Home Religion Find Out In Which Direction A Brass Turtle Should Be Placed In The House

કાચબો કરાવશે ફાયદો : જાણો ઘરમાં કઈ દિશામાં રાખવો જોઈએ પિતળનો કાચબો, એક ભૂલથી પડી શકે ઉલટો પ્રભાવ

કાચબો કરાવશે ફાયદો
Published by: OBS Bureau
Last Updated: Jan 14, 2025, 01:30 PM IST

વાસ્તુ માટે કાચબો ખૂબ જ શુભ ગણવામાં આવે છે. પીતળ, ક્રિસ્ટલ અને ચાંદીના પણ કાચબા આવે છે.વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં પિત્તળનો કાચબો રાખવાથી ઘરમાં સકારાત્મકતા જળવાઈ રહે છે. ઘરમાં પિત્તળનો કાચબો રાખવાથી આર્થિક સમસ્યાઓ દૂર થાય છે અને ધન કમાવવાના નવા રસ્તા બને છે. સાથે જ ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે, જેના કારણે ઘરમાં સુખ-સમૃદ્ધિ રહે છે. ઘરમાં પિત્તળનો કાચબો રાખતી વખતે સાચી દિશા અને નિયમોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. આવો, જાણીએ ઘરમાં પિત્તળનો કાચબો રાખવાના નિયમો અને ફાયદા.

પીતળનો કાચબો રાખવાની સાચી દિશા
વાસ્તુ શાસ્ત્રના નિયમ અનુસાર સકારાત્મક ઊર્જા માટે વસ્તુઓને યોગ્ય દિશામાં રાખવાનું ખૂબ જ મહત્વ છે. ઘરમાં પીતળનો કાચબો રાખવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. તે ઘરના સુરક્ષા અને સમૃદ્ધિ પ્રદાન કરે છે. તેને કવચ માનવામાં આવે છે. પીતળ, સોનું કે ચાંદીના કાચબાને ત્તર કે ઉત્તર-પશ્ચિમ દિશામાં રાખવો જોઈએ. ક્રિસ્ટલના કાચબા માટે ઈશાન ખૂણો સૌથી સારો માનવામાં આવે છે.

આ નિયમ ખાસ ધ્યાનમાં રાખો
કાચબાને હંમેશા પાણીમાં રાખવો જોઈએ, જેથી તેના પગ ભીના રહે. દરરોજ પાણી બદલવું પણ જરૂરી છે. કાચબાને એવી જગ્યાએ રાખો જ્યાં તમે ઘણો સમય પસાર કરો છો. કાચબાને ઘરની અંદર મુખ રાખીને મુખ્ય પ્રવેશદ્વાર પાસે રાખી શકાય છે. જો ઘરમાં મંદિર હોય તો કાચબાનું મુખ મંદિર તરફ રાખવું. આ કાચબાને યોગ્ય વાતાવરણ પૂરું પાડે છે. પાણી બદલવાથી સ્વચ્છતા જળવાઈ રહે છે અને રોગોથી બચાવેછે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ પર આધારિત છે. OffBeatStories તેની પુષ્ટિ નથી કરતું. અમલમાં મુકતા પહેલા વિશેષજ્ઞો પાસેથી સલાહ જરૂરથી લો.)

Disclaimer ( અસ્વીકરણ ) : અહીં આપેલી માહિતી સામાન્ય માન્યતાઓ, જ્યોતિષ, કેલેન્ડર, ધાર્મિક ગ્રંથો વગેરે પર આધારિત છે. અહીં આપેલી માહિતી અને તથ્યોની ચોકસાઈ અથવા સંપૂર્ણતા માટે Offbeat Stories જવાબદાર નથી.
joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now