Home Religion Dharma Ganesh Chaturthi 2025 Lord Ganesh Bhog

Ganesh Chaturthi 2025 : ગણેશ ચતુર્થીએ અજમાવો આ ખાસ ભોગ, થશે ખુશ બાપ્પા

Ganesh Chaturthi 2025
Published by: OBS Bureau
Last Updated: Aug 25, 2025, 11:42 AM IST

Ganesh Chaturthi 2025: ગણપતિ બાપ્પાના આગમનના સમાચારથી જ લોકો ઉત્સાહથી ભરાઈ ગયા છે. દરેક ઘર આનંદ, સજાવટ અને સ્વાદિષ્ટ વાનગીઓની સુગંધથી ભરાઈ ગયું છે. આ વર્ષે ગણેશ ચતુર્થી 27 ઓગસ્ટના રોજ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવશે. સમગ્ર ભારતમાં ઉજવાતો આ તહેવાર મહારાષ્ટ્રના ખાસ તહેવારોમાંનો એક છે. ગણપતિ બાપ્પાના સ્વાગત માટે મહારાષ્ટ્રમાં ખાસ તૈયારીઓ કરવામાં આવે છે. ત્યાંની કેટલીક વાનગીઓ એટલી સ્વાદિષ્ટ હોય છે કે તેને બનાવ્યા કે ખાધા વિના તહેવાર અધૂરો લાગે છે. તો ચાલો ગણેશ ચતુર્થી નિમિત્તે મહારાષ્ટ્રમાં બનતી કેટલીક ખાસ વાનગીઓ વિશે જાણીએ..

ગણેશ ચતુર્થીના તહેવાર પર મહારાષ્ટ્રમાં બનતી કેટલીક ખાસ વાનગીઓ જાણીએ કે જે તમે ઘરે પણ સરળતાથી બનાવી શકો છો. ચાલો જાણીએ અમુક મહારાષ્ટ્રીયન વાનગી વિશે જાણીએ...

  • થાલીપીઠ: થાલીપીઠ એ એક સ્વાદિષ્ટ મલ્ટીગ્રેન રોટલી છે જે બાજરી, જુવાર અને ઘઉં જેવા વિવિધ લોટમાંથી બનાવવામાં આવે છે. તેમાં જીરું, ધાણા અને લીલા મરચાં ઉમેરવામાં આવે છે. તે સામાન્ય રીતે માખણ અથવા દહીં સાથે પીરસવામાં આવે છે.

  • બટાટા ભાજી: બટાટા ભાજી એક પરંપરાગત મહારાષ્ટ્રીયન વાનગી છે, જે સરસવ, મીઠા લીમડાના પાન, હળદર અને બટાટા સાથે રાંધવામાં આવે છે. આ એક સરળ પણ સ્વાદિષ્ટ રેસીપી છે, જેને તમે તહેવારો પર ખાસ બનાવી શકો છો.

  • મસાલા ભાત: મસાલા ભાત એક મસાલેદાર ભાતની રેસીપી છે જે સુગંધિત મસાલા, શાકભાજી અને શેકેલા મગફળીથી બને છે. આ એક એવી રેસીપી છે જે ફક્ત એક જ વાસણમાં સરળતાથી બનાવી શકાય છે. તે માત્ર સ્વાદિષ્ટ જ નથી પણ હેલ્થ માટે પણ ફાયદાકારક છે.

  • આમ્રખંડ: આમ્રખંડ એક મીઠી અને ક્રીમી મીઠાઈ છે જે દહીં અને કેરીના પલ્પમાંથી બને છે. તે પરંપરાગત શ્રીખંડની એક વિવિધતા છે, જેમાં કેરી ઉમેરવામાં આવે છે જેથી તે વધુ સ્વાદિષ્ટ બને.

Disclaimer ( અસ્વીકરણ ) : અહીં આપેલી માહિતી સામાન્ય માન્યતાઓ, જ્યોતિષ, કેલેન્ડર, ધાર્મિક ગ્રંથો વગેરે પર આધારિત છે. અહીં આપેલી માહિતી અને તથ્યોની ચોકસાઈ અથવા સંપૂર્ણતા માટે Offbeat Stories જવાબદાર નથી.
joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now