PM મોદીના નેતૃત્વ હેઠળની NDA સરકારે આ મહિને 11 વર્ષ પૂરા કર્યા છે. PM મોદીએ 2014માં પ્રચંડ બહુમતી સાથે સત્તામાં આવ્યા હતા. ત્યારબાદ મોદી સરકારે 2019 અને 2024માં જબરદસ્ત વાપસી કરી છે. આ 11 વર્ષોમાં સરકારે કરેલા કામોનું પ્રસાર પ્રચાર કરવામાં આવી રહ્યું છે. ત્યારે ઈન્સ્ટાગ્રામ @mygovindia પર મોદી સરકારે કરેલા કામોને ગીબલી ફોટોમાં રજૂ કરાયા છે.
ગીબલી ફોટોમાં વિકાસલક્ષી વાત
જે ગીબલી ફોટોમાં ગ્રામીણ ક્ષેત્રે રોડ-રસ્તાની કનેકટીવીટી તેમજ ઉજ્જવલા યોજના, સ્વચ્છ ભારત, આયુષ્માન ભારત યોજના, PM આવાસ યોજના, PM કિશાન યોજના તેમજ જળ જીવન મિશન સહિત યોજના વિશે જાણકારી અપાઈ છે.
PM કિસાન સન્માન નિધિ યોજના
મોદી સરકારે દેશના અર્થતંત્રમાં ઘણા મહત્વપૂર્ણ ફેરફારો લાવ્યા છે, ભારત આજે વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગયું છે. PM કિસાન સન્માન નિધિ યોજના દ્વારા દેશના ખેડૂતોને દર વર્ષે 6,000 રૂપિયાની નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે. લગભગ 9 કરોડ ખેડૂતોને જેનો લાભ મળે છે, જેના પર સરકારે 3.7 લાખ કરોડ રૂપિયા ખર્ચ કર્યા છે

_807c9dce-d27e-4e62-a2e9-1bc9f5efcf08.jpg&w=1200&q=100)



















