Home Religion Daily Horoscope 2 January 2026 Astrology Prediction

રાશિફળ 2 જાન્યુઆરી 2026 : મેષથી મીન રાશિના જાતકો માટે કેવો રહેશે આજનો દિવસ?

રાશિફળ 2 જાન્યુઆરી 2026
Published by: OBS Bureau
Last Updated: Jan 02, 2026, 03:59 AM IST

વર્ષ 2026ના બીજા દિવસે ગ્રહોની સ્થિતિ અનેક રાશિઓ માટે નવી આશાઓ લઈને આવી રહી છે. 2 જાન્યુઆરી 2026નો દિવસ કઈ રાશિના જાતકો માટે ધનલાભ કરાવશે અને કોણે સાવધ રહેવું પડશે, તે અંગેનું વિગતવાર રાશિફળ નીચે મુજબ છે.

મેષ રાશિ આજનો દિવસ પરોપકારના કાર્યો માટે શ્રેષ્ઠ રહેશે. તમે અન્યની ભલાઈનું વિચારશો, પરંતુ લોકો તેને તમારો સ્વાર્થ માની શકે છે. જૂની ભૂલ પરિવાર સામે આવતા મુશ્કેલી થઈ શકે છે. ખાનપાનમાં ફેરફારને કારણે પેટની સમસ્યા થવાની સંભાવના છે.

  • નસીબદાર અંક: 1

  • શુભ રંગ: લાલ

  • ઉપાય: હનુમાનજીને ગોળ અર્પણ કરો.

વૃષભ રાશિ કાર્યોને સમયસર પૂર્ણ કરવા પર ધ્યાન આપો. વાહન ચલાવતી વખતે સાવધાની રાખવી અનિવાર્ય છે. સંતાન પક્ષ તરફથી સારા સમાચાર મળી શકે છે. જૂની ઉઘરાણી તમારા માટે માથાનો દુખાવો બની શકે છે. સરકારી નોકરીની તૈયારી કરતા લોકોએ મહેનત ચાલુ રાખવી.

  • નસીબદાર અંક: 6

  • શુભ રંગ: સફેદ

  • ઉપાય: લક્ષ્મીજીને કમળનું ફૂલ ચઢાવો.

મિથુન રાશિ નોકરીમાં મનપસંદ લાભ મળવાથી મન પ્રસન્ન રહેશે. દુશ્મનો પણ મિત્ર બનવાનો પ્રયાસ કરશે, પરંતુ સાવધ રહેવું. પરિવારમાં માંગલિક પ્રસંગોનું આયોજન થઈ શકે છે. જીવનસાથી સાથે ખરીદી માટે બહાર જવાની યોજના બની શકે છે.

  • નસીબદાર અંક: 5

  • શુભ રંગ: લીલો

  • ઉપાય: તુલસીના છોડમાં જળ ચઢાવો.

કર્ક રાશિ સંતાનના સ્વાસ્થ્યમાં સુધારો થશે. ઉતાવળમાં નિર્ણય લેવાની આદત મુશ્કેલીમાં મૂકી શકે છે. કોઈપણ કાર્યમાં બેદરકારી ન દાખવવી. દેખાદેખીમાં પડવાને બદલે વાસ્તવિકતા પર ધ્યાન આપવું. નવા Business માટે ભાગીદારી કરી શકાય છે.

  • નસીબદાર અંક: 2

  • શુભ રંગ: સફેદ

  • ઉપાય: શિવલિંગ પર દૂધ અર્પણ કરો.

સિંહ રાશિ વિદ્યાર્થીઓએ અભ્યાસમાં વધુ મહેનતની જરૂર છે. બિનજરૂરી ગુસ્સો કરવાથી પરિવારના સભ્યો નારાજ થઈ શકે છે. નોકરીમાં ફેરફાર માટે અરજી કરવા માટે સારો સમય છે. તમારી જીવનશૈલીમાં સકારાત્મક સુધારો જોવા મળશે.

  • નસીબદાર અંક: 9

  • શુભ રંગ: સોનેરી

  • ઉપાય: સૂર્ય દેવને જળ અર્પણ કરો.

કન્યા રાશિ સુખ-સુવિધાઓમાં વધારો થશે. પરિવારમાં લગ્નની વાત નક્કી થવાથી ખુશીનું વાતાવરણ રહેશે. અજાણી વ્યક્તિની વાતોમાં આવીને કોઈ નિર્ણય ન લેવો. સાસરી પક્ષના લોકો સાથે મુલાકાત થવાની સંભાવના છે.

