Home Religion Donate These Five Things On Vasant Panchami

વસંત પંચમીનો મહિમા : વસંત પંચમીએ કરો આ પાંચ વસ્તુઓનું દાન, ધન-ધાન્ય મળવાની છે માન્યતા...

વસંત પંચમીનો મહિમા
Published by: OBS Bureau
Last Updated: Jan 30, 2025, 03:30 AM IST

વસંત પંચમીને વણજોયું મૂહુર્ત ગણવામાં આવે છે. લગ્ન કે કોઈ પણ શુભ પ્રસંગ માટે વસંત પંચમી ખૂબ જ શુભ માનવામાં આવે છે. માન્યતા છે કે, વસંત પંચમી પર કેટલીક વસ્તુઓનું દાન કરવાથી મા સરસ્વતીની કૃપા અને જીવનમાં ખુશહાલી આવે છે. આ દિવસે મા સરસ્વતીની પૂજા કરવામાં આવે છે. હિંદૂ ધર્મની માન્યતાઓ અનુસાર આ દિવસ માતા સરસ્વતીની પૂજાની સાથે કેટલીક વસ્તુઓનું દાન કરવાથી જીવનમાં સુખ-સંપદાનું આગમન થાય છે.

1. અન્ન
વસંત પંચમી પર અન્નનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. માન્યતા છે કે, ગરીબ કે જરૂરીયાતમંદ લોકોને અન્નનું દાન કરવાથી ઘરના ભંડાર ખાલી નથી થતા. જીવન ધન-ધાન્યથી પરિપૂર્ણ રહે છે.

2. પીળી વસ્તુઓનું દાન
વસંત પંચમીએ પીળો રંગ પહેરવાનું અને પીળી વસ્તુઓનું દાન કરવાની ખાસ મહત્વ છે. માન્યતા છે કે, સરસ્વતીજીને પીળો રંગ પ્રિય છે. વસંત પંચમી પર પીળી વસ્તુઓનું દાન કરવાથી સુખ-સમૃદ્ધિનું આગમન થાય છે.

3. ધન
વસંત પંચમી પર તમારી કમાણીમાંથી કેટલોક હિસ્સો ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને દાન કરવું જોઈએ. માન્યતા એવી પણ છે કે, મા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને જીવનમાં આર્થિક ખુશહાલી આવે છે.

4. શિક્ષા સંબંધી વસ્તુઓ
વસંત પંચમી પર શિક્ષા સાથે જોડાયેલી વસ્તુઓનું દાન કરવું શુભ માનવામાં આવે છે. બુક, પેન, પેન્સિલ જેવી વસ્તુઓનું દાન કરવાથી માતા સરસ્વતી પ્રસન્ન થાય છે અને વિદ્યા પ્રદાન કરે છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ નથી કરતા)

Disclaimer ( અસ્વીકરણ ) : અહીં આપેલી માહિતી સામાન્ય માન્યતાઓ, જ્યોતિષ, કેલેન્ડર, ધાર્મિક ગ્રંથો વગેરે પર આધારિત છે. અહીં આપેલી માહિતી અને તથ્યોની ચોકસાઈ અથવા સંપૂર્ણતા માટે Offbeat Stories જવાબદાર નથી.
joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now