Home Entertainment Himesh Patel Gujarati Origin The Odyssey Christopher Nolan

'The Odyssey'માં ચમક્યો ગુજરાતી મૂળનો અભિનેતા : જાણો હિમેશ પટેલની સફળતાની પ્રેરણાદાયી સ્ટોરી

Himesh Patel
Published by: Aryan Shah
Last Updated: Jul 18, 2026, 01:25 PM IST

Himesh Patel : ક્રિસ્ટોફર નોલનની બહુચર્ચિત ફિલ્મ 'The Odyssey' વિશ્વભરમાં રિલીઝ થતાં જ ચર્ચાનું કેન્દ્ર બની છે. ભારતમાં પણ ફિલ્મે પ્રથમ દિવસે મજબૂત શરૂઆત નોંધાવી છે અને અંદાજે ₹20 કરોડની ઓપનિંગ સાથે વર્ષના સૌથી મોટા હોલીવુડ ઓપનર્સમાં સ્થાન મેળવ્યું છે. મેટ ડેમન, ટોમ હોલેન્ડ, ઝેન્ડાયા, એન હેથવે અને રોબર્ટ પેટિનસન જેવા દિગ્ગજ કલાકારો વચ્ચે બ્રિટિશ-ઈન્ડિયન અભિનેતા હિમેશ પટેલે પણ પોતાની નોંધપાત્ર હાજરી નોંધાવી છે. ફિલ્મમાં તેમણે યુરિલોચસ (Eurylochus)નું પાત્ર ભજવ્યું છે, જે હોમરના મહાકાવ્યમાં ઓડિસિયસના સૌથી વિશ્વાસુ અને મહત્વપૂર્ણ કમાન્ડરોમાંનો એક માનવામાં આવે છે.

ગુજરાતી પરિવારમાં જન્મેલા હિમેશ પટેલ કોણ છે?

હિમેશ પટેલનો જન્મ 13 ઓક્ટોબર, 1990ના રોજ ઈંગ્લેન્ડના કેમ્બ્રિજશાયરમાં થયો હતો. તેમનો પરિવાર મૂળ ગુજરાતનો છે. તેમના માતા-પિતા ગુજરાતી હિન્દુ પરિવારમાંથી આવે છે. તેમની માતાનો જન્મ ઝામ્બિયામાં જ્યારે પિતાનો જન્મ કેન્યામાં થયો હતો. પૂર્વ આફ્રિકાથી યુકે સ્થાયી થયેલા આ પરિવારના ઘરે ગુજરાતી ભાષા અને સંસ્કૃતિનું વાતાવરણ હતું, જેના કારણે હિમેશ બાળપણથી જ ગુજરાતી બોલતા શીખ્યા. અભ્યાસ દરમિયાન તેઓ પોતાના માતા-પિતાની ન્યૂઝએજન્ટ (અખબાર અને મેગેઝિન) દુકાનમાં મદદ પણ કરતા હતા. રસપ્રદ વાત એ છે કે અભિનય ક્ષેત્રમાં પ્રથમ મોટી તક મળ્યા બાદ પણ તેમણે થોડો સમય પરિવારના વ્યવસાયમાં હાથ બટાવ્યો હતો.

આ પણ ખાસ વાંચો : A સર્ટિફિકેટ છતાં The Odyssey'નો બોક્સ ઓફિસ પર ધમાકો : પહેલા જ દિવસે ભારતમાં 20 કરોડથી વધુની કમાણી

16 વર્ષની ઉંમરે શરૂ થઈ અભિનય કારકિર્દી

માત્ર 16 વર્ષની ઉંમરે હિમેશે બ્રિટનની લોકપ્રિય ટીવી સિરીઝ EastEnders માટે ઓડિશન આપ્યું હતું. તેમની પ્રતિભાથી પ્રભાવિત થઈ નિર્માતાઓએ તેમને કાસ્ટ કર્યા અને વર્ષ 2007થી તેમની વ્યાવસાયિક અભિનય સફર શરૂ થઈ. આ સિરીઝમાં તેમણે અનેક વર્ષો સુધી કામ કર્યું અને બ્રિટિશ ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીમાં પોતાની મજબૂત ઓળખ ઉભી કરી. ત્યારબાદ તેમણે ફિલ્મો અને આંતરરાષ્ટ્રીય પ્રોજેક્ટ્સ તરફ આગળ વધવાનું શરૂ કર્યું.

Yesterdayથી મળ્યો વૈશ્વિક બ્રેકથ્રૂ

હિમેશ પટેલને આંતરરાષ્ટ્રીય સ્તરે સૌથી મોટી ઓળખ વર્ષ 2019માં આવેલી ડૈની બોયલની ફિલ્મ Yesterdayથી મળી હતી. આ ફિલ્મમાં તેમણે એક સંઘર્ષશીલ સંગીતકારની ભૂમિકા ભજવી હતી, જે અચાનક એવી દુનિયામાં પહોંચે છે જ્યાં દુનિયાને The Beatlesના ગીતો યાદ જ નથી અને માત્ર તેને જ એ ગીતોની યાદ રહે છે. ફિલ્મને સારો પ્રતિસાદ મળ્યો અને હિમેશ પટેલ રાતોરાત હોલીવુડના ચર્ચિત ચહેરા બની ગયા.

આ પણ ખાસ વાંચો : આમિર ખાનને લોરેન્સ બિશ્નોઈ ગેંગે આપી જાનથી મારવાની ધમકી! : ત્રીજા લગ્ન ગણાવ્યા લવ જેહાદ, સોશિયલ મીડિયા પોસ્ટથી ખળભળાટ

ક્રિસ્ટોફર નોલન સાથે મજબૂત જોડાણ

ક્રિસ્ટોફર નોલન સાથે હિમેશ પટેલની પ્રથમ ફિલ્મ Tenet (2020) હતી, જેમાં તેમણે માહિરનું પાત્ર ભજવ્યું હતું. હવે The Odyssey નોલન સાથે તેમનો બીજો મોટો પ્રોજેક્ટ છે. સતત બીજી વખત નોલનની ફિલ્મમાં મહત્વપૂર્ણ ભૂમિકા મળવી એ હિમેશ પટેલની અભિનય ક્ષમતા પ્રત્યે નોલનનો વિશ્વાસ દર્શાવે છે.

અનેક યાદગાર પ્રોજેક્ટ્સનો ભાગ

હિમેશ પટેલ માત્ર એક ફિલ્મ પૂરતા મર્યાદિત રહ્યા નથી. તેમણે અનેક વખાણાયેલા પ્રોજેક્ટ્સમાં કામ કર્યું છે. તેમણે Don't Look Upમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. Enola Holmes 2માં તેઓ ડૉ. જૉન વોટ્સન તરીકે જોવા મળ્યા હતા. ઉપરાંત Station Eleven, The Wonderful Story of Henry Sugar અને HBOની The Franchise જેવી શ્રેણીઓ અને ફિલ્મોમાં પણ તેમના અભિનયને પ્રશંસા મળી છે. પાત્રોની વિવિધતા અને સ્વાભાવિક અભિનયના કારણે આજે હિમેશ પટેલને હોલીવુડના સૌથી પ્રતિભાશાળી બ્રિટિશ-ઈન્ડિયન અભિનેતાઓમાં ગણવામાં આવે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now