FIFA World Cup 2026 final: 20 જુલાઈની રાત્રે ફીફા વર્લ્ડ કપ 2026નો ચેમ્પિયન મળી જશે. આ ખિતાબી જંગમાં લિઓનલ મેસ્સીની આર્જેન્ટિના અને યુરોપિયન ચેમ્પિયન સ્પેને જગ્યા બનાવી છે. આ બંને મજબૂત ટીમો વચ્ચે રમાનારી ફાઇનલને લઈને ફેન્સનો ક્રેઝ સાતમા આસમાને છે. મેટલાઇફ સ્ટેડિયમમાં યોજાનારા આ મહામુકાબલાએ અમેરિકામાં ટિકિટ રીસેલ (ફરીથી વેચાણ)ના ઇતિહાસના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે.
ટિકિટ રીસેલ માર્કેટપ્લેસ 'ટિકપિક' (TickPick)ના જણાવ્યા અનુસાર, આ મેચ અમેરિકન રમતગમતના ઇતિહાસની અત્યાર સુધીની સૌથી મોંઘી ઇવેન્ટ બની ગઈ છે. ફેન્સ આ મુકાબલો જોવા માટે પાણીની જેમ પૈસા વહાવી રહ્યા છે. ખરીદદારોએ સરેરાશ 11,327 ડૉલર (આશરે 11 લાખ રૂપિયા) પ્રતિ ટિકિટ ચૂકવ્યા છે. જો સરેરાશ કિંમતોની વાત કરીએ તો, આ વર્લ્ડ કપ ફાઇનલ પહેલા અમેરિકાની સૌથી મોંઘી સ્પોર્ટ્સ ઇવેન્ટ 2024ની 'સુપર બાઉલ' હતી, જ્યાં ટિકિટની સરેરાશ કિંમત 9,411 ડૉલર હતી.
47,00,00,000ની માત્ર એક ટી-શર્ટ! : આ જર્સીની કહાની જાણીને તમે પણ થઈ જશો આશ્ચર્યચકિત
સૌથી મોંઘી ટિકિટ
સ્ટેડિયમના ખાસ સેક્શન (115A) માટે એક ટિકિટની કિંમત 28,479 ડૉલર (આશરે 27 લાખ રૂપિયા) સુધી પહોંચી ગઈ છે. આ એ જ જગ્યા છે જે બેસવાની પ્રીમિયમ અથવા ઉચ્ચ શ્રેણીમાં આવે છે.
સૌથી સસ્તી ટિકિટ
આશ્ચર્યની વાત એ છે કે રીસેલ માર્કેટમાં સૌથી સસ્તી ટિકિટ પણ 6,943 ડૉલર (આશરે 6.7 લાખ રૂપિયા) માં મળી રહી છે.
વર્લ્ડ કપમાં આજે ફ્રાન્સ-ઈંગ્લેન્ડ વચ્ચે બ્રોન્ઝ માટે જંગ : એમબાપ્પેની નજર ઐતિહાસિક સિદ્ધિ પર
પ્રાઇઝ મનીએ પણ તોડ્યો રેકોર્ડ
આ વખતે ફીફા વર્લ્ડ કપમાં મળનારી પ્રાઇઝ મનીએ (ઇનામી રકમ) ભૂતકાળના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. વર્ષ 2022ના કતાર વર્લ્ડ કપની સરખામણીમાં આ વખતે 50% વધુ ઇનામી રકમ આપવામાં આવી રહી છે.
વિજેતા ટીમ: આશરે 420 કરોડ રૂપિયા (50 મિલિયન ડૉલર) મળશે.
રનર્સ-અપ (હારનાર) ટીમ: આશરે 277 કરોડ રૂપિયા (33 મિલિયન ડૉલર) આપવામાં આવશે.
હેડ-ટુ-હેડ રેકોર્ડ દર્શાવે છે કે ફાઇનલ રોમાંચક રહેશે
જો સ્પેન અને આર્જેન્ટિના વચ્ચેના જૂના આંતરરાષ્ટ્રીય મુકાબલાઓનો ઇતિહાસ જોઈએ, તો બંને ટીમો વચ્ચે હંમેશા કાંટાની ટક્કર રહી છે. બંને દિગ્ગજ ટીમો અત્યાર સુધી આંતરરાષ્ટ્રીય ફૂટબોલ મેચોમાં કુલ 14 વખત સામસામે આવી છે, જ્યાં બંનેનું પલ્લું સંપૂર્ણપણે બરાબર રહ્યું છે.
ભારતને અંડર-19 વર્લ્ડ કપ જીતાડનાર ક્રિકેટરની શ્રીલંકામાં ધરપકડ : મેચ ફિક્સિંગનો લાગ્યો છે આરોપ
ટીમ | જીત | હાર | ડ્રો |
આર્જેન્ટિના | 6 મેચ | 6 મેચ | 2 મેચ |
સ્પેન | 6 મેચ | 6 મેચ | 2 મેચ |
આ આંકડાઓ પરથી સ્પષ્ટ થાય છે કે મેદાન પર બંને ટીમો સમાન શક્તિશાળી છે અને 20 જુલાઈએ યોજાનારી આ ફાઇનલમાં બંને ટીમો વચ્ચે અત્યંત રોમાંચક મુકાબલો જોવા મળશે.
યામાલ અને મેસ્સી પર દરેકની નજર રહેશે
આ મુકાબલો દુનિયાની બે સર્વશ્રેષ્ઠ ટીમો વચ્ચે છે. એક તરફ વર્તમાન વિશ્વ વિજેતા આર્જેન્ટિના છે, તો બીજી તરફ યુવા સિતારાઓથી સજ્જ યુરોપિયન ચેમ્પિયન સ્પેનની ટીમ છે. લિઓનલ મેસ્સી કેપ્ટન તરીકે સતત બે ફીફા વર્લ્ડ કપ ટાઇટલ જીતનાર વિશ્વનો પ્રથમ ખેલાડી બની શકે છે, જ્યારે સ્પેનના યુવા સ્ટાર લામીન યામાલ પાસે પેલે પછી વર્લ્ડ કપ ફાઇનલ રમનાર અને જીતનાર બીજા સૌથી યુવા ખેલાડી બનવાની સુવર્ણ તક છે.





