ઘરમાં વસ્તુ અહીં તહીં રાખવી અને ખાસ કરીને કપડા અને વસ્તુઓે દરવાજા પાછળ આવીને ટીંગાડી જેવી લગભગ દરેક ભારતીયની આદત હોય છે. સામાન્ય લાગતી આ આદતો વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે ગેરફાયદો કરાવે તેવી હોય છે. જો તમને આ આદત હોય તો, તમારે તેને તરત જ સુધારવી જોઈએ. કારણ કે આવું વાસ્તુ શાસ્ત્રના અનુસાર શુભ નથી માનવામાં આવતુ્ં. જેની અસર તમારી આર્થિક સ્થિતિ પર પડી શકે છે.
જો તમે તમારું અને તમારા પરિવારનું ભલું ઈચ્છો છો તો, આ આદતને આજે જ ત્યાગી દો. જે ઘરમાં લોકો આ કામ કરે છે, તે લોકોને સફળતા મેળવવા માટે વધુ મહેનત કરવી પડી શકે છે. દરવાજાના ઉપરના ભાગના સ્થાનને માતા લક્ષ્મીનું સ્થાન માનવામાં આવે છે. એટલે દરવાજા પાછળ કપડા ન રાખવા જોઈએ.
વાસ્તુ શાસ્ત્ર મુજબ દરવાજા પાછળ કપડા રાખવું અશુભ માનવામાં આવે છે. આ પ્રથા ઘરના ઊર્જા પ્રભાવ પર નકારાત્મક અસર પાડે છે. દરવાજા પાછળ કપડા ટાંગવાથી સકારાત્મક ઊર્જાનો પ્રવાહ અટકાય છે અને તે ઘરના વિકાસ અને શાંતિમાં અવરોધ પેદા કરે છે.તે સિવાય, દરવાજા પાછળ કપડા રાખવાથી ઘરમાં અવ્યવસ્થિતતા લાગે છે, અને તે માનસિક તણાવ પણ વધારી શકે છે. વાસ્તુ શાસ્ત્ર ઘરના દરવાજાને ખુલ્લું અને અવરોધમુક્ત રાખવાનું મહત્વ આપે છે જેથી સકારાત્મક ઊર્જાનો પ્રવાહ સચવાય.
(Disclaimer: અહીં આપવામાં આવેલી તમામ માહિતી સામાન્ય જાણકારી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ નથી કરતા. કોઈ પણ સૂચન અમલમાં મુકતા પહેલા એક્સપર્ટની સલાહ લો)





















