Jupiter Transit: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, ગુરુ (બૃહસ્પતિ) જ્ઞાન, ભાગ્ય અને પ્રગતિના કારક ગ્રહ છે. જ્યારે તે પોતાનું સ્થાન બદલે છે ત્યારે અનેક રાશિઓના જીવનમાં મોટા પરિવર્તન આવે છે. આ વખતે 18 જૂન 2026ની રાત્રે 9:32 વાગ્યે ગુરુ શનિના પ્રભાવ હેઠળ પુષ્ય નક્ષત્રમાં પ્રવેશ કરશે અને આ સ્થિતિ 19 ઓગસ્ટ 2026 સુધી રહેશે. આ ગોચર ખાસ કરીને નીચેની 4 રાશિઓ માટે અત્યંત શુભ અને ફળદાયી સાબિત થવાની સંભાવના છે.
1. કર્ક રાશિ (Cancer)
ગુરુનું આ ગોચર કર્ક રાશિના જાતકો માટે સૌથી અનુકૂળ રહેવાનું છે. આ સમયગાળામાં નાણાકીય લાભ, નવી મિલકત ખરીદવાની તક, કૌટુંબિક સુખ અને સમાજમાં માન-પ્રતિષ્ઠામાં વધારો થઈ શકે છે. નોકરીમાં પ્રમોશન કે પગાર વધારાના યોગ પણ પ્રબળ છે.
2. કન્યા રાશિ (Virgo)
કર્મ અને કરિયરની દૃષ્ટિએ આ સમય કન્યા રાશિ માટે ખૂબ જ સારો છે. કાર્યક્ષેત્રમાં પ્રગતિ, સાથીદારોનો આદર અને નવી તકો મળવાની સંભાવના છે. લાંબા સમયથી અટકેલા પ્રોજેક્ટ્સ પૂરા થઈ શકે છે. નવી નોકરી કે વ્યવસાય શરૂ કરવા માટે પણ આ સમય અનુકૂળ છે.
3. ધન રાશિ (Sagittarius)
ધન રાશિના જાતકો માટે ગુરુનું આ ગોચર પ્રગતિ અને સફળતાના નવા રસ્તા ખોલી શકે છે. વ્યવસાયમાં નફો વધશે, નાણાકીય સ્થિતિ મજબૂત બનશે અને મહત્વપૂર્ણ નિર્ણયો લેવા માટે સમય અનુકૂળ રહેશે. પ્રભાવશાળી લોકો સાથે સંબંધો બની શકે છે જે લાંબા ગાળે ફાયદાકારક સાબિત થશે.
4. મીન રાશિ (Pisces)
મીન રાશિ માટે આ ગોચર ખાસ કરીને ફળદાયી માનવામાં આવે છે. વ્યવસાયિક તકો, નફો, નોકરીમાં સફળતા અને સર્જનાત્મક ક્ષેત્રમાં માન્યતા મળવાના યોગ છે. આત્મવિશ્વાસ વધશે, સ્વાસ્થ્યમાં સુધારો થશે અને મહત્વના નિર્ણયો લેવામાં સફળતા મળશે.
આ ફળ જાતકની સંપૂર્ણ કુંડળી પર આધારિત હોય છે. વ્યક્તિગત જ્યોતિષીય સલાહ લેવી હિતાવહ છે.આ સમયગાળો ભાગ્ય અને પ્રગતિનો છે. જે રાશિઓના જાતકો આ તકનો સદુપયોગ કરશે તેઓને નિશ્ચિતપણે સારા પરિણામો મળશે.





