logo-img
Daily Horoscope Astrology Predictions 6 February 2026

રાશિફળ 6 ફેબ્રુઆરી 2026 : કોના માટે ખુલશે ભાગ્યના દ્વાર અને કોણે રહેવું પડશે સાવધાન? વાંચો આવતીકાલનું રાશિફળ

રાશિફળ 6 ફેબ્રુઆરી 2026
Published by: Offbeat Team
| Last Updated: Feb 06, 2026, 01:15 AM IST

જ્યોતિષશાસ્ત્ર અનુસાર 6 ફેબ્રુઆરી 2026નો દિવસ કેટલીક રાશિઓ માટે નવી તકો લઈને આવશે, જ્યારે કેટલાક જાતકોએ સાવચેતી રાખવી પડશે. Career, બિઝનેસ અને પારિવારિક જીવનમાં ગ્રહોની ચાલ કેવી અસર કરશે, તે જાણવા વાંચો તમારું રાશિફળ.

મેષ (Aries) આવતીકાલનો દિવસ તમારા માટે અનુકૂળ રહેવાનો છે. એક પછી એક સારા સમાચાર સાંભળવા મળશે અને નોકરીમાં તમારી ઉત્પાદકતા વધશે. બોસ તમને કોઈ મોટી જવાબદારી સોંપી શકે છે. Lucky Number: 9 | Color: લાલ ઉપાય: હનુમાન ચાલીસાના પાઠ કરો અને મંદિરમાં લાલ ફળ અર્પણ કરો.

વૃષભ (Taurus) આર્થિક દૃષ્ટિકોણથી દિવસ ઉત્તમ રહેશે. અન્ય કાર્યોમાં રુચિ વધશે અને જીવનસાથી સાથેની કટુતા દૂર થશે. બિઝનેસમાં અપેક્ષા કરતા વધુ ધનલાભ થવાની શક્યતા છે. Lucky Number: 2 | Color: સફેદ ઉપાય: નાની કન્યાઓને મિશ્રી અથવા મીઠાઈ ખવડાવો.

મિથુન (Gemini) થોડો ગૂંચવણભર્યો દિવસ રહી શકે છે. વધતા ખર્ચ પર નિયંત્રણ રાખવું જરૂરી છે. આર્થિક સ્થિતિ મજબૂત કરવાના પ્રયાસો ફળશે પરંતુ વાદ-વિવાદથી દૂર રહેવું હિતાવહ છે. Lucky Number: 5 | Color: લીલો ઉપાય: ગાયને લીલું ઘાસ ખવડાવો.

કર્ક (Cancer) જમીન-જાયદાદના કોર્ટના પ્રશ્નો હલ થઈ શકે છે. જો તમે નોકરી બદલવાનું વિચારી રહ્યા હોવ તો સમય સારો છે. કોઈ પણ નિર્ણય લેતી વખતે લાગણીઓમાં વહી જવાનું ટાળજો. Lucky Number: 7 | Color: સિલ્વર ઉપાય: શિવલિંગ પર દૂધ અને જળ અર્પણ કરો.

સિંહ (Leo) આત્મવિશ્વાસથી ભરપૂર દિવસ રહેશે. પરિવારમાં કોઈ માંગલિક કાર્યનું આયોજન થઈ શકે છે. નવું વાહન ખરીદવાની યોજના સફળ બનશે. Lucky Number: 1 | Color: કેસરી ઉપાય: ઉગતા સૂર્યને અર્ધ્ય આપો.

કન્યા (Virgo) નવા કાર્યોની શરૂઆત કરવા માટે દિવસ સારો છે. જીવનસાથી સાથે આનંદદાયક સમય વિતશે. વિદ્યાર્થીઓએ આળસ છોડીને અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. Lucky Number: 3 | Color: ડાર્ક ગ્રીન ઉપાય: ગણેશજીને દૂર્વા અર્પણ કરો.

તુલા (Libra) વાણી અને વર્તન પર સંયમ રાખવો જરૂરી છે. બીજાની વાતોમાં આવીને કોઈ નિર્ણય ન લેતા. ભાઈ-બહેનો સાથેના જૂના મતભેદો દૂર થઈ શકે છે. Lucky Number: 6 | Color: આછો વાદળી ઉપાય: લક્ષ્મીજીની આરતી કરો અને ઈત્તરનો પ્રયોગ કરો.

વૃશ્ચિક (Scorpio) બિઝનેસમાં નવા આઈડિયાઝ અમલમાં મૂકવા માટે શ્રેષ્ઠ દિવસ છે. મિત્રોનો પૂરો સહયોગ મળશે. પૈતૃક સંપત્તિ મળવાના યોગ છે જે આર્થિક સ્થિતિ મજબૂત કરશે. Lucky Number: 8 | Color: મરૂન ઉપાય: જરૂરિયાતમંદોને ગોળ અને ચણાનું દાન કરો.

ધનુ (Sagittarius) મિશ્ર ફળદાયી દિવસ રહેશે. ઉતાવળમાં કોઈ પણ ડીલ ફાઈનલ ન કરવી. સ્વાસ્થ્ય બાબતે બિલકુલ લાપરવાહી ન રાખવા સલાહ છે. Lucky Number: 4 | Color: પીળો ઉપાય: કપાળ પર હળદર અથવા કેસરનું તિલક લગાવો.

મકર (Capricorn) આવક વધવાથી આનંદ થશે પરંતુ તેની સામે ખર્ચ પણ વધશે. સંતાનની પ્રગતિ જોઈને મન પ્રસન્ન રહેશે. અટકેલા કાર્યો ફરી ગતિ પકડશે. Lucky Number: 2 | Color: આકાશી ઉપાય: શનિ ચાલીસાના પાઠ કરો અને સરસવના તેલનો દીવો પ્રગટાવો.

કુંભ (Aquarius) જીવનસાથી સાથેના તણાવ દૂર થશે. આવક અને ખર્ચ વચ્ચે સંતુલન જાળવવું જરૂરી છે. લાંબાગાળાની યોજનાઓ અમલમાં મુકવા માટે અનુકૂળ સમય છે. Lucky Number: 1 | Color: જાંબલી ઉપાય: પક્ષીઓને ચણ નાખો.

મીન (Pisces) સમસ્યાઓમાંથી છુટકારો મળશે. અટકેલા કામો પૂરા થશે અને લગ્નની અડચણો દૂર થશે. Career ને લગતા નિર્ણયો લેતી વખતે અનુભવી વ્યક્તિની સલાહ લેવી. Lucky Number: 9 | Color: આછો પીળો ઉપાય: વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરો.

Disclaimer ( અસ્વીકરણ ) : અહીં આપેલી માહિતી સામાન્ય માન્યતાઓ, જ્યોતિષ, કેલેન્ડર, ધાર્મિક ગ્રંથો વગેરે પર આધારિત છે. અહીં આપેલી માહિતી અને તથ્યોની ચોકસાઈ અથવા સંપૂર્ણતા માટે Offbeat Stories જવાબદાર નથી.
Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now