Home Education/Career Education News Ugc Guidelines To Stop Raging In Colleges And University Higher Education

UGC NEW GUIDELINES FOR ANTI RAGING : હવે કોઈ કોલેજમાં જુનિયર્સની રેગિંગ કરવામાં આવી તો ખેર નહીં!

UGC NEW GUIDELINES FOR ANTI RAGING
Published by: OBS Bureau
Last Updated: Jan 29, 2025, 06:57 PM IST

UGC એ ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં રેગિંગની ઘટનાને અટકાવવા માટે નવા નિયમો બનાવ્યા છે.  વિદ્યાર્થીઓની સલામતીને પ્રાધાન્ય આપતા, ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં રેગિંગને રોકવા માટે કડક સૂચના આપવામાં આવી છે. આ નિયમો અનુસાર, બધી સંસ્થાઓએ રેગિંગની ઘટનાઓને અટકાવવા માટે જરૂરી પગલા લેવા પડશે. જો કોઈ સંસ્થા આ નિયમોનું પાલન કરતી નથી, તો તેના પર કડક કાર્યવાહી કરવામાં આવશે.

વિદ્યાર્થીઓ હેલ્પલાઈન નંબર પર ફરિયાદ કરી શકશે

UGC વિદ્યાર્થીઓ માટે હેલ્પલાઈન નંબર રજૂ કર્યો છે. જો કોઈ સિનિયર જુનિયર વિદ્યાર્થીને હેરાન કરે છે, તો તેઓ હેલ્પલાઈન નંબર અથવા ઈ-મેઈલ મારફતે ફરિયાદ કરી શકે છે. આ સિવાય રેગિંગ કરવું એક ગંભીર ગુનો છે, અને તેનાથી પીડિત વિદ્યાર્થીને માનસિક પીડામાંથી પસાર થવું પડે છે. આ વાત સમજાવવા માટે કોલેજોમાં વર્કશોપ કે સેમિનારોનું આયોજન કરવું.  UGCના કહેવા મુજબ જુનિયર અને સીનિયર વિદ્યાર્થીઓ વચ્ચે સારી મિત્રતા કેળવાય તેવા પ્રયાસો કરવામાં આવશે, જેના કારણે રેગિંગની ઘટનાઓ ઘટી શકે. આ માટે કોલેજોને સૂચના આપવામાં આવી છે.

યુનિવર્સિટી-કોલેજોએ કડકાઈથી નિયમોનું પાલન કરવું પડશે

આ સિવાય, જો કોઈ વિદ્યાર્થીના આપઘાતની ઘટના સામે આવેતો તેને નજરઅંદાજ કરવામાં આવશે નહીં. બાળકોની સમસ્યાઓને સમજવા અને તેને દૂર કરવા માટે કાનૂની નિષ્ણાતોની મદદ લઈ વિશેષ સમિતિઓ બનાવવામાં આવશે. જો કોઈ સંસ્થા આ નિયમોનું પાલન કરતી નથી, તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. યુનિવર્સિટીઓ અને કોલેજ કેમ્પસમાં એન્ટિ -રેગિંગ પોસ્ટરો અને CCTV  લગાવવાના આદેશ આપવામાં આવ્યા છે. કોલેજો પાસે અપેક્ષા રાખવામાં આવી રહી છે કે રેગિંગની ઘટનાઓને અટકાવવા માટે પ્રયત્નો કરવામાં આવે. વિદ્યાર્થીઓ માટે સલામત અને સકારાત્મક વાતાવરણમાં ભયમુક્ત થઈને અભ્યાસ કરી શકે તેના માટે આ પ્રયાસો કરવામાં આવ્યા છે.

UGC એન્ટી રેગિંગ નોટિફિકેશનUGC ANTI RAGGING

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now