Home Religion Daily Horoscope Rashifal 3 December 2025 Zodiac Signs Prediction Career Money Health

રાશિફળ 3 ડિસેમ્બર 2025 : જાણો તમામ રાશિના જાતકોનો કેવો રહેશે આજનો દિવસ

રાશિફળ 3 ડિસેમ્બર 2025
Published by: Offbeat Team
| Last Updated: Dec 03, 2025, 01:30 AM IST

બુધવાર એટલે કે 3 ડિસેમ્બર 2025 નો દિવસ ગ્રહોની સ્થિતિ મુજબ તમામ બાર રાશિઓ માટે કેવો રહેશે તે જાણવાની ઉત્સુકતા સૌ કોઈને હોય છે. જ્યોતિષ શાસ્ત્રના આધારે કરિયર અને આર્થિક બાબતો તેમજ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ તમારો આજનો દિવસ કેવો પસાર થશે તે અહીં વિગતવાર આપવામાં આવ્યું છે.

મેષ રાશિ આજનો દિવસ મેષ રાશિના લોકો માટે થોડી ચિંતા લઈને આવી શકે છે. તમારા વિરોધીઓ સક્રિય રહેશે અને તમારા ચાલુ કામમાં અડચણ ઉભી કરી શકે છે તેથી તમારે એલર્ટ રહેવાની જરૂર છે. સ્વાસ્થ્ય સાચવવા માટે તમારે બહારના ખાણીપીણી પર રોક લગાવવી પડશે. પ્રોપર્ટીને લગતા કોઈ પણ વિવાદથી આજે દૂર રહેવું હિતાવહ છે. તમારા મનની વાત આજે કોઈની સાથે શેર કરવી નહીં. બિઝનેસમાં થોડા ઉતાર ચઢાવ જોવા મળી શકે છે. વાણી પર સંયમ રાખવો જરૂરી છે. લકી નંબર 5 લકી કલર લાલ ઉપાય હનુમાન ચાલીસાનો પાઠ કરવો

વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ મધ્યમ ફળદાયી રહેશે. કોઈ નવા કામની શરૂઆત કરવા માટે તમારે લાંબી મુસાફરી કરવી પડી શકે છે. મિત્રો તરફથી તમને સારો સપોર્ટ મળશે. પરિવારમાં ચાલતા મતભેદોનો અંત આવશે. આજે તમારી મુલાકાત કોઈ ખાસ અને પ્રતિષ્ઠિત વ્યક્તિ સાથે થઈ શકે છે. આર્થિક મોરચે સ્થિતિ સામાન્ય રહેશે. લકી નંબર 9 લકી કલર સફેદ ઉપાય માતા લક્ષ્મીને કમળનું ફૂલ અર્પણ કરવું

મિથુન રાશિ આજે તમારા ઘરે મહેમાનોનું આગમન થવાથી વાતાવરણ આનંદમય રહેશે. કોઈ ધાર્મિક કે માંગલિક પ્રસંગમાં જવાનો અવસર મળશે. લાંબી યાત્રા કરવાના યોગ બની રહ્યા છે. લાઈફ પાર્ટનર સાથેના સંબંધોમાં સુધારો થશે અને ગેરસમજ દૂર થશે. સ્વાસ્થ્ય પહેલા કરતા સારું રહેશે. આજે તમે કોઈ મોટું ઇન્વેસ્ટમેન્ટ કરવાનું પ્લાનિંગ કરી શકો છો. લકી નંબર 3 લકી કલર લીલો ઉપાય ગાયને લીલું ઘાસ ખવડાવવું

કર્ક રાશિ કર્ક રાશિ માટે આજનો દિવસ ઘણો સારો રહેશે પરંતુ સ્વાસ્થ્ય બાબતે થોડી સાવચેતી રાખવી પડશે. તમે તમારા કોઈ જૂના કામમાં ફેરફાર કરી શકો છો જેમાં તમને તમારા પાર્ટનરનો પૂરો સાથ મળશે. પરિવાર અને બાળકો સાથે બહાર ફરવા જવાનો પ્લાન બની શકે છે. કરેલું મોટું રોકાણ તમને ફાયદો કરાવશે. લકી નંબર 2 લકી કલર સફેદ ઉપાય ચોખાનું દાન કરવું

