Home Religion Dharma Holi 2025 When Holi And Dhuleti Will Celebrate In India

બસ હવે આવ્યો હોળી-ધૂળેટીનો પર્વ : કયારે છે હોલિકા દહન અને ક્યારે છે ધૂળેટી?

બસ હવે આવ્યો હોળી-ધૂળેટીનો પર્વ
Published by: OBS Bureau
Last Updated: Feb 10, 2025, 08:05 PM IST

ફાગણી પૂનમે હોલિકા દહનનો પર્વ મનાવવામાં આવે છે, હોલિકા દહનનો બીજો દિવસ ધૂળેટી તરીકે ઉજવવામાં આવે છે. ધૂળેટી એ ગુલાલ અને રંગોનો તહેવાર છે. હોલિકા દહનને અસત્ય પર સત્યના વિજયના પ્રતિક તરીકે જોવામાં આવે છે. બીજીતરફ ધૂળેટીને શ્રીકૃષ્ણ અને રાધાના પ્રેમનું પ્રતિક છે. ત્યારે જાણીએ આ વખતે હોળી ક્યારે છે અને ધૂળેટી ક્યારે છે.

હોલિકા દહન 13 માર્ચ,2025 ગુરુવારે છે... ધૂળેટી 14 માર્ચ,2025 શુક્રવારે છે. 13 માર્ચે રાત્રે 11.26 કલાકથી મદ્યરાત્રે 12.30 કલાક સુધી હોલિકા દહનનું મુહૂર્ત છે. ફાગણ પૂર્ણિમાની તિથિની શરૂઆત 13 માર્ચની સવારે વાગ્યાને 35 મિનિટ પર થશે, 14 માર્ચ 12 વાગ્યાને 23 મિનિટ પર તિથિ પૂર્ણ થશે.

વ્રજમાં કેવી રીતે મનાવાય છે હોળી?

હોળી રંગોના તહેવાર તરીકે પણ ઓળખાય છે, ભગવાન શ્રીકૃષ્ણને રંગવાળી ધૂળેટી અત્યંત પ્રિય હતી. આ જ કારણથી દેશ-વિદેશમાં ધામધૂમથી રંગોનો પર્વ મનાવવામાં આવે છે. વાત રંગોના પર્વની આવે ત્યારે વ્રજની હોળી નજર સમક્ષ પહેલા આવી જાય છે. વ્રજની હોળી 40 દિવસ સુધી મનાવવામાં આવે છે. આ સિવાય ફૂલો અને લઠ્ઠમાર હોળી પણ રમવામાં આવે છે.

બાંકે બિહારી મંદિરમાં હોળી ક્યારે?

વૃંદાવનમાં બાંકે બિહારી મંદિરમાં 12 માર્ચ 2025એ હોળી મનાવવામાં આવશે. બરસાનામાં 8 માર્ચે અને નંદગાવમાં 9 માર્ચે લઠ્ઠમાર હોળી મનાવવામાં આવશે.

હોળીને કેમ ધૂળેટી તરીકે મનાવવામાં આવે છે?

હોળીના તહેવારોમાં રંગોનો ઉપયોગ તો ઘણા વર્ષો બાદ થવા લાગ્યો, પ્રાચીનકાળમાં હોળી ધૂળ-માટીથી રમાતી હતી, શ્રી હરિએ ત્રેતાયુગના પ્રારંભમાં ધળી વંદન કર્યુ હતું. ધૂળ વંદન અર્થાત એકબીજા પર ધૂળ લગાડવી, આ જ કારણથી આ પર્વને ધૂળેટી પણ કહેવાય છે.

કેમ મનાવાય છે રંગવાળી હોળી?

રંગવાળી હોળી પર્વ મનાવવાનો ઉદ્દેશ મનની કડવાશને મિટાવી પ્રેમ ભરવાનો છે. હોળીના રંગ નીરસ જીવનમાં રંગ ભરે છે અને જીવનમાં સકારાત્મકતા લાવે છે. આ દિવસે બધા લોકો મતભેદ ભૂલાવીને રંગોનો તહેવાર મનાવે છે, એકબીજાને રંગ લગાવીને હોળીની શુભકામના પાઠવે છે.

Disclaimer ( અસ્વીકરણ ) : અહીં આપેલી માહિતી સામાન્ય માન્યતાઓ, જ્યોતિષ, કેલેન્ડર, ધાર્મિક ગ્રંથો વગેરે પર આધારિત છે. અહીં આપેલી માહિતી અને તથ્યોની ચોકસાઈ અથવા સંપૂર્ણતા માટે Offbeat Stories જવાબદાર નથી.
joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now