ગોવિંદાના અફેર્સ અંગે સુનીતા આહુજાનો ખુલાસો
બોલીવૂડ અભિનેતા ગોવિંદાની પત્ની સુનીતા આહુજાએ રિયાલિટી શો 'લોક અપ'માં પોતાના લગ્નજીવનને લઈને ચોંકાવનારો ખુલાસો કર્યો છે. શોના પ્રીમિયર એપિસોડ દરમિયાન તેમણે જણાવ્યું કે ગોવિંદાના જીવનમાં ઘણા અફેર્સ રહ્યા હતા. તેમ છતાં તેમણે પોતાના સંબંધને બચાવવા માટે ઘણું સહન કર્યું હતું. સુનીતાના આ નિવેદન બાદ સોશિયલ મીડિયા પર તેની ભારે ચર્ચા થઈ રહી છે.
પ્રેમમાં બધું સહન કરવું પડે છે: સુનીતા
શો દરમિયાન હોસ્ટે સુનીતાનું એક જૂનું નિવેદન વાંચ્યું, જેમાં તેમણે કહ્યું હતું કે તેમને ગોવિંદા જેવા પતિ નહીં પરંતુ પુત્ર જોઈએ. તેના જવાબમાં સુનીતાએ કહ્યું કે પ્રેમમાં ઘણી બાબતો સહન કરવી પડે છે. તેમણે ઉમેર્યું કે ગોવિંદાના ઘણા અફેર્સ રહ્યા હતા અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવા કિસ્સાઓ સામાન્ય માનવામાં આવે છે. તેમણે કહ્યું કે વર્ષો સુધી સંબંધ નિભાવ્યા બાદ તેમને લાગે છે કે ગોવિંદા જેવા પુત્ર મળવો જોઈએ. સુનીતા આહુજાએ કહ્યું કે તેઓ પતિ ગોવિંદાના અફેર્સ વિશે વધારે વિચારતા નથી, કારણ કે તેનાથી તેમની ડાયાબિટીસની તકલીફ વધી શકે છે. ગોવિંદાની પત્ની સુનીતાએ આ વાત રિયાલિટી શો 'લોક અપ સીઝન 2' દરમિયાન સહ-સ્પર્ધક શ્રેયા કલરા સાથે વાતચીત કરતી વખતે કહી હતી. આ દરમિયાન શ્રેયાએ સુનીતાના એક જૂના ઇન્ટરવ્યૂનો ઉલ્લેખ કર્યો, જેમાં તેમણે પોતાના લગ્નજીવનમાં મળેલા દુઃખ અને વિશ્વાસ તૂટવાની વાત કરી હતી. તેના જવાબમાં સુનીતાએ કહ્યું કે ગોવિંદાના અફેર્સની ચર્ચા તેમના જીવનમાં ઘણા વર્ષોથી ચાલી રહી છે.
લગ્નજીવન અને પરિવાર વિશે પણ કરી વાત
સુનીતા આહુજા અને ગોવિંદાના લગ્ન 1987માં થયા હતા. શરૂઆતના લગભગ 2 વર્ષ સુધી બંનેએ પોતાના લગ્નની વાત જાહેર કરી નહોતી. બાદમાં તેમની દીકરી ટીના આહુજાના જન્મ પછી તેમણે પોતાના લગ્ન વિશે જાહેરમાં માહિતી આપી હતી. આજે દંપતીને 2 સંતાનો છે, જેમાં દીકરી ટીના આહુજા અને પુત્ર યશવર્ધન આહુજાનો સમાવેશ થાય છે.
નિવેદન બાદ વધી ચર્ચા
સુનીતા આહુજાના આ નિવેદન પછી સોશિયલ મીડિયા પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે. કેટલાક લોકો તેમની સ્પષ્ટવક્તાની પ્રશંસા કરી રહ્યા છે, જ્યારે કેટલાકે તેમના નિવેદન પર અલગ-અલગ મત વ્યક્ત કર્યા છે. હાલમાં ગોવિંદાએ સુનીતાના આ તાજેતરના નિવેદન પર કોઈ જાહેર પ્રતિક્રિયા આપી નથી.





