Home Religion Know For Whom Uttrayan Will Be Good As Per Jyotish

આમની સંક્રાતિ રહેશે શુભ : મકરસંક્રાતિ પર આ રાશીના લોકોને થશે લાભ...જાણી લો તમારું ભવિષ્ય..

આમની સંક્રાતિ રહેશે શુભ
Published by: OBS Bureau
Last Updated: Jan 05, 2025, 05:12 AM IST

વર્ષ 2025નો પહેલો તહેવાર એટલે કે મકરસંક્રાતિ આવી રહી છે. ઉત્તરાયણ ખૂબ જ શુભ તહેવાર ગણવામાં આવે છે. સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરીને પુષ્ય નક્ષત્રમાં ગોચર કરશે, સૂર્યનું આ ગોચર અનેક રાશિઓ માટે લાભકારી થવાનું છે.

આ વર્ષે સૂર્ય 14 જાન્યુઆરીએ સવારે 8.44 કલાકે મકર રાશિમાં પ્રવેશ કરશે. આ કારણે મકરસંક્રાંતિનો તહેવાર 14 જાન્યુઆરીએ છે. આના એક દિવસ પહેલા 13મી જાન્યુઆરીએ લોહરીનો તહેવાર છે. ઉત્તર ભારતમાં પણ લોહરી ખાસ રીતે ઉજવવામાં આવે છે.પરંતુ કેટલીક રાશિઓ એવી છે જેમને ખાસ લાભ થવાનો છે.આજે આપણે એ રાશિઓની વાત કરીશું.

મેષ
મેષ રાશિના જાતકો માટે ઉત્તરાયણનો દિવસ શુભ સાબિત થશે. મેષ રાશિના જાતકો જે સરકારી નોકરીની તૈયારી કરી રહ્યા છે, તેમના માટે ર્આ સમય ખૂબ જ સારો છે.

મકર
મકરસંક્રાંતિનો દિવસ મકર રાશિના જાતકો માટે ખૂબ જ સારો સાબિત થવાનો છે. આ દિવસે મકર રાશિના લોકોના જીવનમાં ઘણા બદલાવ આવી શકે છે. કોર્ટ સંબંધિત બાબતોમાં તમને સફળતા મળી શકે છે. નાણાકીય સમસ્યાઓનો અંત આવશે.

સિંહ રાશી
મકર સંક્રાતિનો દિવસ સિંહ રાશિના જાતકો માટે ખૂબ જ ખાસ રહેવાનો છે. આ દિવસે તમને શત્રુઓ પર જીત મળી શકે છે. અચાનક ધન લાભ થઈ શકે છે. રોકાયેલા કામ પુરા થઈ શકે છે.

Disclaimer ( અસ્વીકરણ ) : અહીં આપેલી માહિતી સામાન્ય માન્યતાઓ, જ્યોતિષ, કેલેન્ડર, ધાર્મિક ગ્રંથો વગેરે પર આધારિત છે. અહીં આપેલી માહિતી અને તથ્યોની ચોકસાઈ અથવા સંપૂર્ણતા માટે Offbeat Stories જવાબદાર નથી.
joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now