Home Sports Ind Vs Eng 2nd Odi Live Streaming Where To Watch Match Tv Mobile Gujarati

IND vs ENG 2nd ODI Live Streaming : આજે કેટલાં વાગે શરૂ થશે ઇન્ડિયા-ઇંગ્લેન્ડ બીજી વન-ડે? જાણો ભારતમાં ફ્રીમાં કેવી રીતે જોઈ શકશો લાઈવ મેચ

IND vs ENG 2nd ODI today match timing
Published by: Vishal Dave
Last Updated: Jul 16, 2026, 09:48 AM IST

IND vs ENG 2nd ODI today match timing: ભારત-ઇંગ્લેન્ડ બીજી વનડે ક્યારે અને ક્યાં જોવી? જાણો મેચનો સમય, ટીવી અને મોબાઇલ પર Live Streamingની સંપૂર્ણ માહિતી વિગતવાર...ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની વનડે શ્રેણીની બીજી મેચ ક્રિકેટ ચાહકો માટે ખૂબ જ મહત્વપૂર્ણ બની રહી છે. પ્રથમ મેચ બાદ બંને ટીમો બીજી વનડેમાં જીત મેળવી શ્રેણીમાં પોતાનું સ્થાન વધુ મજબૂત બનાવવા મેદાનમાં ઉતરશે. ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડીઓ અને ઇંગ્લેન્ડના આક્રમક ક્રિકેટને કારણે આ મુકાબલા પર દુનિયાભરના ક્રિકેટપ્રેમીઓની નજર રહેશે. જો તમે પણ આ મેચ ટીવી અથવા મોબાઇલ પર લાઇવ જોવાની યોજના બનાવી રહ્યા છો, તો અહીં મેચનો સમય, સ્થળ, લાઇવ ટેલિકાસ્ટ અને ઓનલાઈન સ્ટ્રીમિંગ વિશેની તમામ જરૂરી માહિતી આપવામાં આવી છે.

આ પણ વાંચોઃ મેસ્સીનો વારસદાર Vs સચિનનો વારસદાર! : 15 વર્ષની ઉંમરે દુનિયાને ચોંકાવનારા વૈભવ સૂર્યવંશી અને લેમિન યમાલની પ્રેરણાદાયી સફર

ભારત વિ. ઇંગ્લેન્ડ બીજી વનડે: કાર્ડિફમાં જંગ, સિરીઝ જીતવા પર ભારતની નજર, જાણો ક્યારે અને ક્યાં લાઈવ જોઈ શકાશે

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની વનડે સિરીઝની બીજી મેચ આજે કાર્ડિફના સોફિયા ગાર્ડન્સ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાશે. પ્રથમ વનડે મેચ ૬ વિકેટે જીતીને ભારતીય ટીમ સિરીઝમાં ૧-૦થી આગળ છે. હવે બીજી મેચ જીતીને ટીમ ઇન્ડિયા સિરીઝમાં અજેય સરસાઈ મેળવવાના ઈરાદા સાથે મેદાને ઉતરશે. પ્રથમ મેચમાં વિરાટ કોહલી અને રોહિત શર્મા સસ્તામાં આઉટ થયા હતા, તેથી આ મેચમાં બંને સિનિયર બેટ્સમેનો પાસેથી મોટી ઇનિંગ્સની આશા રાખવામાં આવી રહી છે.

મેચ ક્યારે અને ક્યાં રમાશે?

  • તારીખ: મંગળવાર, ૧૬ જુલાઈ

  • સ્થળ: સોફિયા ગાર્ડન્સ ક્રિકેટ ગ્રાઉન્ડ, કાર્ડિફ (ઇંગ્લેન્ડ)

  • સમય: ભારતીય સમયાનુસાર સાંજે ૫:૩૦ વાગ્યે શરૂ થશે (ટોસ સાંજે ૫:૦૦ વાગ્યે થશે)

લાઈવ ટેલિકાસ્ટ અને સ્ટ્રીમિંગ ક્યાં જોવું?

ભારત અને ઇંગ્લેન્ડની વનડે સિરીઝ માટેની સત્તાવાર ટીમો:

ભારતીય ક્રિકેટ ટીમ: રોહિત શર્મા, શુભમન ગિલ (કેપ્ટન), વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, વોશિંગ્ટન સુંદર, કે.એલ. રાહુલ (વિકેટકીપર), અક્ષર પટેલ, શિવમ દુબે, ગુરનૂર બરાર, જસપ્રિત બુમરાહ, પ્રસિદ્ધ ક્રિષ્ણા, કુલદીપ યાદવ, પ્રિન્સ યાદવ, અર્શદીપ સિંહ અને ઈશાન કિશન.

ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમ: બેન ડકેટ, જેકબ બેથલ, જો રૂટ, હેરી બ્રુક (કેપ્ટન), જોસ બટલર (વિકેટકીપર), સેમ કરન, વિલ જેક્સ, લિયામ ડોસન, જોફ્રા આર્ચર, આદિલ રાશિદ, જોશ ટંગ, બ્રાયડન કાર્સ, સાકિબ મહમૂદ, ટોમ બેન્ટન, ગસ એટકિન્સન, જેમ્સ કોલ્સ અને રેહાન અહેમદ.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now