પ્રદર્શનથી દૂર રહેવા દિલજીત દોસાંઝે કેમ કરી અપીલ?
પંજાબી સિંગર અને અભિનેતા Diljit Dosanjhએ દિલ્હીના જંતર-મંતર પર ચાલી રહેલા Cockroach Janata Party (CJP)ના વિરોધ પ્રદર્શન અંગે પોતાની પ્રતિક્રિયા આપી છે. ઇન્સ્ટાગ્રામ લાઇવ દરમિયાન તેમણે સ્પષ્ટ કહ્યું કે તેઓ માત્ર એક કલાકાર છે અને તેમને રાજકારણ કે કોઈપણ પ્રકારના પ્રદર્શન સાથે જોડવામાં ન આવે.
'હું માત્ર કલાકાર છું'
તાજેતરમાં ઇન્સ્ટાગ્રામ લાઇવ દરમિયાન એક ચાહકે Diljit Dosanjhને જંતર-મંતર પર ચાલી રહેલા વિરોધ પ્રદર્શન અંગે સવાલ પૂછ્યો હતો. તેના જવાબમાં તેમણે કહ્યું કે તેઓ કોઈ રાજકીય નેતા નથી અને આવા મુદ્દાઓથી દૂર રહેવા માંગે છે. તેમણે વધુમાં ઉમેર્યું કે લોકો તેમના વિશે શું વિચારે છે તે તેમની ચિંતા નથી. તેઓ પોતાને માત્ર મનોરંજનની દુનિયા સુધી જ સીમિત રાખવા માંગે છે.
વિવાદ પર સીધું બોલવાનું ટાળ્યું
લાઇવ દરમિયાન Diljit Dosanjhએ ગુરુ ગ્રંથ સાહિબની પંક્તિનો ઉલ્લેખ કરીને કહ્યું કે દુનિયામાં બધું ક્યારેય સંપૂર્ણ રીતે ઠીક થઈ શકતું નથી. તેમણે હળવા અંદાજમાં કહ્યું કે જે લોકો પ્રદર્શન કરી રહ્યા છે અને જેમના વિરુદ્ધ પ્રદર્શન થઈ રહ્યું છે, બંનેને તેમની શુભેચ્છાઓ છે.
CJP શું માંગ કરી રહી છે?
Cockroach Janata Party (CJP) છેલ્લા કેટલાક દિવસોથી NEET પરીક્ષામાં થયેલી ગેરરીતિઓ અને પેપર લીક મુદ્દે દિલ્હીના જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન કરી રહી છે. પ્રદર્શનકારીઓ કેન્દ્રના શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ કરી રહ્યા છે.
ખેડૂત આંદોલનમાં કર્યો હતો ખુલ્લો સમર્થન
Diljit Dosanjhનું આ નિવેદન સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર ઘણા લોકોએ યાદ અપાવ્યું કે વર્ષ 2020-21 દરમિયાન તેમણે ખેડૂત આંદોલનનું ખુલ્લેઆમ સમર્થન કર્યું હતું. તે સમયે તેઓ દિલ્હી બોર્ડર પર પ્રદર્શન સ્થળે પણ પહોંચ્યા હતા અને ખેડૂતોને આર્થિક મદદ પણ કરી હતી. જોકે છેલ્લા કેટલાક સમયથી Diljit Dosanjh જાહેરમાં રાજકીય મુદ્દાઓ પર ટિપ્પણી કરવાનું ટાળી રહ્યા છે. તેમણે અગાઉ પણ સ્પષ્ટ કર્યું હતું કે તેઓ રાજકારણમાં આવવાની કોઈ યોજના ધરાવતા નથી.





