Home Religion Know Why Black Clothes Are Not Worn On Auspicious Occasions Dda47a31 428d 468f 997c A54a3cb78780

શું કાળો રંગ અશુભ છે? : જાણો કેમ સારા પ્રસંગે નથી પહેરાતા કાળા વસ્ત્રો?

શું કાળો રંગ અશુભ છે?
Published by: OBS Bureau
Last Updated: Jan 26, 2025, 04:30 AM IST

કાળો રંગ ઘણા લોકોનો ફેવરિટ હોય છે. પરંતુ ઘણા પરિવારમાં શુભ પ્રસંગે કાળો રંગ પહેરવાની મનાઈ કરવામાં આવે છે. ખાસ કરીને દાદી-નાની કાળો રંગના કપડા પહેરવા પર ટોકે છે.જેના કારણે આજની પેઢીનું મો ચડી જતું પણ જોવા મળે છે. પરંતુ હિંદૂ ધર્મમાં દરેક રંગનું ખાસ મહત્વ છે. જેમાં કેટલાક રંગોને શુભ તો કેટલાકને અશુભ માનવામાં આવે છે.જો તમે પણ કાળા રંગના કપડા પહેરવાના શોખીન છો પરંતુ તમને પણ ઘરમાં આ રંગ નથી પહેરવા દેતા તો આ આર્ટિકલ ખાસ વાંચો. જેથી તેમનું આવું કહેવા પાછળનું કારણ સમજાઈ જશે.

વાસ્તુશાસ્ત્ર અનુસાર, કાળો રંગ નકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે અને શુભ કાર્યો દરમિયાન નકારાત્મક વસ્તુઓથી દૂર રહેવું જોઈએ. આ જ કારણ છે કે વડીલો પણ શુભ પ્રસંગે કાળા કપડાં પહેરવાની મનાઈ કરે છે.આ સાથે જ કાળો રંગ શનિ ગ્રહ સાથે સંબંધિત છે. તે રાહુ સાથે પણ સંકળાયેલ છે. ખાસ પ્રસંગોએ કાળો રંગ પહેરવાથી રાહુ કામમાં અવરોધો પેદા કરે છે અને અશુભ પરિણામ આપે છે.

જો આપણે વિજ્ઞાનના નજરિયા જોઈએ તો કાળો રંગ ઉષ્માનો અવશોષક હોય છે, જે પોતાની આસપાસની ઊર્જાને શોષી લે છે. ગર્મીમાં જો કાળો રંગ પહેરવામાં આવે તો તમને વધુ ગરમી લાગશે. એટલે આવા સમયે તો કાળા રંગના વસ્ત્રો પહેરવા આમ પણ સ્વાસ્થ્ય માટે પણ સારું નથી. આમ, આપણા વડીલો આપણે જે બાબતો માટે ટોકે છે. તેની પાછળ કાંઈક ને કાંઈક કારણ છે. માટે તેમની વાતો બને ત્યાં સુધી માનવી જોઈએ.

(Diclaimer: અહીં આપવામાં આવેલી તમામ માહિતી સામાન્ય જાણકારી પર આધારિત છે. OffBeatStories તેની પુષ્ટિ નથી કરતું. કોઈ પણ નુસખો અજમાવતા પહેલા વિશેષજ્ઞોની સલાહ જરૂરથી લો.)

Disclaimer ( અસ્વીકરણ ) : અહીં આપેલી માહિતી સામાન્ય માન્યતાઓ, જ્યોતિષ, કેલેન્ડર, ધાર્મિક ગ્રંથો વગેરે પર આધારિત છે. અહીં આપેલી માહિતી અને તથ્યોની ચોકસાઈ અથવા સંપૂર્ણતા માટે Offbeat Stories જવાબદાર નથી.
joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now