સમગ્ર દેશમાં આજે મહાશિવરાત્રીના પવિત્ર પર્વની આસ્થાભેર ઉજવણી કરવામાં આવી રહી છે. આ ખાસ અવસરે તમિલનાડુ સ્થિત સદગુરુના ઈશા યોગ સેન્ટરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય અને આધ્યાત્મિક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષનો ઉત્સવ વિશેષ છે કારણ કે ઈશા યોગ સેન્ટરમાં આ 33મો મહાશિવરાત્રી ઉત્સવ ઉજવાઈ રહ્યો છે. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે દેશના રક્ષામંત્રી રાજનાથ સિંહ હાજરી આપવાના છે.
સતત 12 કલાક ચાલશે આધ્યાત્મિક મહોત્સવ
સદગુરુના સાનિધ્યમાં યોજાનારો આ ઉત્સવ સાંજે 6:00 વાગ્યાથી શરૂ થઈને સતત 12 કલાક સુધી એટલે કે વહેલી સવાર સુધી ચાલશે. આ કાર્યક્રમમાં ગહન ધ્યાન, સદગુરુના પ્રવચન અને દેશ-વિદેશના ખ્યાતનામ કલાકારો દ્વારા સંગીત તેમજ નૃત્યની પ્રસ્તુતિઓ રજૂ કરવામાં આવશે. આ વર્ષે પ્રથમ વખત સદગુરુ પોતે યોગેશ્વર લિંગ અભિષેક કરશે, જે ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર રહેશે. વિશ્વભરના શ્રદ્ધાળુઓ ઘરે બેઠા લાઈવ ટેલિકાસ્ટના માધ્યમથી આ દિવ્ય રાત્રિનો હિસ્સો બની શકશે.
કાર્યક્રમનું સંપૂર્ણ શિડ્યુલ (ભારતીય સમય મુજબ)
આ દિવ્ય રાત્રિના વિવિધ આયોજનો અને તેના સમયની વિગતો નીચે મુજબ છે:
સાંજે 6:00 વાગ્યે: પંચભૂત ક્રિયા
સાંજે 6:54 વાગ્યે: લિંગ ભૈરવી મહા આરતી
સાંજે 7:05 વાગ્યે: સદગુરુ અને મહાનુભાવોનું સંબોધન
સાંજે 7:42 વાગ્યે: આદિયોગી દિવ્ય દર્શનમ
રાત્રે 8:00 વાગ્યે: સંગીત અને સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ
રાત્રે 8:03 વાગ્યે: સદગુરુનું અમૃત પ્રવચન
રાત્રે 10:30 વાગ્યે: વિવિધ કલાકારો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ
રાત્રે 11:00 વાગ્યે: રુદ્રાક્ષ અભિષેક અને યોગેશ્વર લિંગ મહા અભિષેકમ
રાત્રે 11:45 વાગ્યે: સદગુરુ અને આદિયોગી મહા આરતી સાથે મધ્યરાત્રિ ધ્યાન
રાત્રે 12:20 વાગ્યે: આદિયોગી દિવ્ય દર્શનમ
રાત્રે 12:35 વાગ્યે: સદગુરુ સાથે પ્રશ્નોત્તરી સત્ર
રાત્રે 1:10 વાગ્યે: નૃત્ય અને સંગીતની પ્રસ્તુતિઓ
વહેલી સવારે 3:35 વાગ્યે: સદગુરુ સાથે બ્રહ્મ મુહૂર્તમ ધ્યાન
સવારે 4:05 વાગ્યે: સાંસ્કૃતિક કાર્યક્રમોની શ્રેણી
સવારે 5:40 વાગ્યે: સદગુરુ દ્વારા સમાપન ઉદ્બોધન
આ દિવ્ય મહોત્સવમાં જોડાવા માટે શ્રદ્ધાળુઓ ઈશા ફાઉન્ડેશનની અધિકૃત વેબસાઈટ અથવા તેમની YouTube ચેનલ પરથી લાઈવ પ્રસારણ નિહાળી શકે છે.




















