Home Gujarat Ahmedabad Ed Raid Gujarat Congress Demands Probe Drugs Hawala Links

ગુજરાતમાં EDના દરોડાથી રાજકારણ ગરમાયું : ડ્રગ્સના કાળા કારોબાર મુદ્દે કોંગ્રેસના ભાજપ સરકાર પર આકરા પ્રહાર

Ahmedabad News
Published by: Viral Patel
Last Updated: Jun 05, 2026, 12:50 PM IST

Ahmedabad News: ગુજરાતમાં તાજેતરમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા ફાર્મા કંપનીઓ પર પાડવામાં આવેલા દરોડાને પગલે રાજ્યનું રાજકારણ ગરમાયું છે. આ મુદ્દે વિપક્ષ કોંગ્રેસે શાસક પક્ષ ભાજપને આડે હાથ લેતા ગંભીર સવાલો ઉઠાવ્યા છે અને સમગ્ર મામલામાં રાજકીય આશીર્વાદ હોવાનો આક્ષેપ કર્યો છે.

ચોમાસા પહેલાં AMCની સર્જિકલ સ્ટ્રાઈક! : હવે નહીં ચાલે ખાડા અને ખોદકામનો ખેલ, 'ખાડા પુરો, નહીં તો કાર્યવાહી માટે તૈયાર રહો'

ફાર્માના હબ સમાન ગુજરાત પર ડ્રગ્સનો કલંક

કોંગ્રેસે પ્રતિક્રિયા આપતા જણાવ્યું છે કે, ગુજરાત સમગ્ર દેશમાં ફાર્મા ઉત્પાદન ક્ષેત્રે અવ્વલ નંબરે છે. રાજ્યના વિકાસમાં ફાર્મા ઉદ્યોગનું મોટું યોગદાન છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી કેટલીક ફાર્મા કંપનીઓના કારણે આ ગૌરવવંતા ઉદ્યોગ પર કલંક લાગી રહ્યો છે. કાયદેસરની દવાઓ બનાવવાની આડમાં અનેક કંપનીઓમાં ડ્રગ્સનો કાળો કારોબાર ધમધમી રહ્યો છે, જે અત્યંત ચિંતાજનક બાબત છે. કોંગ્રેસ પ્રવક્તાએ જણાવ્યું હતું કે જે કંપનીઓએ કેપ્સ્યુલ અને ટેબ્લેટ બનાવીને લોકોના જીવ બચાવવાના હોય, તે હવે નશીલા પદાર્થો બનાવીને યુવાધનને બરબાદ કરી રહી છે."

સુરતથી સાણંદ અને આંતરરાષ્ટ્રીય હવાલા કાંડ

કોંગ્રેસે સુરત, અંકલેશ્વર, સાણંદ અને ચાંગોદર જેવા ઔદ્યોગિક વિસ્તારોનો ઉલ્લેખ કરતા કહ્યું કે, આ વિસ્તારોમાં આવેલી કેટલીક કંપનીઓ માત્ર ડ્રગ્સ રેકેટમાં જ નહીં, પરંતુ આંતરરાષ્ટ્રીય હવાલા કાંડમાં પણ સંડોવાયેલી છે. હાલમાં જ ED દ્વારા રાજકોટના હડમતાળા ઇન્ડસ્ટ્રિયલ એરિયામાં આવેલી એક કંપની પર દરોડા પાડીને નાણાકીય વ્યવહારોની સઘન ચકાસણી શરૂ કરવામાં આવી છે.

નરોડા GIDC માં લાગી ભયનાક આગ : કેમિકલ કંપનીમાં થયો હતો બ્લાસ્ટ; 2 કર્મચારી ઈજાગ્રસ્ત

ભાજપના નેતા સાથે કનેક્શન હોવાનો આક્ષેપ

પ્રાથમિક માહિતી અને સૂત્રોના હવાલાથી કોંગ્રેસે મોટો દાવો કર્યો છે કે, જે કંપની પર EDની તવાઈ આવી છે, તેના માલિકોના ભાજપના એક દિગ્ગજ નેતા સાથે ખૂબ જ નજીકના સંબંધો છે. કોંગ્રેસે સરકાર સામે સીધા તીખા પ્રશ્નો પૂછ્યા છે. છેલ્લા ૧૦ વર્ષથી ચાલતી આ કંપનીમાં કોના આશીર્વાદથી આ ગેરકાયદે ધંધો ચાલતો હતો? ડ્રગ્સનો આટલો મોટો વેપલો કોના પ્રોટેક્શન હેઠળ થઈ રહ્યો હતો? આ કાળા કારોબારમાં કયા નેતાની ભાગીદારી છે કે કયા મોટા માથા સાથે સંબંધો છે, તેની તટસ્થ તપાસ થશે ખરી?

જૂની તપાસો માત્ર નાટક? કોંગ્રેસની સત્તાવાર માંગ

કોંગ્રેસે ભૂતકાળના કિસ્સાઓ યાદ અપાવતા સવાલ કર્યો છે કે, અગાઉ અંકલેશ્વર, ચાંગોદર અને પાદરાની ફાર્મા કંપનીઓમાંથી જે ડ્રગ્સ ઝડપાયું હતું, તે તપાસોમાં નામે શું વળ્યું? શું એ તપાસો માત્ર દેખાવ પૂરતી જ હતી? કોંગ્રેસે સ્પષ્ટ શબ્દોમાં માંગ કરી છે કે જો સરકારની 'નીતિ અને નિયત' સાફ હોય, તો આ સમગ્ર ડ્રગ્સ અને હવાલા નેટવર્કમાં કયા રાજકીય આકાઓના કનેક્શન છે તેની ઊંડાણપૂર્વક તપાસ થવી જોઈએ અને અસલી ગુનેગારોને જેલના સળિયા પાછળ ધકેલવા જોઈએ.

ઓવરસ્પીડિંગનો કહેર : અમદાવાદના રાણીપમાં મોડી રાત્રે પૂરપાટ દોડતી કાર કેનાલમાં ખાબકી, બે યુવકો ઘાયલ


joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now