ધ્યાન આકર્ષિત કરે છે. આ અખાડાના પ્રમુખ દેવતાઓ અર્ધનારીશ્વર અને બૌચરા છે.

કિન્નર અખાડા આધ્યાત્મિકતા, સમર્પણ અને પરંપરાઓનું પ્રતીક

આધ્યાત્મિકતા, સમર્પણ અને પરંપરાઓનું પ્રતિક કુંભમાં કિન્નરોની વિશેષ અને ઐતિહાસિક ભૂમિકા છે. કિન્નર અખાડા આધ્યાત્મિકતા, સમર્પણ અને પરંપરાઓનું પ્રતીક છે. કિન્નર અખાડાની સ્થાપનાનો ઉદ્દેશ્ય કિન્નર સમુદાયને સમાજમાં સન્માન અને ધાર્મિક સ્થાન આપવાનો છે. કુંભ દરમિયાન કિન્નર અખાડા વિવિધ ધાર્મિક અને સામાજિક પ્રવૃત્તિઓમાં ભાગ લે છે, શાહી સ્નાનમાં સામેલ થાય છે અને તેમના અખાડાની વિશેષ પરંપરાઓનું પાલન કરે છે.

 
ઓકટોબર 2015માં કિન્નર અખાડાની સ્થાપના

કિન્નર અખાડાની સ્થાપના વર્ષ 2016માં સિંહસ્થ કુંભ પહેલા ઓકટોબર 2015માં થઈ હતી. તે બાદથી કિન્નર અખાડાઓ સતત વધી રહ્યા છે, કિન્નર અખાડાએ અત્યાર સુધી અનેક મહામંડલેશ્વર અને મંડલેશ્વર બનાવ્યા છે.

Disclaimer ( અસ્વીકરણ ) : અહીં આપેલી માહિતી સામાન્ય માન્યતાઓ, જ્યોતિષ, કેલેન્ડર, ધાર્મિક ગ્રંથો વગેરે પર આધારિત છે. અહીં આપેલી માહિતી અને તથ્યોની ચોકસાઈ અથવા સંપૂર્ણતા માટે Offbeat Stories જવાબદાર નથી.
joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now