Home Religion Do This On Bhishma Dwadashi

ભીષ્મ દ્વાદશીએ કરો આટલું : આ દિવસે વ્રત અને પૂજા કરવાથી દૂર થાય છે પિતૃદોષ

ભીષ્મ દ્વાદશીએ કરો આટલું
Published by: OBS Bureau
Last Updated: Feb 07, 2025, 03:00 AM IST

મહાભારતનું એવું પાત્ર જેનો સૌ કોઈ આદર કરતા હતા તે હોય તો ભીષ્મ. પિતામહના નામથી જાણીતા થયેલા ભીષ્મનું જીવન આદર્શ હતું. મહાભારતના અનુસાર, ભીષ્મ પિતામહ 58 દિવસો સુધી બાણશૈયા પર રહ્યા હતા. જ્યારે તેમણે જોયું કે હસ્તિનાપુર સુરક્ષિત છે તો મહા મહિનાની શુક્લ પક્ષની અષ્ટમીએ તેમણે પ્રાણ ત્યાગી દીધા. આ મહિના જ બારસે પાંડવોએ તેમનું તર્પણ અને પિંડદાન કર્યું હતું. આ દિવસે ભીષ્મ બારસનું વ્રત કરવામાં આવે છે. આ વખતે આ તિથિ નવ ફેબ્રુઆરીએ છે. જાણો આ દિવસે વ્રત કેવી રીતે કરવામાં આવે છે.

ભીષ્મ બારસ 2025ના શુભ મુહૂર્ત
- સવારે ૦૮:૩૦ થી ૦૯:૫૩
- સવારે ૦૯:૫૩ થી ૧૧:૧૭ સુધી
- બપોરે ૧૨:૧૮ થી ૦૧:૦૩ વાગ્યા સુધી
- ૦૨:૦૪ થી ૦૩:૨૮ વાગ્યા સુધી

આવી રીતે કરો વ્રત
જો આ દિવસે તમે વ્રત કરવા માંગો છો તો વહેલા ઉઠીને હાથમાં પાણી અને ચોખા લઈને સંકલ્પ લો. ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીની પૂજા કરો. ફળ, પંચામૃત, સોપારી, પાન, દૂર્વા જેવી વસ્તુઓ ધરાવો. ભગવાનને ઘરે બનેલા પકવાનનો ભોગ ધરાવો. બ્રાહ્મણોને દાન-દક્ષિણા આપો. માન્યતા છે કે આ દિવસે પવિત્ર નીદમાં સ્નાન કરવાથી તમામ મનોકામના પુરી થાય છે. તર્પણ કરવાથી પિતૃઓની આત્માને શાંતિ મળે છે.

આ ઉપાય કરો
આ દિવસે ઓમ મનો નારાયણાય નમઃ જેવા નામથી ભગવાન નારાયણનો જાપ કરવો જોઈએ. આવું કરવાથી તમામ પાપનો નાશ થાય છે. અને પિતૃઓની આત્માને શાંતિ મળે છે. આ દિવસે ગાયને લીલો ચારો ખવડાવો, માછલીઓને લોટની ગોળીઓ ખવડાવો. પક્ષીઓ માટે દાણા અને પાણી રાખો. જરૂરિયાત મંદ લોકોને ભોજન, કપડાં વગેરેનું દાન કરો.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. OFFBeat Stories આની પુષ્ટિ કરતું નથી.)

Disclaimer ( અસ્વીકરણ ) : અહીં આપેલી માહિતી સામાન્ય માન્યતાઓ, જ્યોતિષ, કેલેન્ડર, ધાર્મિક ગ્રંથો વગેરે પર આધારિત છે. અહીં આપેલી માહિતી અને તથ્યોની ચોકસાઈ અથવા સંપૂર્ણતા માટે Offbeat Stories જવાબદાર નથી.
joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now