Petrol Diesel Price Today: ક્રૂડ ઓઈલ સસ્તુ છતાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં ફેરફાર નહીં, જાણો ગુજરાત સહિત દેશભરના શહેરોના નવા દર


ઉપરવાસમાં આવેલા મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં ભારે વરસાદને કારણે સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં મોટો વધારો નોંધાયો છે. હાલ ડેમમાં ઉપરવાસમાંથી ૫૦,૬૧૬ ક્યુસેક પાણીની પ્રચંડ આવક થઈ રહી છે, જેના લીધે છેલ્લા ૨૪ કલાકમાં ડેમની સપાટી ૨૪ સેન્ટીમીટર વધીને ૧૨૬.૪૩ મીટરે પહોંચી ગઈ છે. આ સાથે જ નર્મદા ડેમ તેની મહત્તમ ક્ષમતા (૧૩૮.૬૮ મીટર) સામે ૬૫ ટકા જેટલો ભરાઈ ચૂક્યો છે. પાણીની સતત આવકને પગલે રિવર બેડ પાવર હાઉસ (RBPH) ના ૨ પાવર હાઉસ કાર્યરત કરી દેવામાં આવ્યા છે. નર્મદા નદીમાં નવાનીર આવતા ધરતીપુત્રો અને નાગરિકોમાં ખુશીનો માહોલ છે.
અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં ચારતોલા કબ્રસ્તાન પાસે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. સ્થાનિક મેડિકલ સ્ટોર ચલાવતા વ્યક્તિ અને એક યુવક વચ્ચે કોઈ સામાન્ય બાબતે બોલાચાલી થઈ હતી. જોકે, મામલો એટલો ઉગ્ર બન્યો કે યુવક પર ચાકુ અને તલવાર જેવા ધારદાર હથિયારો વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. લોહીલુહાણ હાલતમાં ઘાયલ યુવકને તાત્કાલિક શારદાબેન હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું છે. આ હિંસક ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભય અને ચકચારનો માહોલ વ્યાપી ગયો છે. ગોમતીપુર પોલીસે આ મામલે હત્યાનો ગુનો નોંધી ફરાર આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
ગુજરાતમાં ચોમાસું જોર પકડતાં હવામાન વિભાગે આજે ૧૬ જિલ્લાઓ માટે ચેતવણી જાહેર કરી છે. દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી અને વલસાડ સહિત ૫ જિલ્લામાં અત્યંત ભારે વરસાદનું ‘રેડ એલર્ટ’ અપાયું છે. જ્યારે અમરેલી, ગીર સોમનાથ અને ભરૂચ સહિત ૫ જિલ્લામાં ‘ઓરેન્જ’ તેમજ રાજકોટ અને વડોદરા સહિત ૬ જિલ્લામાં ‘યલો એલર્ટ’ જાહેર કરવામાં આવ્યું છે. છેલ્લા બે દિવસથી અમરેલી અને ગીર સોમનાથમાં અવિરત વરસાદને કારણે નદીઓમાં પૂર આવ્યા છે અને ખેતરો તળાવમાં ફેરવાયા છે. રવિવારે રાજ્યના ૧૨૦થી વધુ તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો, જેમાં રાજુલા અને ધારીમાં ૧૦-૧૦ ઈંચથી વધુ પાણી પડતાં ગ્રામ્ય વિસ્તારોમાં ભારે નુકસાન થયું છે. હજી આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી છે.
ગુજરાત અને તેની આસપાસના રાજ્યો પર એકસાથે અલગ-અલગ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. આ સાયક્લોનિક સરક્યુલેશન અને વેધર સિસ્ટમના કારણે હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ સુધી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની કડક ચેતવણી આપવામાં આવી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાં મેઘરાજા રૌદ્ર સ્વરૂપ ધારણ કરે તેવી પૂરેપૂરી શક્યતા છે.
આ સિસ્ટમના પ્રભાવથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની અને નદીઓમાં પૂર આવવાની આશંકા સેવાઈ રહી છે. તંત્ર દ્વારા માછીમારોને દરિયો ન ખેડવા અને નાગરિકોને સાવચેત રહેવા જણાવાયું છે. આગામી દિવસોમાં સાર્વત્રિક વરસાદને પગલે વહીવટી તંત્રને પણ એલર્ટ પર મૂકવામાં આવ્યું છે.
અમરેલી જિલ્લામાં સતત બીજા દિવસે મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. ધારી અને રાજુલા પંથકમાં તોફાની ૧૧ ઈંચ જેટલો વરસાદ ખાબકતાં સમગ્ર વિસ્તાર પાણી-પાણી થઈ ગયો છે. સ્થાનિક નદીઓમાં ઘોડાપૂર આવવાના કારણે અનેક ગ્રામ્ય રસ્તાઓ બંધ થયા છે અને ખેતરો તળાવમાં ફેરવાઈ ગયા છે. અમરેલી ઉપરાંત ગીર સોમનાથ અને ભાવનગરમાં પણ ભારે વરસાદથી સ્થિતિ વિકટ બની છે.
હવામાન વિભાગે આગામી ૫ દિવસ રાજ્યના ૧૬ જિલ્લાઓમાં સાર્વત્રિક અને અતિભારે વરસાદની ચેતવણી આપી છે. અમદાવાદ અને ગાંધીનગર સહિતના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ રહેશે. તંત્ર દ્વારા નાગરિકોને નદી-નાળાથી દૂર રહેવા અને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે.



