Home Religion Kumbh Mela Hanuman Darshan Importance Significance

મહાકુંભ 2025 : લેટે હનુમાનના દર્શન વિના અધુરી છે કુંભની યાત્રા, જાણો મહત્વ અને માન્યતા

મહાકુંભ 2025
Published by: OBS Bureau
Last Updated: Jan 29, 2025, 03:45 AM IST

કુંભ મેળાની શરૂઆત થઈ ગઈ છે અને તેમાં કરોડો લોકો પહોંચ્યા છે. દેશ અને વિદેશથી લોકો તેમાં પહોંચી રહ્યા છે. મહાકુંભમાં ખૂબ જ રોનક જોવા મળી રહી છે અને તેમાં અખાડાઓ છે, અનેક જગ્યાઓ છે જ્યાં તમે જઈ શકો છો. પરંતુ એક એવી માન્યતા કે જગ્યા છે કે, જ્યાં તમારે જવું જોઈએ. કહેવાય છે કે, તમે સંગમમાં સ્નાન કરો પછી લેટે હનુમાનના દર્શન કરવા જોઈે. ધાર્મિક માન્યતા અનુસાર, લેટે હનુમાનના દર્શન ન કરવાથી સંગમમાં સ્નાનનું પૂર્ણ ફળ પ્રાપ્ત નથી થતું. એટલા માટે જ આ મંદિર ખાસ છે.

ઉત્તર પ્રદેશના અલ્હાબાદમાં સંગમ નદીના કિનારે એક આશ્રયસ્થાન હનુમાન મંદિર છે. આ મંદિર ખૂબ જ પ્રખ્યાત માનવામાં આવે છે. આ મંદિરમાં હનુમાનજીની મૂર્તિ સૂતેલી મુદ્રામાં છે. એવું કહેવાય છે કે જ્યારે અહીં પૂર આવે છે, ત્યારે મંદિર પાણીથી ભરાઈ જાય છે. તો હનુમાનજી ગંગામાં સ્નાન કરે છે. આ દુનિયાનું એકમાત્ર મંદિર છે જ્યાં હનુમાનજીની સૂતેલી મૂર્તિની પૂજા થાય છે. ધાર્મિક માન્યતા અનુસાર, સંગમમાં સ્નાન કરવાનો સંપૂર્ણ લાભ હનુમાનજીના દર્શન કર્યા પછી જ મળે છે.

એવી માન્યતા છે કે, લેટે હનુમાનના દર્શન કરવાથી તમામ ઈચ્છાઓ પુરી થાય છે. અને જીવનમાં આવતા દુખ અને સંકટથી છુટકારો મળે છે. લેટે હનુમાન મંદિરમાં મંગળવાર અને શનિવાર કે કોઈ પર્વના દિવસે ખૂબ જ ભીડ જોવા મળે છે. અહીં માનતા પૂર્ણ થયા બાદ ઝંડા ચડાવવામાં આવે છે. કહેવામાં આવે છે કે, લંકા પર વિજય પ્રાપ્ત કર્યા બાદ હનુમાનજી પાછા આવી રહ્યા હતા, તો પ્રભુને થાક લાગ્યો, તો એવામાં માતા સીતાના કહેવા પર હનુમાનજી સંગમના કિનારે સુઈ ગયાય. આ કારણ અહીં લેટે હનુમાનનું મંદિર બનાવવામાં આવ્યું છે.

Disclaimer ( અસ્વીકરણ ) : અહીં આપેલી માહિતી સામાન્ય માન્યતાઓ, જ્યોતિષ, કેલેન્ડર, ધાર્મિક ગ્રંથો વગેરે પર આધારિત છે. અહીં આપેલી માહિતી અને તથ્યોની ચોકસાઈ અથવા સંપૂર્ણતા માટે Offbeat Stories જવાબદાર નથી.
joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now