Gajkesari Yog: જ્યોતિષશાસ્ત્રમાં ગુરુ અને ચંદ્રની યુતિને અત્યંત શુભ માનવામાં આવે છે. 18 મેની રાત્રે બનતો ગજકેસરી યોગ કેટલીક રાશિઓ માટે કારકિર્દી, ધન, શિક્ષણ અને પારિવારિક જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવી શકે છે. ખાસ કરીને ત્રણ રાશિના જાતકો માટે આ સમય પ્રગતિ અને લાભના નવા માર્ગો ખોલી શકે છે. ગજકેસરી યોગ સૌથી શુભ અને શક્તિશાળી યોગોમાંનો એક માનવામાં આવે છે. આ યોગ વ્યક્તિને બુદ્ધિ, સમૃદ્ધિ, માન-સન્માન અને આર્થિક મજબૂતી તરફ આગળ ધપાવતો ગણાય છે.
ક્યારે બનશે આ યોગ?
18મેની રાત્રે 10:06 વાગ્યે ચંદ્ર વૃષભ રાશિ છોડીને મિથુન રાશિમાં પ્રવેશ કરશે. આ સમયે ગુરુ પહેલેથી જ મિથુન રાશિમાં હોવાથી ગજકેસરી યોગનું નિર્માણ થશે.
આ યોગથી આ ત્રણ રાશિઓને મળશે વિશેષ લાભ
મિથુન રાશિ
આ યોગ તમારી રાશિમાં જ બનવાનો છે. કારકિર્દીમાં ઉન્નતિ, સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા, આર્થિક મજબૂતી અને રોકાણોમાં નફો થવાની પ્રબળ શક્યતા છે. વૈવાહિક જીવનમાં પણ મધુરતા વધશે.
સિંહ રાશિ
ગજકેસરી યોગ તમારા 11મા ભાવમાં બનશે. ઉચ્ચ શિક્ષણમાં સફળતા, પ્રમોશન, કામની મુસાફરીમાં લાભ અને માતા-પિતા સાથે સુખદ સમય વિતાવવાની તક મળશે. નાણાકીય લાભ પણ સારો રહેશે.
આ પણ વાંચો: મેના અંતમાં રાહુનું મહા પરિવર્તન! : આ 3 રાશિવાળા છાપશે ધડાધડ નોટો! બે મહિના સુધી વરસશે અપાર રુપિયા!
મીન રાશિ
યોગ તમારા ચોથા ભાવમાં રચાશે, જે ખુશી અને સુખનું ઘર માનવામાં આવે છે. નાણાકીય સમસ્યાઓનું નિરાકરણ, ઉધારના પૈસા પાછા મળવા, નોકરીમાં બદલાવ અથવા ઉચ્ચ પદ મેળવવાની તક અને શિક્ષણ ક્ષેત્રે સકારાત્મક પરિણામો મળી શકે છે.
જ્યોતિષીઓના મતે આ ગજકેસરી યોગ ઉપરોક્ત ત્રણ રાશિઓ માટે ખાસ કરીને અનુકૂળ સાબિત થશે. આ સમય દરમિયાન શુભ કાર્યો અને નવા પ્રયાસો કરવા અત્યંત ફાયદાકારક રહેશે.
જ્યોતિષ ફળ વ્યક્તિની કુંડળી અનુસાર અલગ-अલગ હોઈ શકે છે. વિગતવાર જાણવા માટે જ્યોતિષીની સલાહ લેવી હિતાવહ છે.





