Home Religion Know Rules For Sundar Kand And Bajrang Ban

હનુમાનજીને આમ રિઝવો : શું સુંદરકાંડ અને બજરંગ બાણનો પાઠ એકસાથે કરી શકાય?

હનુમાનજીને આમ રિઝવો
Published by: OBS Bureau
Last Updated: Jan 10, 2025, 02:30 AM IST

હનુમાન ચાલીસા, સુંદર કાંડ અને બજરંગ બાણ એવા શક્તિશાળી હથિયાર છે, જેનાથી તમારા સંકટ દૂર કરવા માટે ખુદ બજરંગ બલી આવશે. હિંદૂ શાસ્ત્રોમાં હનુમાનજીના અનેક મંત્રો, સ્ત્રોતો અને પાઠનું વર્ણન મળે છે. જો તેનો રોજ જાપ કરવામાં આવે તો ન માત્ર તમને હનુમાનજીની કૃપા મળી શકે છે પરંતુ હનુમત શક્તિને પણ સિદ્ધ કરી શકાય છે. જો તે, આ ફળ તમે હનુમાનજીની પૂજા કેવી રીતે કરો છો તેના પર નિર્ભર કરે છે.સાથે જ મનમાં હનુમાનજી પ્રત્યે કેટલું સમર્પણ છે તે પણ ધ્યાનમાં લેવામાં આવશે છે. નિયમોની સાથે સાથે મનની ભાવના પણ પૂજાને ફળદાયી બનાવવાનું કામ કરે છે.

જાણકારોના પ્રમાણે હનુમાનજીના તમામ સ્ત્રોતમાં જો કોઈ સૌથી શક્તિશાળી પાઠ હોય તો તે બજરંગ બાણ અને સુંદરકાંડના પાઠ છે. ધાર્મિક પુરાણોમાં એવું વર્ણન કરવામાં આવ્યું છે કે એક તરફ હનુમાન ચાલીસાના પાઠ કરવાથી જીવનની પરેશાનીઓ દૂર થાય છે અને બીજી તરફ આ બંને પાઠ કરવાથી શત્રુ પર વિજય પ્રાપ્ત થાય છે, પરંતુ શું બંને પાઠ કરવા જોઈએ, તે સવાલ સૌ કોઈના મનમાં હોય છે. આજે આપણે તેનો જવાબ મેળવીશું.

શાસ્ત્રોમાં જણાવ્યા પ્રમાણે હનુમાનજીના આ બંને પાઠમાં ખૂબ જ શક્તિ છે. તેને રોજ કરવાથી વ્યક્તિના જીવનમાં અનેક ફેરફારો આવવાની શરૂઆત થાય છે અને સાથે જ વ્યક્તિમાં દિવ્ય ઊર્જાનો સંચાર થવા લાગે છે. શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે આ બંને પાઠમાં હનુમાનજીની શક્તિ રહેલી છે. આવી સ્થિતિમાં, સામાન્ય વ્યક્તિ માટે આ પાઠ કરવાથી આંતરિક ઊર્જામાં વધારો સહન કરવું શક્ય નથી. આવી સ્થિતિમાં ભૂલથી પણ સુંદરકાંડ અને બજરંગબાણ એકસાથે ન કરો.

એકસાથે પાઠ ન કરવાનો અર્થ એ છે કે, તેને એક સમય પર ન કરકો. જો તમે રોજ સુંદરકાંડનો પાઠ કરો છો તો બજરંગ બાણનો પાઠ ન કરો. જો કોઈ ઉત્સવ કે માનતા માની હોય તો તમે બજરંગ બાણનો પાઠ કરી શકો છો.જો તમે દરરોજ બજરંગ બાણનો પાઠ કરો છો તો સુંદરકાંડનો પાઠ ન કરો. શપથ અને વિશેષ ઉજવણીનો મુદ્દો અહીં પણ લાગુ પડે છે. જો તમે રોજ હનુમાન ચાલીસા વાંચો તો બંને પાઠ એકસાથે કરવાનું ટાળો.

Disclaimer ( અસ્વીકરણ ) : અહીં આપેલી માહિતી સામાન્ય માન્યતાઓ, જ્યોતિષ, કેલેન્ડર, ધાર્મિક ગ્રંથો વગેરે પર આધારિત છે. અહીં આપેલી માહિતી અને તથ્યોની ચોકસાઈ અથવા સંપૂર્ણતા માટે Offbeat Stories જવાબદાર નથી.
joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now