Home Religion Importance Of Ek Mukhi Rudraksh

શું છે ઋદ્રાક્ષની પૌરાણિક કહાની? : એક મુખી ઋદ્રાક્ષનું મહત્વ

શું છે ઋદ્રાક્ષની પૌરાણિક કહાની?
Published by: OBS Bureau
Last Updated: Jan 19, 2025, 07:21 AM IST

હિંદુ ધર્મમાં રૂદ્રાક્ષને ખુબ પવિત્ર માનવામાં આવે છે. ના માત્ર એક ધાર્મિક આભૂષણ તરીકે જોવામાં આવે છે પરંતુ એક અદભૂત લાભ તેમજ શક્તિના કારણે તેને વિશેષ મહત્વ આપવામાં આવે છે. પૌરાણિક કથાઓ અનુસાર રૂદ્રાક્ષ ભગવાન શિવજીના આંસુઓથી બન્યા છે. જેને ધારણ કરવાથી વ્યક્તિના જીવનમાં સકારાત્મક બદલાવ આવે છે. રૂદ્રાક્ષ અલગ અલગ મુખના હોય છે અને દરેક રૂદ્રાક્ષનું મહત્વ પણ અલગ હોય છે. કુલ 14 પ્રકારના રૂદ્રાક્ષમાંથી એક મુખી રૂદ્રાક્ષને શક્તિશાળી અને દુર્લભ માનવામાં આવે છે.


જ્યાોતિષના જણાવ્યા અનુસાર એક મુખી ઋદ્રાક્ષ ભગવાન શિવનું પ્રતિક છે અને તેને ધારણ કરનાર વ્યક્તિના જીવનમાં અદભૂત પરિવર્તન આવી શકે છે. આત્મજ્ઞાન, માનસિક શાંતિ અને આધ્યાત્મિક ઉન્નતિ માટે સર્વોત્તમ માનવામાં આવે છે. જો લોકો ધ્યાન, યોગ અને સાધના કરે છે તેમના માટે રૂદ્રાક્ષ અત્યંત લાભકારી માનવામાં આવે છે.

એક મુખી રૂદ્રાક્ષ ધારણ કરવાના નિયમ

શ્રાવણ મહિનાના સોમવાર, અમાવસ્ય, પૂનમ અથવા તો મહાશિવરાત્રિ પર ધારણ કરી શકો છો.
ધારણ કરતાં પહેલાં ગંગાજળ અથવા કાચા દૂધથી શુદ્ધિકરણ કરો
સોના, ચાંદી અથવા તો પંચધાતુની ચેનમાં પહેરો
ધારણ કરતાં પહેલાં ॐ નમઃ શિવાયનો 108 વખત જાપ કરો
ધારણ કર્યા પછી શરીરની પાસે રાખો અને ઉતાર્યા પછી સુરક્ષિત સ્થાન પર રાખો

એક મુખી રૂદ્રાક્ષના લાભ


અકાળ મૃત્યુનો ભય જતો રહેશે
આત્મવિશ્વાસ અને માનસિક શાંતિમાં વધારો
ધ્યાન અને સાધનામાં કરે છે સહાય
નકારાત્મક ઉર્જાથી બચાવે છે
આર્થિક સમૃદ્ધિ અને સફળતા પ્રદાન કરે છે
સ્ટ્રેસ અને ચિંતાને ઓછી કરે છે
સ્વાસ્થ્ય સાથે જોડાયેલા લાભ મળે છે

કોણ કરી શકે છે ધારણ?
જેમની પણ કુંડળીમાં ચંદ્ર અથવા શનિ સંબંધિત દોષ હોય તો તેમના માટે અત્યંત લાભકારી છે. ધારણ કરતા પહેલાં ઋદ્રાક્ષ મંત્રનો 9 વખત જાપ કરવો જોઈએ.

Disclaimer ( અસ્વીકરણ ) : અહીં આપેલી માહિતી સામાન્ય માન્યતાઓ, જ્યોતિષ, કેલેન્ડર, ધાર્મિક ગ્રંથો વગેરે પર આધારિત છે. અહીં આપેલી માહિતી અને તથ્યોની ચોકસાઈ અથવા સંપૂર્ણતા માટે Offbeat Stories જવાબદાર નથી.
joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now