Home Gujarat Ahmedabad Gujarat Rain Forecast After 15 June Ambalal Patel

મૂકો લાપસીના આંધણ... : અંબાલાલે ગુજરાતીઓને આપ્યા સૌથી મોટા ખુશખબર, આ તારીખથી ચોમાસાની થશે ધમાકેદાર એન્ટ્રી!

Ambalal Patel Forecast
Play Video
Published by: Viral Patel
Last Updated: Jun 13, 2026, 10:17 AM IST

Ambalal Patel Forecast: રાજ્યમાં હાલ અસહ્ય ગરમી અને બફારાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદને લઈને એક ખુશખબર આપતી મહત્વપૂર્ણ આગાહી કરી છે. આગામી દિવસોમાં ગુજરાતમાં ચોમાસાની વિધિવત શરૂઆત થવા જઈ રહી છે, જેનાથી કાળઝાળ ગરમીમાંથી મોટી રાહત મળશે.

15 જૂનથી પ્રી-મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે

અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, 15 જૂન આસપાસ રાજ્યમાં પ્રી-મોન્સૂન વરસાદની શરૂઆત થઈ શકે છે. આ સમયગાળા દરમિયાન વાતાવરણમાં પલટો આવશે અને પવન સાથે હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. ત્યારબાદ, ૧૫ જૂન પછી ગુજરાતમાં ચોમાસાની ગતિવિધિઓ વધુ સક્રિય બનશે અને રાજ્યના અનેક વિસ્તારોમાં સારો વરસાદ પડવાની પૂરેપૂરી શક્યતા છે.

18થી 28 જૂન વચ્ચે સાર્વત્રિક વરસાદની સંભાવના

આગાહી મુજબ, 18 જૂનથી ૨૮ જૂન દરમિયાન રાજ્યભરમાં વ્યાપક વરસાદી માહોલ સર્જાશે. આ 10 દિવસો દરમિયાન ચોમાસું પુરા જોશમાં આગળ વધશે.

કયા વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે?

  • દક્ષિણ ગુજરાત: સુરત, વલસાડ, નવસારી સહિતના જિલ્લાઓ.

  • મધ્ય ગુજરાત: અમદાવાદ, વડોદરા અને આસપાસના વિસ્તારો.

  • સૌરાષ્ટ્ર: દરિયાકાંઠાના અને અન્ય કેટલાક ભાગોમાં ભારે વરસાદ નોંધાઈ શકે છે.

હવામાન પ્રણાલીઓ થઈ રહી છે સક્રિય

હવામાનમાં આવી રહેલા આ મોટા બદલાવ પાછળ સમુદ્રી સિસ્ટમ જવાબદાર છે. હાલમાં અરબ સાગર અને બંગાળની ખાડીમાં એકસાથે હવામાન પ્રણાલીઓ (Weather Systems) સર્જાઈ રહી છે. આ બંને સિસ્ટમના કારણે ચોમાસાને આગળ વધવા માટે ખૂબ જ અનુકૂળ પરિસ્થિતિઓ ઊભી થઈ રહી છે, જેના પરિણામે જૂનના ત્રીજા સપ્તાહથી ગુજરાતમાં વરસાદનું જોર નોંધપાત્ર રીતે વધશે.

ખેડૂતોમાં આનંદનો માહોલ: વાવણીના એંધાણ

અંબાલાલ પટેલની આ આગાહી ખેડૂતો માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે. જૂન મહિનાના ઉત્તરાધ્ધમાં સારો વરસાદ થવાના સંકેતો મળતા જ જગતનો તાત ખુશખુશાલ થઈ ગયો છે. સમયસર વરસાદ થવાથી ખેતરોમાં વાવણીની તૈયારી માટે એકદમ અનુકૂળ વાતાવરણ સર્જાશે, જે ચાલુ વર્ષના ખરીફ પાક માટે આશીર્વાદરૂપ સાબિત થઈ શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now