Home International India Sends Medical Aid Africa Ebola Outbreak

આફ્રિકામાં ફેલાતા ઇબોલા સંકટ વચ્ચે ભારતે મોકલી તાત્કાલિક મેડિકલ મદદ : એસ. જયશંકરની જાહેરાત

દવાઓના બોક્સ
Image Credit: @DrSJaishankar
Published by: Chintan Chavda
Last Updated: May 24, 2026, 08:51 AM IST

મધ્ય આફ્રિકામાં ઝડપથી ફેલાઈ રહેલા ઇબોલા વાયરસના વધતા ખતરા વચ્ચે ભારતે આફ્રિકા માટે તાત્કાલિક મેડિકલ સહાય મોકલવાની જાહેરાત કરી છે. વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર માહિતી આપી હતી કે ભારતે આફ્રિકા સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (Africa CDC) માટે તાત્કાલિક દવાઓ અને સુરક્ષા કિટ્સનો પ્રથમ જથ્થો રવાના કર્યો છે.

જયશંકરે જણાવ્યું કે ભારત આફ્રિકામાં ઉભી થયેલી ઇબોલા જાહેર આરોગ્ય ઇમરજન્સી સામે લડવા માટે સહયોગ આપવા પ્રતિબદ્ધ છે. આ જાહેરાત એવા સમયે આવી છે જ્યારે થોડા કલાકો પહેલાં જ ભારત સરકારે પોતાના નાગરિકોને ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો (DRC), યુગાંડા અને દક્ષિણ સુદાન માટે બિનજરૂરી પ્રવાસ ટાળવા એડવાઈઝરી જાહેર કરી હતી.

"મને મયંક નાયકથી નફરત છે, પહેલાં પ્રશાંત કોરાટ અમને પગે પડતો": "તારી છઠ્ઠીનું ધાવણ તું બતાવજે, તારા જેવા 17 દુશ્મનોને પિન્ટુભાઈ પી ગયા" વાયરલ ઓડિયોથી ભાજપમાં ભૂકંપ

મધ્ય આફ્રિકામાં ઝડપથી ફેલાઈ રહ્યો છે ઇબોલા

કોંગોના આરોગ્ય મંત્રાલયના આંકડા મુજબ શનિવાર સુધી દેશમાં ઇબોલાના આશરે 867 શંકાસ્પદ કેસ નોંધાયા હતા, જ્યારે 204 લોકોના મોત થયા હોવાનું જણાવાયું છે. હાલ આ ફેલાવો ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોના ત્રણ પ્રાંતોમાં ફેલાઈ ગયો છે અને દક્ષિણ કિવુ વિસ્તારમાં પ્રથમ પુષ્ટિ થયેલો કેસ સામે આવ્યો છે.

આરોગ્ય અધિકારીઓના જણાવ્યા અનુસાર, ઇબોલાથી સંક્રમિત કેટલાક લોકો કોંગોથી પડોશી દેશ યુગાંડા પહોંચ્યા બાદ ત્યાં પણ બે કેસોની પુષ્ટિ થઈ છે, જેમાં એક વ્યક્તિનું મોત થયું છે. જેના કારણે સમગ્ર મધ્ય આફ્રિકા વિસ્તારમાં ચિંતા વધી ગઈ છે.

આ પણ વાંચો: વ્હાઈટ હાઉસ પાસે ફાયરિંગ કરનાર પહેલાં પણ 2 વખત કરી ચૂક્યો છે પ્રયાસ : પોતાને 'ભગવાન' અને 'બિન લાદેન' કહે છે

WHO એ જાહેર કરી વૈશ્વિક આરોગ્ય ઇમરજન્સી

વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ 17 મે, 2026ના રોજ ઇબોલાના આ ફેલાવાને “Public Health Emergency of International Concern” (PHEIC) તરીકે જાહેર કર્યો હતો. આ નિર્ણય આંતરરાષ્ટ્રીય આરોગ્ય નિયમો હેઠળ લેવામાં આવ્યો હતો.

WHO ના ડિરેક્ટર જનરલ ટેડ્રોસ અધાનોમ ઘેબ્રેયેસસે આ પરિસ્થિતિને “ખાસ કરીને પડકારજનક” ગણાવી હતી. તેમણે જણાવ્યું કે સંઘર્ષગ્રસ્ત વિસ્તારોમાં ચાલી રહેલી હિંસા, લોકોનું સ્થળાંતર, ખાણોમાં કામ કરતા સ્થળાંતરિત મજૂરો અને સ્થાનિક લોકોમાં બહારથી આવતી એજન્સીઓ પ્રત્યેનો અવિશ્વાસ સ્થિતિને વધુ ગંભીર બનાવી રહ્યા છે.

આ વખતે ફેલાતો ઇબોલા વાયરસ “બુંડિબુગ્યો સ્ટ્રેઇન” તરીકે ઓળખાતા દુર્લભ પ્રકારનો હોવાનું જણાવાયું છે. હાલ આ સ્ટ્રેઇન માટે કોઈ ચોક્કસ મંજૂર વેક્સિન ઉપલબ્ધ નથી, જેના કારણે આરોગ્ય એજન્સીઓ માટે સંક્રમણ રોકવું વધુ મુશ્કેલ બની રહ્યું છે.

આ પણ વાંચો: White House ની બહાર ઉપરાઉપરી 25 રાઉંડ ફાયર કરાતા ફફડાટ : ઘટનાના સમયે પરિસરમાં જ હાજર હતા રાષ્ટ્રપતિ ટ્રંપ, જાણો પછી શું થયું

ભારતની સતર્કતા અને માનવતાવાદી સહાય

ભારત સરકારે એક તરફ પોતાના નાગરિકોને સાવચેત રહેવા અને બિનજરૂરી પ્રવાસ ટાળવા કહ્યું છે, તો બીજી તરફ માનવતાવાદી અભિગમ હેઠળ તાત્કાલિક આરોગ્ય સહાય પણ શરૂ કરી છે. આરોગ્ય નિષ્ણાતો માને છે કે ઇબોલા જેવા ચેપી અને જીવલેણ વાયરસ સામે સમયસરની આંતરરાષ્ટ્રીય મદદ અત્યંત મહત્વપૂર્ણ બની જાય છે.

ઇબોલા વાયરસ સામાન્ય રીતે ચેપગ્રસ્ત વ્યક્તિના શરીરના પ્રવાહી સંપર્કથી ફેલાય છે અને તેની મૃત્યુદર ઘણી ઊંચી ગણાય છે. અગાઉ પશ્ચિમ આફ્રિકામાં ફેલાયેલા ઇબોલા સંકટ દરમિયાન હજારો લોકોનાં મોત થયા હતા.

હાલ વૈશ્વિક આરોગ્ય એજન્સીઓ અને વિવિધ દેશોની સરકારો મધ્ય આફ્રિકાની સ્થિતિ પર સતત નજર રાખી રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now