Home Religion Have Shami Plant At Home For Good Fortune

એક છોડ બદલશે કિસ્મત : ઘરમાં શમીનો છોડ લગાવવાથી મળશે અનેક ફાયદો, બસ જાણીલો ખાલી આટલી વાત

એક છોડ બદલશે કિસ્મત
Published by: OBS Bureau
Last Updated: Jan 04, 2025, 02:23 PM IST

ઘરમાં જો તમે સકારાત્મક ઊર્જાનો અનુભવ કરવા માંગો છો. તો તમારે બસ એક નાનકડો છોડ લાવવાનો રહે છે. હિંદૂ ધર્મમાં એક છોડને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે અને તે છે શમી. આ છોડનો સંબંધ શનિદેવ સાથે છે. અને તે વાસ્તુ માટે પણ ખૂબ જ સારું માનવામાં આવે છે. આ છોડ ઘરમાં રાખવો ખૂબ જ શુભ છે. પરંતુ આ માટે તમારે કેટલીક બાબતોનું ધ્યાન જરૂરથી રાખવું જોઈએ. તમે જો શમીના છોડને ઘરમાં રાખવા માંગો છો તો, બસ નીચેની વસ્તુઓનું ધ્યાન રાખો.

શમીની કરો પૂજા
જો તમે ઘરમાં શમીનો છોડ લાવો છો, તો તમને શનિદેવની સાથે સાથે શિવજીનો આશીર્વાદ પણ પ્રાપ્ત થાય છે.આ ઉપરાંત કુંડળીમાં જોવા મળતા અશુભ ગ્રહોની અસરથી પણ બચી શકાય છે. એવું માનવામાં આવે છે કે જો કોઈ વ્યક્તિ શનિની સાડા સતીમાંથી પસાર થઈ રહ્યો હોય તો તેણે પોતાના ઘરમાં શમીનો છોડ જરૂર લગાવવો જોઈએ. આમ કરવાથી તમને ઘણો ફાયદો મળી શકે છે. આટલું જ નહીં ઘરમાં શમીનો છોડ લગાવવાથી લગ્નજીવનમાં આવતી અડચણોમાંથી પણ મુક્તિ મળી શકે છે.

કૃપા મેળવવા માટે કરો આ ઉપાય
તમે શમીના પાનને શિવલિંગ પર પણ અર્પણ કરી શકો છો. જેનાથી જીવનના કષ્ટો દૂર થાય છે અને તમને ધન ન હોવાની સમસ્યાથી મુક્તિ મળે છે.સાથે જ તમારે દરેક શનિવારે શમીના પાન શનિદેવને અર્પણ કરવા જોઈએ. જેનાથી શનિની દશાનો પ્રભાવ ઓછો થાય છે.

આ ભૂલ તો ન જ કરો
શમીનું વૃક્ષ ધાર્મિક અને વાસ્તુશાસ્ત્રમાં ખૂબ જ મહત્વનું માનવામાં આવે છે. તેને યોગ્ય દિશા અને જગ્યાએ લગાવવાથી સકારાત્મક ઊર્જા અને શનિ દોષનું નિવારણ થાય છે. શમીનું વૃક્ષ ઘરના અંદર લગાવવાથી નકારાત્મક ઊર્જા ઉત્પન્ન થઈ શકે છે.આ વૃક્ષની ઊર્જા ઘર બહાર અથવા ખુલ્લા સ્થળોમાં વધુ પ્રભાવશાળી માનવામાં આવે છે.વાસ્તુશાસ્ત્રના અનુસાર, દક્ષિણ દિશામાં શમીનું વૃક્ષ લગાવવાથી ઘરમાં શાંતિ અને સમૃદ્ધિ આવે છે



(અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી પર આધારીત છે. અમે તેની પુષ્ટિ નથી કરતા)

Disclaimer ( અસ્વીકરણ ) : અહીં આપેલી માહિતી સામાન્ય માન્યતાઓ, જ્યોતિષ, કેલેન્ડર, ધાર્મિક ગ્રંથો વગેરે પર આધારિત છે. અહીં આપેલી માહિતી અને તથ્યોની ચોકસાઈ અથવા સંપૂર્ણતા માટે Offbeat Stories જવાબદાર નથી.
joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now