logo-img
Holashtak 2026 Start End Date Significance Rules

હોળાષ્ટક ક્યારથી થશે શરૂ? : જાણો આઠ દિવસ સુધી કયા કાર્યો કરવા પર છે પ્રતિબંધ

હોળાષ્ટક ક્યારથી થશે શરૂ?
Published by: Offbeat Team
| Last Updated: Feb 10, 2026, 04:00 PM IST

હિન્દુ ધર્મમાં હોળાષ્ટકનું વિશેષ મહત્વ માનવામાં આવે છે જે હોળીના તહેવારના બરાબર 8 દિવસ પહેલાથી શરૂ થઈ જાય છે. ફાગણ માસની શુક્લ પક્ષની અષ્ટમી તિથિથી હોળાષ્ટકનો પ્રારંભ થાય છે અને ફાગણ માસની પૂર્ણિમા એટલે કે હોલિકા દહન પર તેની પૂર્ણાહુતિ થાય છે. શાસ્ત્રોમાં આ સમયગાળાને અશુભ માનવામાં આવ્યો હોવાથી આ દિવસો દરમિયાન કોઈ પણ મંગળ કાર્ય કરવામાં આવતું નથી. આ દરમિયાન નવા કાર્યની શરૂઆત કે ગૃહ પ્રવેશ જેવા શુભ પ્રસંગો ટાળવાની પરંપરા છે.

હોળાષ્ટક 2026ની મહત્વની તારીખો

પંચાંગની ગણતરી મુજબ આ વર્ષે ફાગણ માસની શુક્લ પક્ષની અષ્ટમી તિથિ 24 February ના રોજ સવારે 07:02 વાગ્યે શરૂ થશે. આ અષ્ટમી તિથિ 25 February ના રોજ સાંજે 04:51 વાગ્યા સુધી રહેશે. આથી 24 February ના દિવસથી જ હોળાષ્ટકનો આરંભ થઈ જશે. હોળાષ્ટકનો અંત 03 March ના રોજ પૂર્ણિમાના દિવસે થશે.

હોળાષ્ટક દરમિયાન શું ના કરવું?

  • હોળાષ્ટક બેસી ગયા પછી કોઈ પણ નવું વાહન અથવા કિંમતી વસ્તુની ખરીદી કરવી જોઈએ નહીં.

  • આ 8 દિવસો દરમિયાન લગ્ન, સગાઈ, ગૃહ પ્રવેશ કે અન્ય કોઈ પણ પ્રકારના માંગલિક કાર્યો વર્જિત ગણાય છે.

  • માન્યતા મુજબ નવપરિણીત યુગલે પોતાના સાસરે પ્રથમ હોળી ઉજવવી જોઈએ નહીં.

હોળાષ્ટક દરમિયાન શું કરવું?

  • હોળાષ્ટકના અશુભ પ્રભાવથી બચવા માટે આ દિવસોમાં દાન અને પુણ્યના કાર્યો કરવા ખૂબ જ ઉત્તમ ગણાય છે.

  • આ સમયગાળામાં ભગવાન શિવ, ભગવાન વિષ્ણુ અને હનુમાનજીની ભક્તિ અને પૂજા અર્ચના કરવી જોઈએ.

શુભ કાર્યો કેમ નથી થતા?

પૌરાણિક કથા મુજબ જ્યારે કામદેવે ભગવાન શિવની તપસ્યા ભંગ કરવાનો પ્રયત્ન કર્યો ત્યારે મહાદેવે ક્રોધિત થઈને કામદેવને ભસ્મ કરી દીધા હતા. આ ઘટનાને કારણે સૃષ્ટિનું સંતુલન બગડ્યું હોવાનું મનાય છે. જ્યોતિષીય દ્રષ્ટિકોણથી જોઈએ તો આ 8 દિવસો દરમિયાન વિવિધ ગ્રહોની ઉર્જા અત્યંત ઉગ્ર અને નકારાત્મક હોય છે. આથી જ આ સમયગાળામાં ભગવાનના મંત્રોનો જાપ કરવો વધુ ફળદાયી માનવામાં આવે છે.

Disclaimer ( અસ્વીકરણ ) : અહીં આપેલી માહિતી સામાન્ય માન્યતાઓ, જ્યોતિષ, કેલેન્ડર, ધાર્મિક ગ્રંથો વગેરે પર આધારિત છે. અહીં આપેલી માહિતી અને તથ્યોની ચોકસાઈ અથવા સંપૂર્ણતા માટે Offbeat Stories જવાબદાર નથી.
Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now