Home Religion Khatu Shyam Mandir Falgun Lakhi Mela 2026 Decoration Updates

વિદેશી ફૂલો અને 11 હજાર ડમરુઓથી સજ્યો ખાટુ શ્યામનો દરબાર : જુઓ ભવ્ય શણગાર

વિદેશી ફૂલો અને 11 હજાર ડમરુઓથી સજ્યો ખાટુ શ્યામનો દરબાર
Published by: OBS Bureau
Last Updated: Feb 25, 2026, 06:18 AM IST

હોળીના પવિત્ર તહેવાર પૂર્વે રાજસ્થાનના પ્રસિદ્ધ બાબા ખાટું શ્યામ મંદિરમાં ફૂલોનો અદભૂત દરબાર સજાવવામાં આવ્યો છે. હાલ અહીં ફાગણ મહિનાનો સુપ્રસિદ્ધ 'લક્ખી મેળો' ચાલી રહ્યો છે. આ મેળાને દિવ્ય અને આકર્ષક બનાવવા માટે શ્રી શ્યામ મંદિર કમિટી દ્વારા મંદિર પરિસરમાં વિશેષ શણગાર કરવામાં આવ્યો છે. વિદેશી ફૂલોથી સજ્જ મંદિરની આ ભવ્યતા નિહાળવા માટે લાખો ભક્તોની ભીડ ઉમટી પડી છે અને સોશિયલ મીડિયા પર આ દિવ્ય દરબારનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

28 ફેબ્રુઆરી સુધી ચાલશે મેળો

ખાટું શ્યામમાં ફાગણ લક્ખી મેળાનો પ્રારંભ 21 ફેબ્રુઆરીના રોજ થયો હતો જે 28 ફેબ્રુઆરી સુધી ચાલશે. આ આઠ દિવસીય મેળા દરમિયાન બાબા શ્યામનો દરબાર દુર્લભ વિદેશી ફૂલોથી મહેકી ઉઠ્યો છે. આકર્ષક સજાવટને કારણે મેળાના પ્રથમ દિવસે જ અંદાજે 02.50 લાખ શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતા. મેળાના અંતિમ દિવસ સુધીમાં અંદાજે 30 થી 35 લાખ લોકો બાબાના દર્શન કરે તેવી શક્યતા સેવાઈ રહી છે.

'શીશ કે દાની' થીમ પર વિશેષ સજાવટ

આ વર્ષે ફાગણ લક્ખી મેળામાં મંદિરને "શીશ કે દાની" (બર્બરીકની ગાથા)ની થીમ પર શણગારવામાં આવ્યું છે. મેળાના પ્રવેશ દ્વાર પર 12 જ્યોતિર્લિંગની ઝલક દર્શાવવામાં આવી છે. આ ઉપરાંત 11 હજાર ડમરુઓનો ઉપયોગ કરીને 20 ફૂટ ઊંચું વિશાળ ડમરુ બનાવવામાં આવ્યું છે જે ભક્તોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.

વિદેશથી મંગાવવામાં આવ્યા ફૂલો

મંદિર પરિસરના શણગાર માટે લિલી, હાઈડ્રેન્જિયા અને ઓર્કિડ જેવા અત્યંત દુર્લભ ફૂલો ન્યૂઝીલેન્ડ અને ચીનથી મંગાવવામાં આવ્યા છે. આ ઉપરાંત તમિલનાડુ, બંગાળ અને કર્ણાટકથી ખાસ મંગાવવામાં આવેલા સફેદ ગુલાબ અને મોગરાના ફૂલોથી બાબા શ્યામનો વિશેષ શૃંગાર કરવામાં આવ્યો છે.

ફાગણ મેળાના આગમન સાથે જ આખી ખાટું નગરી ભક્તિ અને ગુલાલના રંગોમાં રંગાઈ ગઈ છે. શ્રદ્ધાળુઓ હોળીના ગીતો અને ભજનો દ્વારા બાબા પ્રત્યે પોતાનો પ્રેમ વ્યક્ત કરી રહ્યા છે. આ અદભૂત શણગાર અને બાબા શ્યામની એક ઝલક મેળવવા માટે ભક્તો કલાકો સુધી લાંબી કતારોમાં ઉભા રહીને પોતાની વારીની રાહ જોઈ રહ્યા છે.

Disclaimer ( અસ્વીકરણ ) : અહીં આપેલી માહિતી સામાન્ય માન્યતાઓ, જ્યોતિષ, કેલેન્ડર, ધાર્મિક ગ્રંથો વગેરે પર આધારિત છે. અહીં આપેલી માહિતી અને તથ્યોની ચોકસાઈ અથવા સંપૂર્ણતા માટે Offbeat Stories જવાબદાર નથી.
joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now