Home Education/Career Indian Railway Know Difference Between Red Green And Blue Coaches In Train

કેમ અલગ અલગ ટ્રેનમાં : કોચના રંગ અલગ હોય છે?

કેમ અલગ અલગ ટ્રેનમાં
Published by: OBS Bureau
Last Updated: Apr 01, 2025, 04:12 PM IST

તમે ભારતમાં જોયુ હશે કે અલગ અલગ જગ્યા પર અલગ અલગ રંગના ટ્રેનના કોચ હોય છે. તેઓ લાલ, વાદળી અને લીલા હોય છે. ત્રણેય રંગીના કોચનો ઉપયોગ જુદી જુદી ટ્રેનોમાં થાય છે.

મોટાભાગની ટ્રેનોમાં વાદળી કોચનો ઉપયોગ થાય છે. ટ્રેનના વાદળી કોચને ઇન્ટિગ્રલ કોચ ફેક્ટરી (ICF) કહેવામાં આવે છે તેનું મુખ્ય મથક તમિલનાડુના ચેન્નાઈમાં છે.

એક્સપ્રેસ અથવા સુપરફાસ્ટ ટ્રેનોમાં વાદળી કોચનો ઉપયોગ થાય છે. આ કોચ એર બ્રેકથી સજ્જ છે. આ કોચ લોખંડથી બનેલા છે અને 110 કિમી પ્રતિ કલાકની ઝડપ માટે ડિઝાઇન કરવામાં આવ્યા છે.



લાલ કોચને LHB (લિંકે હોફમેન બુશ) કહેવામાં આવે છે. આ કોચને 2000માં જર્મનીથી ભારત લાવવામાં આવ્યા હતા. આ ફેક્ટરી પંજાબના કપૂરથલા ખાતે આવેલી છે.

લાલ કોચ સ્ટેઈનલેસ સ્ટીલથી બનેલા છે જે વાદળી કોચ કરતાં હળવા હોય છે. આ ટ્રેન મહત્તમ 200 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડી શકે છે. તેનો ઉપયોગ શતાબ્દી અથવા રાજધાની જેવી ટ્રેનોમાં થાય છે.



લાલ અને વાદળી કોચ ઉપરાંત, તમે કેટલીક ટ્રેનોમાં લીલા કોચ પણ જોયા હશે. ગરીબ રથ જેવી ટ્રેનોમાં લીલા કોચનો ઉપયોગ થાય છે.


joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now