Home Religion Keep These Things In Mind Before Going To Kumbh Mela

મહાકુંભ 2025 : કુંભમાં જતા પહેલા રાખો આટલું ખાસ ધ્યાન

મહાકુંભ 2025
Published by: OBS Bureau
Last Updated: Jan 24, 2025, 01:15 PM IST

પ્રયાગરાજમાં આયોજિત મહાકુંભની અત્યાર સુધીમાં કરોડો લોકો મુલાકાત લઈ ચુક્યા છે અને હજુ પણ અવિરત દેશ અને દુનિયામાંથી લોકો પ્રયાગરાજ પહોંચી રહ્યા છે. ત્યારે જો તમે પણ કુંભમાં જવા માંગતા હો તો કેટલીક વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે. જેનાથી તમારી સફર આસાન રહેશે અને તમારી પુણ્ય કમાવાની અને સંતોનું સાનિધ્ય પામવાની ઈચ્છા સારી રીતે પુરી થશે.

કુંભમાં જતા પહેલા રાખો આટલું ધ્યાન

મહાકુંભની મુલાકાત લેવાનો યોગ્ય સમય: જો તમે મુખ્ય કાર્યક્રમ જોવા માંગતા હો, તો તમે શાહી સ્નાન સમયે મહાકુંભમાં આવી શકો છો. જોકે, આ સમય દરમિયાન ઘણી ભીડ હોય છે. શનિવાર અને રવિવારે આવવાનું ટાળો, કારણ કે આ દિવસોમાં વધુ ભીડ હોય છે.

મહાકુંભમાં શાહી સ્નાનના દિવસે, ઋષિ-મુનિઓ સ્નાન કર્યા પછી જ સંગમમાં પવિત્ર ડૂબકી લગાવો. શાહી સ્નાનના દિવસે ભીડ વધારે હશે અને તમારે વધુ ચાલવું પડશે.

જો તમે મહાકુંભ દરમિયાન ટેન્ટ સિટીમાં રહેવા માંગતા હો, તો તેને અગાઉથી બુક કરાવો. બુકિંગ માટે, ફક્ત સત્તાવાર વેબસાઇટ પસંદ કરો, કારણ કે ઘણા લોકો બુકિંગના નામે છેતરપિંડીનો શિકાર બની રહ્યા છે. યુપી ટુરિઝમ વેબસાઇટ પરથી તંબુ બુક કરો. https://upstdc.co.in/Web/kumbh2025.

કુંભમાં સ્નાન માટે હંમેશા ઓથોરાઈઝ્ડ ઘાટ પર જ જાઓ. બાળકો અને વડીલો માટે ઓળખ માટેને બેન્ડ કે આઈડી કાર્ડ બનાવડાવો.

પ્રયાગરાજમાં તમારું ઓળખ પત્ર, હોટેલ કે લોજનુંનામ અને બુકિંગ સાથે જોડાયેલી વિગતો સામે રાખો. દવાઓ અને થોડો ખાવાનો સામાન પણ સાથે રાખો.

જો તમારું કોઈ સાથી કુંભમાં ખોવાઈ જાય છો ત્યાંના ગુમ થનારાના કેન્દ્રમાં જઈ શકો છો. સાથે 1920 પર કોલ કરી મદદ માંગી શકો છો.

પ્રયાગરાજમાં મહાકુંભમાં સ્નાન કર્યા પછી, તમે હનુમાનજી, બેની માધવ મંદિર, અક્ષયવત મંદિર, મનકામેશ્વર મંદિર, અલોપી માતા મંદિરની પણ મુલાકાત લઈ શકો છો.

સ્નાન કરતી વખતે સાબુ, શેમ્પૂ કે ડિટર્જન્ટનો ઉપયોગ કરશો નહીં, કારણ કે આ નદીની શુદ્ધતાને અસર કરે છે.

Disclaimer ( અસ્વીકરણ ) : અહીં આપેલી માહિતી સામાન્ય માન્યતાઓ, જ્યોતિષ, કેલેન્ડર, ધાર્મિક ગ્રંથો વગેરે પર આધારિત છે. અહીં આપેલી માહિતી અને તથ્યોની ચોકસાઈ અથવા સંપૂર્ણતા માટે Offbeat Stories જવાબદાર નથી.
joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now