સિંહ રાશિ સિંહ રાશિના લોકો માટે દિવસ સામાન્ય રહેશે. આજે નવા લોકો સાથે કોન્ટેક્ટ થશે જે ભવિષ્યમાં તમારા માટે ફાયદાકારક સાબિત થશે. કોઈના પર આંધળો વિશ્વાસ કરતા પહેલા વિચારવું. તમારી તબિયત સારી રહેશે અને આર્થિક રીતે તમે વધુ મજબૂત થશો. લકી નંબર 1 લકી કલર સોનેરી ઉપાય સૂર્ય દેવને જળ ચડાવવું

કન્યા રાશિ આજનો દિવસ કન્યા રાશિના જાતકો માટે બહુ સાનુકૂળ નથી. નકામા ઝઘડાથી તમારે દૂર રહેવું જોઈએ. ઓફિસમાં ઉપરી અધિકારીઓ સાથે સંબંધો બગડે નહીં તેનું ખાસ ધ્યાન રાખવું. વેપાર ધંધો રાબેતા મુજબ ચાલશે. મોટું ઇન્વેસ્ટમેન્ટ કરતા પહેલા સો વાર વિચાર કરવો નહીંતર નુકસાન થઈ શકે છે. વાહન ચલાવતી વખતે ખાસ સાવધાની રાખવી. લકી નંબર 8 લકી કલર વાદળી ઉપાય મંદિરમાં સરસવના તેલનો દીવો કરવો

તુલા રાશિ તુલા રાશિ માટે દિવસ કષ્ટદાયક રહી શકે છે. જીવનસાથીની તબિયતને લઈને મનમાં ચિંતા રહેશે. તમને આર્થિક મદદની જરૂર પડી શકે છે. કોઈ વ્યક્તિ પર વધારે પડતો ભરોસો મૂકવો નહીં. આજે કોઈને પણ મોટી રકમ ઉધાર આપવી નહીં કારણ કે નુકસાન થવાની સંભાવના છે. લકી નંબર 6 લકી કલર ગુલાબી ઉપાય મા દુર્ગાને લાલ સિંદૂર અર્પણ કરવું

વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના લોકો માટે દિવસ સામાન્ય રહેશે. કાર્યક્ષેત્રમાં તમને મોટી આર્થિક સહાય મળી શકે છે. તમે વિચારેલું કોઈ કામ આજે પૂરું થશે. રોકાણમાં સારો પ્રોફિટ મળશે. તમે પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટ કરી શકો છો. બાળકોને લઈને સતાવતી ચિંતા દૂર થશે. તમારું કોઈ જૂનું સપનું આજે પૂરું થઈ શકે છે. લકી નંબર 7 લકી કલર કાળો ઉપાય શિવલિંગ પર જળ અને બિલીપત્ર ચડાવવું

ધનુ રાશિ ધનુ રાશિના જાતકોએ કામ અંગે લાંબી મુસાફરી કરવી પડશે જે સફળ રહેશે. કોઈ યોજના માટે તમને આર્થિક મદદ મળી રહેશે. પરિવારની સમસ્યાઓનો ઉકેલ આવશે. ઇન્વેસ્ટમેન્ટ કરવાથી લાભ થવાના યોગ બની રહ્યા છે. લકી નંબર 4 લકી કલર પીળો ઉપાય પીળી વસ્તુનું દાન કરવું

મકર રાશિ મકર રાશિ માટે આજનો દિવસ સારો રહેશે. નવા કામ શરૂ કરવા માટે સમય શ્રેષ્ઠ છે અને તેમાં તમને આર્થિક સહયોગ પણ મળશે. જૂના વિવાદોમાંથી તમને મુક્તિ મળશે. વેપારમાં પરિસ્થિતિ સારી રહેશે. લકી નંબર 8 લકી કલર ગ્રે ઉપાય શનિ દેવને તલના તેલનો દીવો કરવો

કુંભ રાશિ આજે કુંભ રાશિના જાતકો માટે કોઈ પરિચિત વ્યક્તિની તબિયત બગડતા માનસિક તણાવ રહી શકે છે. વિરોધીઓ તમારું કામ બગાડવાનો પ્રયાસ કરશે. આર્થિક સ્થિતિ થોડી નબળી રહી શકે છે. વગર કામના વિવાદોથી બચવું જોઈએ. તમારા મનની વાત કોઈને પણ કહેવી નહીં. લકી નંબર 11 લકી કલર વાદળી ઉપાય જરૂરિયાતમંદને ધાબળાનું દાન કરવું

