logo-img
Daily Horoscope 14 February 2026 Zodiac Prediction Lifestyle Astrology

રાશિફળ 14 ફેબ્રુઆરી 2026 : તમામ 12 રાશિઓ માટે કેવો રહેશે આજનો દિવસ? જાણો ભાગ્યશાળી અંક અને રંગ

રાશિફળ 14 ફેબ્રુઆરી 2026
Published by: Offbeat Team
| Last Updated: Feb 14, 2026, 01:15 AM IST

જ્યોતિષશાસ્ત્ર અનુસાર 14 February 2026નો દિવસ તમામ રાશિઓ માટે મહત્વપૂર્ણ સાબિત થવાનો છે. ગ્રહોની બદલાતી ચાલને કારણે કેટલીક રાશિઓને આર્થિક લાભ થશે, તો કેટલીક રાશિઓએ સ્વાસ્થ્ય બાબતે સાવધાની રાખવી પડશે. જાણો તમારી રાશિનું વિસ્તૃત રાશિફળ:

મેષ રાશિ

આજનો દિવસ ચિંતાજનક રહી શકે છે, ખાસ કરીને બાળકોના અભ્યાસને લઈને માનસિક તણાવ રહેશે. જીવનસાથીના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. બિઝનેસમાં ફેરફાર ફાયદાકારક રહેશે.

  • ભાગ્યશાળી અંક: 9 | શુભ રંગ: લાલ

  • ઉપાય: હનુમાન ચાલીસાના પાઠ કરો.

વૃષભ રાશિ

બુદ્ધિ અને વિવેકથી લીધેલા નિર્ણયો સફળ થશે. કાર્યક્ષેત્રમાં ઉપરી અધિકારીઓ તમારાથી પ્રસન્ન રહેશે. નવી મિલકત કે વાહનની ખરીદીના યોગ છે. જુના રોગ માથું ઊંચકી શકે છે.

  • ભાગ્યશાળી અંક: 6 | શુભ રંગ: ક્રીમ

  • ઉપાય: કન્યાઓને સફેદ મીઠાઈ ખવડાવો.

મિથુન રાશિ

ખોવાયેલી વસ્તુ પરત મળવાની શક્યતા છે. અન્યોની બાબતોમાં દખલગીરી ટાળવી. આવકમાં વધારો થવાથી ઉત્સાહ વધશે. સરકારી નોકરીની તૈયારી કરતા વિદ્યાર્થીઓએ વધુ મહેનત કરવી પડશે.

  • ભાગ્યશાળી અંક: 5 | શુભ રંગ: લીલો

  • ઉપાય: ગણેશજીની પૂજા અર્ચના કરો.

કર્ક રાશિ

જમીન-મકાનના કામોમાં સફળતા મળશે. વિદેશ વેપાર સાથે જોડાયેલા લોકોને સારા સમાચાર મળશે. વિદ્યાર્થીