Home Sports Gt Vs Mi Bumrahs Fight Withcoach Jayawardene Viral Pictures Caused A Sensation

GT vs MI: બુમરાહનો કોચ જયવર્ધને સાથે થયો ઝઘડો? : વાયરલ તસવીરોએ મચાવી દીધી સનસનાટી

GT vs MI: બુમરાહનો કોચ જયવર્ધને સાથે થયો ઝઘડો?
Published by: OBS Bureau
Last Updated: May 31, 2025, 04:37 AM IST

IPL 2025 GT vs MI: IPL 2025 ની એલિમિનેટર મેચ ગુજરાત ટાઇટન્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે રમાઈ હતી. આ મેચમાં મુંબઈએ શાનદાર જીત મેળવી અને ક્વોલિફાયર 2 માં પોતાનું સ્થાન બનાવ્યું.

આ મેચ દરમિયાન જસપ્રીત બુમરાહ અને ટીમ કોચ મહેલા જયવર્ધને વચ્ચે થોડી વાતચીત જોવા મળી. પહેલા તો બુમરાહ થોડીવાર જયવર્ધનેની વાત સાંભળી અને પછી તેણે જયવર્ધને તરફ ઈશારો કર્યો જાણે કે કહી રહ્યો હોય કે બસ કરો, મને જ્ઞાન ના આપો.

બુમરાહના હાવભાવથી ખબર પડી કે તે કોચ દ્વારા કહેવામાં આવેલી કોઈ વાતથી ખુશ નથી. જેની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહી છે અને ચાહકો પૂછી રહ્યા છે કે શું બુમરાહ અને જયવર્ધને વચ્ચે ઝઘડો થયો હતો?

જસપ્રીત બુમરાહએ આ મેચમાં શાનદાર બોલિંગ કરી અને 4 ઓવરમાં માત્ર 27 રન આપીને 1 મહત્વપૂર્ણ વિકેટ લીધી. બુમરાહએ શાનદાર બેટિંગ કરી રહેલા વોશિંગ્ટન સુંદરને પેવેલિયન મોકલ્યો.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now