જ્યોતિષ શાસ્ત્ર અનુસાર 7 ફેબ્રુઆરી 2026નો દિવસ તમામ 12 રાશિઓ માટે મિશ્ર પરિણામો લઈને આવવાનો છે. ગ્રહોની બદલાતી ચાલ કેટલાક જાતકો માટે પ્રગતિના નવા દ્વાર ખોલશે, જ્યારે કેટલાક માટે સાવચેતી રાખવી અનિવાર્ય બનશે. કરિયર, આર્થિક સ્થિતિ અને સ્વાસ્થ્યની દ્રષ્ટિએ તમારું ભવિષ્ય શું કહે છે, તે અંગેનો વિગતવાર અહેવાલ અહીં રજૂ કરવામાં આવ્યો છે.
મેષ (Aries) આજનો દિવસ તમારા માટે ઉત્તમ સાબિત થશે. મનમાં રહેલી કોઈ મુંઝવણ તમે ખાસ મિત્ર સાથે શેર કરશો, જેનાથી મન હળવું થશે. પરિવાર સાથે મનોરંજનના પ્લાન બનશે. ભવિષ્યમાં નવી સ્કિલ શીખવી ફાયદાકારક રહેશે. જીવનસાથી તરફથી ભેટ મળવાની શક્યતા છે.
લકી નંબર: 9 | લકી કલર: લાલ
વૃષભ (Taurus) ઓફિસમાં કામનું ભારણ વધી શકે છે. નાણાકીય બાબતોમાં સહેજ પણ બેદરકારી ન રાખવી. મીડિયા અને ટ્રાવેલ બિઝનેસમાં મોટો વળાંક આવી શકે છે. નિષ્ણાતની સલાહ લેવી હિતાવહ રહેશે. ધાર્મિક કાર્યોમાં રુચિ વધશે.
લકી નંબર: 2 | લકી કલર: સફેદ
મિથુન (Gemini) મુશ્કેલીઓનો ઉકેલ સરળતાથી મળી જશે. સરકારી કામકાજમાં મોટા આર્થિક લાભની શક્યતા છે. સ્ત્રીઓ માટે દિવસ ખૂબ જ સાનુકૂળ છે. નજીકની વ્યક્તિ પાસેથી કિંમતી ભેટ મળી શકે છે. સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થશે.
લકી નંબર: 5 | લકી કલર: લીલો
કર્ક (Cancer) વિદ્યાર્થીઓ માટે સફળતાનો દિવસ છે. કાર્યસ્થળ પર સહકર્મીઓનો સંપૂર્ણ સહયોગ મળશે. પ્રેમ સંબંધોમાં મધુરતા આવશે. રાજકીય સંપર્કોનો ફાયદો મળશે અને અટકેલા કાર્યો ઝડપથી પૂરા થશે.
લકી નંબર: 7 | લકી કલર: સિલ્વર
સિંહ (Leo) જૂની સમસ્યાઓનો અંત આવતા મનમાં પ્રસન્નતા રહેશે. ઘરમાં ધાર્મિક પ્રસંગનું આયોજન થઈ શકે છે. સ્વાસ્થ્ય પર ધ્યાન આપવું અને ડાયટમાં સુધારો કરવો. રમતગમત સાથે જોડાયેલા વિદ્યાર્થીઓને નવી તકો મળશે. હકારાત્મક રહીને કામ કરવું.
લકી નંબર: 1 | લકી કલર: સોનેરી
કન્યા (Virgo) મહત્વના નિર્ણયો લેવા માટે આજનો દિવસ શ્રેષ્ઠ છે. બિઝનેસમાં નવા ઓફર્સ મળશે. સંતાન પક્ષ તરફથી સારા સમાચાર મળી શકે છે. ઘરમાં ખુશીનું આગમન થશે. આર્થિક સ્થિતિ મજબૂત બનશે. વધુ પડતું વિચારવાનું ટાળવું.
લકી નંબર: 6 | લકી કલર: હળવો લીલો
તુલા (Libra) દિવસની શરૂઆત સ્ફૂર્તિ સાથે થશે. મિત્રો સાથેના મનદુઃખ દૂર થશે. રાજકારણમાં સક્રિય લોકો માટે દિવસ અનુકૂળ છે. દેવામાંથી મુક્તિ મળતા માનસિક શાંતિ અનુભવાશે. સ્વાસ્થ્ય સુધરશે અને પ્રવાસના યોગ છે.
લકી નંબર: 8 | લકી કલર: ક્રીમ
વૃશ્ચિક (Scorpio) એકાગ્રતા સાથે કરેલા કાર્યોમાં ચોક્કસ સફળતા મળશે. લવમેટ માટે દિવસ રોમાંચક રહેશે. ઉચ્ચ અધિકારીઓની મદદથી ઓફિસનું કામ સરળ બનશે. રિયલ એસ્ટેટના ધંધાર્થીઓ નવો પ્રોજેક્ટ લોન્ચ કરી શકે છે.
લકી નંબર: 3 | લકી કલર: કેસરી
ધનુ (Sagittarius) નવું મકાન ખરીદવા માંગતા લોકો માટે દિવસ શુભ છે. ઘરેલું કામકાજમાં મન પરોવાશે. ઓફિસમાં નવી જવાબદારીઓ મળી શકે છે. સ્વાસ્થ્ય સંબંધી તકલીફો દૂર થશે. દાંપત્ય જીવન સુખમય રહેશે.
લકી નંબર: 4 | લકી કલર: પીળો
મકર (Capricorn) આજનો દિવસ ખુશીઓથી ભરેલો રહેશે. વેપારમાં સારો નફો થવાની સંભાવના છે. ભાઈ-બહેન સાથેના સંબંધો મજબૂત બનશે. પિતાની સલાહ વ્યાપારમાં પ્રગતિ કરાવશે. પરોપકારના કાર્યોથી આંતરિક સંતોષ મળશે.
લકી નંબર: 8 | લકી કલર: વાદળી
કુંભ (Aquarius) વ્યાપારના વિસ્તરણ માટે નવી યોજનાઓ ઘડાશે. આધ્યાત્મિક અને ધાર્મિક પ્રવૃત્તિઓમાં સમય પસાર થશે. મહેનતનું યોગ્ય ફળ મળતા માનસિક સુકૂન રહેશે. વિદ્યાર્થીઓ કોઈ ખાસ વિષય પર ગહન ચિંતન કરશે.
લકી નંબર: 6 | લકી કલર: આકાશી
મીન (Pisces) પરિવારનો પૂરો સાથ-સહકાર મળશે. બેંકિંગ ક્ષેત્રના લોકો સમયસર કામ પૂર્ણ કરી શકશે. સામાજિક કાર્યોમાં યોગદાન આપવાથી ઓળખ વધશે. રાજકીય વ્યક્તિઓ સાથેની મુલાકાત ફાયદાકારક રહેશે. ઘરમાં માંગલિક પ્રસંગોના આયોજન થઈ શકે છે.
લકી નંબર: 1 | લકી કલર: પીળો




















