20 જાન્યુઆરી 2026ના રોજ ગ્રહો નક્ષત્રોની સ્થિતિ કેટલીક રાશિઓ માટે સફળતાના દ્વાર ખોલશે, જ્યારે અમુક રાશિના જાતકોએ વ્યવહાર અને સ્વાસ્થ્ય બાબતે સાવચેતી રાખવી પડશે. કરિયર, વેપાર અને પારિવારિક જીવનની દૃષ્ટિએ કેવો રહેશે તમારો દિવસ, જાણો વિગતવાર રાશિફળ.
મેષ (અ, લ, ઈ)
નવું મકાન કે વાહન ખરીદવા માટે દિવસ ઉત્તમ છે. પરિવારમાં ચાલી રહેલા વિવાદોનો અંત આવશે અને કોઈ સભ્યના લગ્ન નક્કી થવાથી ખુશીનું વાતાવરણ રહેશે. સામાજિક કાર્યોમાં સક્રિય રહેશો. ભાગ્યશાળી અંક: 1, રંગ: લાલ
વૃષભ (બ, વ, ઉ)
સાહસ અને પરાક્રમમાં વધારો થશે. રોજગાર શોધી રહેલા લોકોને સફળતા મળશે. સ્વાસ્થ્યમાં સુધારો જણાશે, પરંતુ વાહન ચલાવતી વખતે સાવધાની રાખવી. કોર્ટના મામલામાં બેદરકારી ન રાખવી. ભાગ્યશાળી અંક: 6, રંગ: સફેદ
મિથુન (ક, છ, ઘ)
આર્થિક રીતે દિવસ લાભદાયી છે. શેરબજારમાં અગાઉ કરેલા રોકાણથી ફાયદો થશે. વેપારમાં પ્રગતિના માર્ગ ખુલશે. જોકે, નવા શત્રુઓથી સાવધ રહેવું જે તમને પરેશાન કરી શકે છે. ભાગ્યશાળી અંક: 5, રંગ: લીલો
કર્ક (ડ, હ):
સુખ સુવિધાઓમાં વધારો થશે. સંતાનના અભ્યાસને લગતી મુંઝવણો દૂર કરવા પ્રયાસ કરો. પારિવારિક વ્યવસાય માટે ભાઈઓ સાથે ચર્ચા કરવી હિતાવહ છે. જીવનસાથી સાથે પારદર્શક રહેવું. ભાગ્યશાળી અંક: 2, રંગ: સફેદ
સિંહ (મ, ટ)
પારિવારિક સંબંધો મજબૂત બનશે પરંતુ વધતા ખર્ચ ચિંતા કરાવી શકે છે. માથાનો દુખાવો કે આંખની સમસ્યા રહેવાની શક્યતા છે. બિનજરૂરી વિવાદોથી દૂર રહેવું અને બજેટ જાળવી રાખવું. ભાગ્યશાળી અંક: 1, રંગ: સોનેરી
કન્યા (પ, ઠ, ણ)
આવકના સ્ત્રોત વધશે અને જૂની શારીરિક તકલીફોમાંથી મુક્તિ મળશે. કામ માટે બહાર જવાનું આયોજન થઈ શકે છે. બહારનું ખાવાનું ટાળવું કારણ કે પેટની સમસ્યા થઈ શકે છે. ભાગ્યશાળી અંક: 5, રંગ: લીલો
તુલા (ર, ત)
વેપારીઓ માટે દિવસ પ્રોત્સાહક છે, ભાગીદારીમાં લાભ મળશે. કાયદાકીય મામલા તમારી તરફેણમાં આવી શકે છે. ઘરમાં કોઈ પ્રસંગનું આયોજન થશે, પરંતુ દેખાડો કરવા માટે બિનજરૂરી ખર્ચ ન કરવો. ભાગ્યશાળી અંક: 6, રંગ: ગુલાબી
વૃશ્ચિક (ન, ય)
ભાગ્યનો સાથ મળશે અને અટકેલા કાર્યો પૂર્ણ થશે. જીવનસાથી સાથે નવા કામની શરૂઆત કરી શકો છો. કામના અર્થે મુસાફરી કરવી પડશે. ઉચ્ચ અધિકારીઓ તમારી મહેનતથી પ્રસન્ન રહેશે. ભાગ્યશાળી અંક: 9, રંગ: લાલ
ધનુ (ધ, ફ, ઢ, ભે)
રોકાણ કરતી વખતે ખાસ વિચારવું, મન ભ્રમિત રહી શકે છે. પરિવારના કોઈ સભ્ય તરફથી નિરાશાજનક સમાચાર મળી શકે છે. ગુસ્સા પર કાબૂ રાખવો અને વાહન ચલાવતી વખતે સતર્ક રહેવું. ભાગ્યશાળી અંક: 3, રંગ: પીળો
મકર (ખ, જ)
નોકરીમાં બોસ સાથેના મતભેદો ઉકેલાશે. પ્રમોશન મળવાની શક્યતા છે જેના કારણે સ્થળાંતર થઈ શકે છે. માતા સાથે મનની વાત શેર કરો. પ્રેમ સંબંધોમાં મધુરતા આવશે. ભાગ્યશાળી અંક: 8, રંગ: વાદળી
કુંભ (ગ, સ, શ, ષ)
વાણી અને વર્તનમાં સંયમ રાખવો અનિવાર્ય છે. મિલકતને લઈને ભાઈ-બહેનો સાથે ચર્ચા થઈ શકે છે. કામના ભારણને કારણે માનસિક વ્યાકુળતા રહેશે. રાજનીતિમાં સમજી વિચારીને ડગલું ભરવું. ભાગ્યશાળી અંક: 4, રંગ: આકાશી
મીન (દ, ચ, ઝ, થ)
સંતાન પક્ષ તરફથી સારા સમાચાર મળશે. વિદ્યાર્થીઓને પરીક્ષામાં સફળતા મળશે. અધૂરી ઈચ્છાઓ પૂરી થશે, પરંતુ માતાના સ્વાસ્થ્યમાં નરમાશ આવવાથી દોડધામ રહી શકે છે. ભાગ્યશાળી અંક: 7, રંગ: પીળો





















