Home Gujarat Gujarat Former Cm Vijay Rupani Also Travelling In Plane Air India Plane Crash In Ahmedabad

અમદાવાદ પ્લેનક્રેશમાં પૂર્વ CM વિજય રૂપાણીનું નિધન : અમદાવાદથી લંડન જઈ રહેલાં એર ઈન્ડિયાના દુર્ઘટનાગ્રસ્ત પ્લેનમાં સવાર હતા વિજયભાઈ રૂપાણી

અમદાવાદ પ્લેનક્રેશમાં પૂર્વ CM  વિજય રૂપાણીનું નિધન
Play Video
Published by: OBS Bureau
Last Updated: Jun 12, 2025, 11:35 AM IST

Air India Plane Crash in Ahmedabad: અમદાવાદથી લંડન જઈ રહેલું પ્લન ક્રેશ થયાની ઘટના સામે આવી છે. મેઘાણીનગરથી ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ હોસ્પિટલની પાછળ પ્લેન ક્રેશ થયું છે. આ ઘટનામાં મોટી જાનહાનિની આશંકા સેવાઈ રહી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ પ્લેન દૂર્ઘટનામાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની હાલત ગંભીર હોવાની પણ આશંકા છે. એવા અહેવાલ મળી રહ્યાં છેકે, અમદાવાદથી લંડન જઈ રહેલાં એર ઈન્ડિયાના દુર્ઘટનાગ્રસ્ત પ્લેનમાં સવાર હતા રૂપાણી.  અમદાવાદથી લંડન જઈ રહેલું પ્લન ક્રેશ થયાની ઘટના સામે આવી છે. ANIના જણાવ્યા મુજબ 242 મુસાફરોનું પ્લેન ક્રેશ થયું છે. મેઘાણીનગરથી ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ હોસ્પિટલની પાછળ પ્લેન ક્રેશ થયું હોવાની આશંકા સેવાઈ રહી છે.

અમદાવાદમાં થયેલી પ્લેન ક્રેશની ઘટનાને પગલે સુરતના કૃષિ વિભાગના કાર્યક્રમને ટૂંકાવીને તાત્કાલિક અમદાવાદ પહોંચ્યા છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ. કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે પણ સમગ્ર ઘટનાની માહિતી મેળવી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now