મીન રાશિ મીન રાશિ માટે આજનો દિવસ શુભ છે. તમારા નવા મિત્રો બનશે. વેપારમાં સારો લાભ થશે. નોકરીમાં અધિકારીઓનો સહયોગ મળશે અને પ્રમોશન મળવાની શક્યતા છે. જીવનસાથી સાથેના મતભેદ દૂર થશે. સ્વાસ્થ્ય એકદમ સારું રહેશે. લકી નંબર 9 લકી કલર પીળો ઉપાય ભગવાન વિષ્ણુને તુલસી અર્પણ કરવી

Disclaimer ( અસ્વીકરણ ) : અહીં આપેલી માહિતી સામાન્ય માન્યતાઓ, જ્યોતિષ, કેલેન્ડર, ધાર્મિક ગ્રંથો વગેરે પર આધારિત છે. અહીં આપેલી માહિતી અને તથ્યોની ચોકસાઈ અથવા સંપૂર્ણતા માટે Offbeat Stories જવાબદાર નથી.
Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

ઘરમાં સાવરણી ગમે ત્યાં મૂકી દો છો?: આ એક ભૂલ તમને ધકેલી દેશે ગરીબીના ખાડામાં! જાણો વાસ્તુ અનુસાર સાચી દિશા

ઘરમાં સાવરણી ગમે ત્યાં મૂકી દો છો?

25 માર્ચથી બુધ બદલશે દિશા: આ 3 રાશિવાળાના જીવનમાં આવશે ધમાકેદાર ટ્વિસ્ટ! લાગશે ધન- પ્રતિષ્ઠા અને સફળતાનો જેકપોટ!

25 માર્ચથી બુધ બદલશે દિશા

25 માર્ચથી ચંદ્ર-ગુરુની અદ્ભુત યુતિ: આ 4 રાશિવાળાના ખાતામાં આવશે પૈસાનું પૂર! વરસશે અઢળક ધન-સમૃદ્ધિ અને સફળતાનો વરસાદ!

25 માર્ચથી ચંદ્ર-ગુરુની અદ્ભુત યુતિ

બુધ અને ચંદ્રના શુભ સંયોગથી ખાસ યોગની એન્ટ્રી!: આ ૩ રાશિવાળા બનશે સુપર લકી! આવશે ધન, નોકરી, અને પ્રમોશનનો ધમાકેદાર વરસાદ

બુધ અને ચંદ્રના શુભ સંયોગથી ખાસ યોગની એન્ટ્રી!

તમારી કારની નંબર પ્લેટમાં છુપાયેલું છે નસીબનું રહસ્ય!: અંકશાસ્ત્ર દ્વારા જાણો ગાડીનો નંબર અને તેની અસર

તમારી કારની નંબર પ્લેટમાં છુપાયેલું છે નસીબનું રહસ્ય!

હિન્દુ નવવર્ષ 2083ની કુંડળીમાં મોટા ફેરફારના સંકેત: ભારત માટે આગામી એક વર્ષ પડકારોથી ભરેલું રહેવાની શક્યતા

હિન્દુ નવવર્ષ 2083ની કુંડળીમાં મોટા ફેરફારના સંકેત

શનિ-મંગળની ભયંકર અગ્નિ યુતિ: આ 3 રાશિવાળા પર મંડરાશે સંકટના કાળા વાદળ! સ્વાસ્થ્ય, સંબંધો અને વ્યવસાય પર પડશે ગંભીર અસર! જાણો શું કરવું?

શનિ-મંગળની ભયંકર અગ્નિ યુતિ

શનિનું પોતાના જ નક્ષત્રમાં મહાપરિવર્તન!: 4 રાશિવાળા માટે ખૂલશે ખજાનાનો દ્વાર! મળશે છપ્પરફાડ ધન-સમૃદ્ધિ!

શનિનું પોતાના જ નક્ષત્રમાં મહાપરિવર્તન!

ચંદ્ર-ગુરુ યુતિ બનાવશે શકિતશાળી 'ગજકેસરી રાજયોગ': આ 4 રાશિવાળાના ખાતામાં પડશે ધડાધડ પૈસા! મળશે અણધાર્યું ધન, પ્રમોશન અને વિદેશી જેકપોટ!

