Home Religion Luck Will Shine For These Zodiac Signs Progress In Business Is Expected

બુધાદિત્ય યોગથી બદલશે કિસ્મત : આ રાશિના લોકોના ચમકશે કિસ્મત, બિઝનેસમાં થશે પ્રગતિ

બુધાદિત્ય યોગથી બદલશે કિસ્મત
Published by: OBS Bureau
Last Updated: Feb 07, 2025, 04:45 AM IST

સૂર્ય દેવ હાલ મકર રાશિમાં છે. અને હવે જ્યારે સૂર્યદવે રાશી પરિવર્તન કરવા જઈ રહ્યા છે ત્યારે બુધાદિત્ય યોગ બની રહ્યો છે. આત્માના કારક સૂર્યદેવ મહા મહિનાની પૂનમના દિવસે રાશિ પરિવર્તન કરવા જઈ રહ્યા છે. સૂર્યદેવના રાશિ પરિવર્તન કરવાની તિથિ પર કુંભ સંક્રાંતિ મનાવવામાં આવશે. અને એટલે જ વિશેષ બુધાદિત્ય યોગ બની રહ્યો છે. જેમાં કેટલાક રાશિના જાતકોની કિસ્મત બદલવાની છે. જેની આજે આપણે વાત કરી રહ્યા છે.

મેષ
મેષ રાશિના જાતકોને બુધાદિત્ય યોગથી લાભ થશે. આ રાશિના જાતકો પર બુધ દેવની કૃપા થશે. જેનાથી કારોબારમાં વ્યાપક બદલાવ જોવા મળશે. કારોબારમાં તેજી આવશે. શેર માર્કેટમાં ધનલાભ થશે, નવા કામની શરૂઆત કરવા માટે સારો સમય છે. કોઈ મિત્રની મદદથી ધનલાભ થઈ શકે છે.

વૃષભ
બુધાદિત્ય યોગમાં વૃષભ રાશિના લોકો માલામાલ થશે. વૃષભ જાતિના જાતકો પર દેવગુરુ બૃહસ્પતિ, સૂર્ય દેવની કૃપા થશે. જેનાથી તેમની કારોબાર સંબંધી પરેશાનીઓ દૂર થશે. સાથે જ કરિયર સાથે જોડાયેલી પરેશાનીઓ દૂર થશે. અચાનક ધનલાભ થશે. પદ અને પ્રતિષ્ઠામાં વધારો થશે.

સિંહ
આ રાશિના સ્વામી જ સૂર્ય દેવ છે. તેમના આરાધ્ય દેવ ભગવાન વિષ્ણું છે. જગતના પાલનહાર વિષ્ણુ દેવની કૃપાથી બગડેલા કામ બની જશે. શિક્ષા સાથે જોડાયેલા લોકોને સફળતા મળશે. ધાર્મિક યાત્રાના યોગ જોવા મળી રહ્યા છે. સરકારી ક્ષેત્રો સાથે જોડાયેલા લોકોને ધનલાભ થઈ શકે છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. OFFBeat Stories આની પુષ્ટિ કરતું નથી.)

Disclaimer ( અસ્વીકરણ ) : અહીં આપેલી માહિતી સામાન્ય માન્યતાઓ, જ્યોતિષ, કેલેન્ડર, ધાર્મિક ગ્રંથો વગેરે પર આધારિત છે. અહીં આપેલી માહિતી અને તથ્યોની ચોકસાઈ અથવા સંપૂર્ણતા માટે Offbeat Stories જવાબદાર નથી.
joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now