Home Religion In The Mahakumbh Aghoris Set Up Camp Know Fascinating Facts About Them

અઘોરીઓનું રહસ્ય : મહાકુંભમાં અઘોરીઓનો ડેરો, જાણો એમના વિશે રોચક વાતો

અઘોરીઓનું રહસ્ય
Published by: OBS Bureau
Last Updated: Jan 25, 2025, 02:30 AM IST

પ્રયાગરાજમાં આયોજિત મહાકુંભમાં અઘોરીઓએ ડેરો જમાવ્યો છે. અઘોરીઓ વિશે અનેક માન્યતાઓ છે. અને તેમના રહસ્યો અને તેમના વિશે જાણવા માટે સૌ કોઈ આતુર હોય છે. નાગા, નાથ, શૈવ, વૈષ્ણવ, ઉદાસીન અનેક પ્રકારના સાધુઓ કુંભમાં આવે છે. જેમાં અઘોરી સાધુઓને સૌથી ભયાનક માનવામાં આવે છે. આજે અમે તમને જણાવીશું અઘોરીઓની દુનિયાઓ વિશે.

અઘોરી એટલે શું?

અઘોરનો અર્થ છે અ+ઘોર, એટલે કે જે ઘોર નથી. જે સરળ છે, જેમાં કોઈ ભેગભાવ નથી. અઘોરીને કેટલાક લોકો ઓઘડ કહે છે. ઓઘડનો અર્થ છે જેનું બધું જ ખુલ્લું છે. એટલે કે અંદર અને બહાર એક જેવા છે. બીજો અર્થ છે અંડ બંડ, અનોખા અને ફક્કડ.

કેવા હોય છે અઘોરી સાધુ?
કફનના કાળા વસ્ત્રોમાં લપેટાયેલા અઘોરી બાબાના ગળામાં ધાતુની બનેલી નરમુંડની માળા લટકેલી હોય છે. નરમુંડ ન હોય તો પ્રતીક રીતે એવા જ પ્રકારની માળા પહેરે છે. હાથમાં ચીપીયો, કમંડળ, કાનમાં કુંડળ, કમરમાં કમરબંધ અને આખા શરીર પર રાખ હોય છે. તેઓ પોતાના ગળામાં કાળા ઉનની જનોઈ રાખે છે.

અઘોરીઓનો સ્વભાવ કેવો હોય છે?

જે અસલી અઘોરી હોય છે, તેમની સામાન્ય દુનિયામાં સક્રિય ભૂમિકા નથી હોતી. તેઓ માત્ર તેમની સાધનામાં વ્યસ્ત હોય છે. અઘોરીની ઓળખ જ એ છે કે, તેઓ પોતાની સાધનામાં વ્યસ્ત રહે છે. તેઓ કાપાલિક ક્રિયા કરે છે અને સ્મશાનમાં જ રહે છે. અઘોર બનવાની પહગેલી શરત છે તમારા મનમાંથી નફરતને વિદાય આપવાાની. તેઓ વર્જિત માંસ છોડીને તમામ વસ્તુઓ ખાય છે. તેઓ શ્મસાનમાં વાસ કરવાનું સાધના કરવાનું પસંદ કરે છે.

Disclaimer ( અસ્વીકરણ ) : અહીં આપેલી માહિતી સામાન્ય માન્યતાઓ, જ્યોતિષ, કેલેન્ડર, ધાર્મિક ગ્રંથો વગેરે પર આધારિત છે. અહીં આપેલી માહિતી અને તથ્યોની ચોકસાઈ અથવા સંપૂર્ણતા માટે Offbeat Stories જવાબદાર નથી.
joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now