Home Education/Career Legal Punishment Faking Own Death India Bns Sections

પોતાની મોતનું નાટક કરવા પર થઈ શકે છે જેલની સજા : જાણો ભારતીય કાયદાની કડક જોગવાઈઓ

પોતાની મોતનું નાટક કરવા પર થઈ શકે છે જેલની સજા
Published by: Offbeat Team
| Last Updated: Dec 31, 2025, 04:30 PM IST

તાજેતરમાં ઉત્તરાખંડના રાનીખેતમાં બનેલી એક ઘટનાએ સમગ્ર દેશમાં ચકચાર જગાવી છે. એક યુવકે પોતાની બીજી પત્નીથી છૂટકારો મેળવવા માટે સ્કૂટર ખાઈમાં ફેંકી પોતાની મોતના નાટક રચ્યું હતું. પોલીસ 19 દિવસ સુધી તપાસ કરતી રહી અને અંતે તે યુવક દિલ્હીમાં પોતાની પ્રથમ પત્ની સાથે રહેતો હોવાનું સામે આવ્યું. આ કિસ્સાએ એક ગંભીર કાયદાકીય પ્રશ્ન ઉભો કર્યો છે કે શું ભારતમાં પોતાની મોતના ખોટું નાટક કરવું એ ગુનો છે? જો કોઈ વ્યક્તિ આવું કરે તો તેને કેટલી સજા થઈ શકે?

શું મોતના નાટક કરવું એ ગુનો છે?

ભારતીય કાયદામાં માત્ર પોતાની મોતના નાટક કરવાને કોઈ અલગ ગુના તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવ્યો નથી. પરંતુ જ્યારે આ નકલી મૃત્યુનો ઉપયોગ બીજાને છેતરવા, જવાબદારીઓમાંથી ભાગવા અથવા કોઈને આર્થિક કે માનસિક નુકસાન પહોંચાડવા માટે કરવામાં આવે, ત્યારે તે ગંભીર ગુનો બની જાય છે. આવા કિસ્સાઓમાં ભારતીય ન્યાય સંહિતા (BNS) હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવે છે.

છેતરપિંડી બદલ 3 થી 7 વર્ષની જેલ

જો કોઈ વ્યક્તિ અન્યને ગેરમાર્ગે દોરવા માટે પોતાની મોતના નાટક કરે, તો તેને છેતરપિંડી ગણવામાં આવે છે. BNS ની કલમ 318 હેઠળ છેતરપિંડીના ગુના માટે 3 થી 7 વર્ષ સુધીની કેદ અને આકરા દંડની જોગવાઈ છે. પત્નીને પતિના મૃત્યુનો વિશ્વાસ અપાવવો એ જાણી જોઈને કરવામાં આવેલી છેતરપિંડી માનવામાં આવે છે.

ન્યાયિક પ્રક્રિયામાં અવરોધ

જો કોઈ વ્યક્તિ તેની સામે ચાલી રહેલા કોઈ ગુના કે ધરપકડથી બચવા માટે મૃત્યુ પામ્યા હોવાનું નાટક કરે, તો તેને ન્યાયની પ્રક્રિયામાં અવરોધ ગણવામાં આવે છે. BNS ની કલમ 262 હેઠળ આવા વ્યક્તિને 2 વર્ષ સુધીની જેલ અથવા દંડ થઈ શકે છે.

દસ્તાવેજોની છેતરપિંડી અને નકલી ઓળખ

મોતના નાટકને સાબિત કરવા માટે જો કોઈ વ્યક્તિ નકલી મૃત્યુ પ્રમાણપત્ર (Death Certificate) બનાવે અથવા તેનો ઉપયોગ કરે, તો તેને જાળસાજી માનવામાં આવે છે. BNS ની કલમ 336 અને 338 હેઠળ આવા કેસમાં 3 થી 7 વર્ષની કેદ થઈ શકે છે. આ ઉપરાંત જો કોઈ વ્યક્તિ પોતાની ઓળખ છુપાવીને નવી ઓળખ ધારણ કરે, તો BNS ની કલમ 319 હેઠળ 3 વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે.

મદદગારોને પણ થઈ શકે છે સજા

આશ્ચર્યની વાત એ છે કે માત્ર નાટક કરનાર જ નહીં, પરંતુ જે વ્યક્તિ મોતના નાટક રચવામાં કે છુપાવવામાં મદદ કરે છે, તેને પણ BNS ની કલમ 249 હેઠળ 3 થી 5 વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે. આમ કાયદાની નજરમાં પોતાની મોતના ખોટું નાટક કરવું એ કોઈ રમત નથી પરંતુ ગંભીર અપરાધ છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

રેલવેમાં 'Assistant Loco Pilot' બનવાની સુવર્ણ તક!: 11 હજારથી વધુ જગ્યાઓ માટે ભરતી જાહેર! જાણો અરજી વિશે સંપૂર્ણ માહિતી

રેલવેમાં 'Assistant Loco Pilot' બનવાની સુવર્ણ તક!

GSSSB MPHW Recruitment 2026: ગુજરાત આરોગ્ય વિભાગમાં તગડા પગાર સાથે 254 જગ્યાઓ માટે ભરતી, આ તરીખ સુધી કરી લેજો અરજી

GSSSB MPHW Recruitment 2026

ભારતમાં કેટલા પ્રકારના છે પેટ્રોલિયમ પદાર્થો?: ક્યાં થાય છે તેનો વપરાશ?

