ભારતીય પરંપરા અને સંસ્કૃતિ ખૂબ જ મહાન છે. આપાણી સંસ્કૃતિમાં જે રીતભાત અપનાવવામાં આવી છે તેના પાછળ કોઈને કોઈ કારણ હોય છે. તમામ વસ્તુઓનો અર્થ હોય છે. વૈજ્ઞાનિક કારણ હોય છે.આમાંથી જ આવી એક પરંપરા છે પગ અડીને પ્રણામ કરવાની પરંપરા. શાસ્ત્રોમાં રોજ ઉઠીને વડીલોના ચરણ સ્પર્શ કરવાની વાત કરવામાં આવી રહી છે. આપણે ત્યાં બાળકોને પહેલેથી જ આ વસ્તુ શીખવવામાં આવે છે. માતા-પિતા, વડીલો, મોટા ભાઈ કે બહેન, ગુરુ તમામ લોકોને પગ અડીને પ્રણામ કરવામાં આવે છે.
શાસ્ત્રોમાં આનો કારણ અને આથી થનાર ફાયદા વિશે જણાવવામાં આવ્યું છે. જો તમે દાદી-નાનીની જણાવેલી વાતોને અનુસરો તો તમે સુખી રહી શકશો અને ભવિષ્યમાં થતી દુર્ઘટનાથી પણ બચી જશો. ભારતીય સંસ્કૃતિ અનુસાર ત્રણ રીતે ચરણ સ્પર્શન કરવાની પરંપરા છે. પહેલા ઝુકીને, બીજું ઘુંટણ પર પડીને, ત્રીજું સાષ્ટાંગ પ્રમામ. જે તમામના અલગ અલગ લાભ હોય છે.એવું કહેવાય છે કે વડીલોના ચરણ સ્પર્શ કરવાથી અને તેમના આશીર્વાદ મેળવવાથી નમ્રતા, આદર અને નમ્રતાની લાગણી જાગે છે. તેની સાથે જ વ્યક્તિમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે.આ સાથે જ્યોતિષની માન્યતા અનુસાર વરિષ્ઠ લોકોના ચરણ સ્પર્શ કરવાની નવગ્રહ સંબંધિત દોષ દૂર થાય છે.
ચરણ સ્પર્શના વૈજ્ઞાનિક લાભ
નિષ્ણાતોના મતે પગને સ્પર્શ કરવાથી કમરના ઉપરના ભાગમાં રક્ત પરિભ્રમણ સુધરે છે. તેનાથી ત્વચા અને વાળની સમસ્યા દૂર થાય છે. યોગમાં ચરણ સ્પર્શને પ્રણામ કહે છે.સાથે જ જ્યારે આપણે નીચે નમીને પગે લાગીએ છે ત્યારે કમર અને વાંસાના હાડકાને આરામ મળે છે. સાથે જ મસલ સ્ટ્રેચ થતા હોવાથી તણાવ દૂર થાય છે
(disclaimer: અહીં આપવામાં આવેલી તમામ માહિતી સામાન્ય જાણકારી પર આધારિત છે.કોઈપણ વાતને અમલમાં મુકતા પહેલા જાણકારોની સલાહ જરૂરથી લો)
14 મેથી ગુરુ-શુક્રનો સુવર્ણ મહાસંયોગ!: આ 6 રાશિવાળા પર વરસશે ધન-સમૃદ્ધિનો વરસાદ! મળશે અઢળક ધન, પ્રેમ અને પ્રગતિ!