ચંદ્ર-ગુરુ યુતિ બનાવશે શકિતશાળી 'ગજકેસરી રાજયોગ'

ગુરુની રાશિમાં મંગળની પાવરફુલ એન્ટ્રી!: આ ૩ રાશિવાળાને લાગશે કરોડોની લોટરી! મળશે નોકરી, મિલકત અને ધનની ડબલ ખુશી!

ગુરુની રાશિમાં મંગળની પાવરફુલ એન્ટ્રી!

રામાયણ વિશે પ્રચલિત આ 6 વાતો પાછળનું શું છે અસલી સત્ય?: પૌરાણિક કથાઓ અને વાસ્તવિકતા શું છે, જાણો

રામાયણ વિશે પ્રચલિત આ 6 વાતો પાછળનું શું છે અસલી સત્ય?

ઘરમાં વારંવાર બીમારી અને ઝઘડા?: ખરાબ નજરનું પરિણામ, આજે જ અજમાવો અજાણ્યા વાસ્તુ ઉપાયો ઘર બનશે સુખ-શાંતિનો કિલ્લો!

ઘરમાં વારંવાર બીમારી અને ઝઘડા?

મંગળના તેજસ્વી ઉદયથી જાગી ઊઠશે નસીબ!: આ 3 રાશિવાળા માટે ખૂલશે સોનાની ખાણ! મળશે અઢળક ધન, પ્રેમ અને પ્રગતિ

મંગળના તેજસ્વી ઉદયથી જાગી ઊઠશે નસીબ!

તોડફોડ વિના કરો ઘરનો વાસ્તુ દોષ ખતમ!: ફક્ત એક પિરામિડથી બદલાઈ જશે કિસ્મત! જાણો વિશેષ ફાયદા અને યોગ્ય દિશા

તોડફોડ વિના કરો ઘરનો વાસ્તુ દોષ ખતમ!

ચૈત્ર નવરાત્રીના પ્રથમ દિવસે જ ખુલશે ભાગ્ય!: દેવી દુર્ગાની કૃપાથી આ રાશિવાળા થશે માલામાલ! જાણો તમારી રાશિ પર કેવી અસર

ચૈત્ર નવરાત્રીના પ્રથમ દિવસે જ ખુલશે ભાગ્ય!

અભ્યાસથી લઈને કરિયર સુધી દરેક ક્ષેત્રમાં ચમકે છે મૂલાંક 3ની મહિલાઓ: જાણો તેમના પ્રભાવશાળી વ્યક્તિત્વ પાછળનું જ્યોતિષ કનેક્શન

અભ્યાસથી લઈને કરિયર સુધી દરેક ક્ષેત્રમાં ચમકે છે મૂલાંક 3ની મહિલાઓ

હથેળીની જીવન રેખા જણાવે છે વ્યક્તિનું આયુષ્ય અને સ્વાસ્થ્ય: જાણો સામુદ્રિક શાસ્ત્ર મુજબ લાઈફ લાઈનના શુભ અને અશુભ સંકેતોની વિગત

હથેળીની જીવન રેખા જણાવે છે વ્યક્તિનું આયુષ્ય અને સ્વાસ્થ્ય

ઘર કે હાઈરાઈઝ ફ્લેટમાં કઈ દિશામાં હોવી જોઈએ પાણીની ટાંકી?: જાણો શું કહે છે વાસ્તુ શાસ્ત્ર

ઘર કે હાઈરાઈઝ ફ્લેટમાં કઈ દિશામાં હોવી જોઈએ પાણીની ટાંકી?

19 માર્ચ 2026ના દિવસે રચાશે દુર્લભ મહાસંયોગ: એક જ દિવસે અનેક મોટા તહેવારો, ગ્રહોની વિશેષ ચાલથી આધ્યાત્મિક મહત્વ વધ્યું

19 માર્ચ 2026ના દિવસે રચાશે દુર્લભ મહાસંયોગ

હવે ભક્તો જાતે જ ચઢાવી શકશે ડાકોરના ઠાકોરને ધજા: બદલાઈ જશે રણછોડરાયજી મંદિરે ધજા ચડાવવાની વર્ષો જુની પદ્ધતિ

હવે ભક્તો જાતે જ ચઢાવી શકશે ડાકોરના ઠાકોરને ધજા