  • નસીબદાર અંક: 4

  • શુભ રંગ: વાદળી

  • ઉપાય: ગણેશજીને દૂર્વા ચઢાવો.

તુલા રાશિ વેપારના દૃષ્ટિકોણથી દિવસ ખૂબ જ અનુકૂળ છે અને આવકમાં વૃદ્ધિ થશે. રોજગારની નવી તકો પ્રાપ્ત થશે. પારિવારિક વિવાદોમાં બહારના વ્યક્તિની સલાહ લેવાનું ટાળવું. માતા-પિતા સાથેના સંબંધો મજબૂત બનશે.

  • નસીબદાર અંક: 6

  • શુભ રંગ: ગુલાબી

  • ઉપાય: માં લક્ષ્મીનું પૂજન કરો.

વૃશ્ચિક રાશિ આર્થિક બાબતો માટે દિવસ ઉત્તમ છે. Share Market સાથે જોડાયેલા લોકો મોટું રોકાણ કરી શકે છે. ઘરના રીનોવેશનનું આયોજન સફળ થશે. જૂના મિત્રોને મળવાથી આનંદ થશે. વાહનનો ઉપયોગ સંભાળીને કરવો.

  • નસીબદાર અંક: 8

  • શુભ રંગ: મરૂન

  • ઉપાય: હનુમાનજીને સિંદૂર અર્પણ કરો.

ધનુ રાશિ દિવસ ઉર્જાથી ભરપૂર રહેશે અને તમારા કાર્યોની પ્રશંસા થશે. બિઝનેસમાં મોટી Deal Final થઈ શકે છે. ખોવાયેલી પ્રિય વસ્તુ પાછી મળવાની શક્યતા છે. આર્થિક સ્થિતિ મજબૂત હોવા છતાં ખર્ચ પર અંકુશ રાખવો.

  • નસીબદાર અંક: 3

  • શુભ રંગ: પીળો

  • ઉપાય: ભગવાન વિષ્ણુની પૂજા કરો.

મકર રાશિ જૂની સમસ્યાઓ ફરી ઉભી થતા ચિંતા રહી શકે છે. આંખોના સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું. સંતાનના અભ્યાસ પર નજર રાખવી જરૂરી છે. ધાર્મિક કાર્યક્રમોમાં ભાગ લેશો. અજાણી વ્યક્તિ સાથે નાણાકીય લેવડદેવડ ન કરવી.

  • નસીબદાર અંક: 10

  • શુભ રંગ: વાદળી

  • ઉપાય: શનિદેવને સરસવનું તેલ ચઢાવો.

કુંભ રાશિ વેપારીઓ માટે દિવસ સામાન્ય રહેશે. પ્રેમ જીવનમાં ખુશીઓ આવશે. મુસાફરી દરમિયાન કોઈ મહત્વપૂર્ણ માહિતી મળી શકે છે. દૂર રહેતા સંબંધીઓ તરફથી સારા સમાચાર મળશે. આર્થિક સ્થિતિ સુધારવાના પ્રયાસો સફળ થશે.

  • નસીબદાર અંક: 11

  • શુભ રંગ: જાંબલી

  • ઉપાય: શિવ મંત્રનો જાપ કરો.

મીન રાશિ આર્થિક રીતે દિવસ મજબૂત રહેશે. કાર્યક્ષેત્રમાં તમારા વિચારોની પ્રશંસા થશે. સ્વાસ્થ્યમાં સુધારો જોવા મળશે. સરકારી યોજનાઓમાં રોકાણ કરવું લાભદાયી રહેશે. કોર્ટના કામકાજમાં સાવધાની રાખવી, વિરોધીઓ કાવતરું કરી શકે છે.

  • નસીબદાર અંક: 12

  • શુભ રંગ: આસમાની

  • ઉપાય: વિષ્ણુ ભગવાનને પીળા ફૂલ અર્પણ કરો.

Disclaimer ( અસ્વીકરણ ) : અહીં આપેલી માહિતી સામાન્ય માન્યતાઓ, જ્યોતિષ, કેલેન્ડર, ધાર્મિક ગ્રંથો વગેરે પર આધારિત છે. અહીં આપેલી માહિતી અને તથ્યોની ચોકસાઈ અથવા સંપૂર્ણતા માટે Offbeat Stories જવાબદાર નથી.
joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now