ભારતમાં કેટલા પ્રકારના છે પેટ્રોલિયમ પદાર્થો?

સરકારી નોકરી તૈયારી કરતાં ઉમેદવારો માટે ‘સુવર્ણ તક’: રેલવેમાં 10,000 થી વધુ જગ્યાઓ માટે ભરતી!

સરકારી નોકરી તૈયારી કરતાં ઉમેદવારો માટે ‘સુવર્ણ તક’

હવે ઘરેબેઠાં થશે NEET, JEE, CUETની તૈયારી: નહીં પડે મોંઘા કોચિંગ ક્લાસમાં જવાની જરૂર, ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ માટે આર્શીવાદરૂપ બનશે SATHEE App

હવે ઘરેબેઠાં થશે NEET, JEE, CUETની તૈયારી

શું તમને ખરેખર તેનો સાચો અર્થ ખબર છે?: આખરે શું હોય છે પિંક, બ્લૂ, ગોલ્ડ, વ્હાઇટ અને ગ્રે કોલર જોબ્સ?

શું તમને ખરેખર તેનો સાચો અર્થ ખબર છે?

MBBS પાસ ઉમેદવારો માટે સરકારી નોકરીની સુવર્ણ તક: 1300 થી વધુ જગ્યાઓ માટે ભરતી; જાણો કેવી રીતે કરશો અરજી?

MBBS પાસ ઉમેદવારો માટે સરકારી નોકરીની સુવર્ણ તક

સરકારી ડૉક્ટર બનવાની સુવર્ણ તક!: UPSC CMSની અરજી પ્રક્રિયા શરૂ, જાણો પરિક્ષા અને અરજી વિશે સંપૂર્ણ માહિતી

સરકારી ડૉક્ટર બનવાની સુવર્ણ તક!

ભારતમાં ઈચ્છામૃત્યુની મંજૂરી: જાણો કયા દેશમાં છે ઈચ્છામૃત્યુ માટે સૌથી સરળ નિયમો

ભારતમાં ઈચ્છામૃત્યુની મંજૂરી

SSC CGL ભરતીમાં મોટો ફેરફાર: હવે 15,000થી વધુ જગ્યાઓ પર થશે ભરતી, આજથી પ્રેફરન્સ વિન્ડો શરૂ; જાણો કઈ રીતે કરવી અરજી

SSC CGL ભરતીમાં મોટો ફેરફાર

સરકારી નોકરીની તૈયારી કરતાં ઉમેદવારો માટે 'સુવર્ણ તક': સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા 15000થી વધુ ખાલી પદ માટે ભરતીની જાહેરાત

સરકારી નોકરીની તૈયારી કરતાં ઉમેદવારો માટે 'સુવર્ણ તક'

IAS, IPS, IFS કે IRS: જાણો કોનો દબદબો છે સૌથી વધુ અને કોને મળે છે સૌથી વધુ સેલરી

IAS, IPS, IFS કે IRS

ભારતના 5 સૌથી મજબૂત કરિયર: જેમાં મળશે સમાજમાં ભરપૂર સન્માન અને 'રૂપિયાનો ઢગલો' અલગ!

ભારતના 5 સૌથી મજબૂત કરિયર

UPSC સિવિલ સર્વિસ 2025નું રિઝલ્ટ જાહેર: અનુજ અગ્નિહોત્રી બન્યા ટોપર, 958 ઉમેદવારો ક્વોલિફાય

UPSC સિવિલ સર્વિસ 2025નું રિઝલ્ટ જાહેર

સરકારી નોકરી મેળવવાની છેલ્લી તક!: NCERTમાં 117 પદો માટે આવતીકાલે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ, જાણો કેવી રીતે કરશો અરજી

સરકારી નોકરી મેળવવાની છેલ્લી તક!

Railway Recruitment 2026: રેલવેમાં 22,000થી વધુ જગ્યા પર ભરતી, આ તારીખ સુધી કરી શકશો અરજી

Railway Recruitment 2026

AIને કારણે જેક ડોર્સીએ લીધો મોટો નિર્ણય: એકઝટકે 4,000 કર્મચારીઓને કર્યા છૂટા, સિલિકોન વેલીમાં ફેલાયો ફફડાટ

AIને કારણે જેક ડોર્સીએ લીધો મોટો નિર્ણય

"હું કોઈને પણ ન્યાયતંત્રને બદનામ કરવાની મંજૂરી નહીં આપું": NCERT ના નવા અભ્યાસક્રમ પર CJIનો આકરો પ્રહાર

"હું કોઈને પણ ન્યાયતંત્રને બદનામ કરવાની મંજૂરી નહીં આપું"

શું તમારે બનવું છે ક્રિકેટ મેચના કેમેરામેન?: જાણો આ હાઇ પેઈંગ જોબ માટેની સંપૂર્ણ પ્રોસેસ

શું તમારે બનવું છે ક્રિકેટ મેચના કેમેરામેન?

પરમાણુ બોમ્બ બનાવવા માટે કઈ સામગ્રીની પડે છે જરૂર?: જાણો ઈરાન પરમાણુ શક્તિ બનવાથી કેટલું દૂર

પરમાણુ બોમ્બ બનાવવા માટે કઈ સામગ્રીની પડે છે જરૂર?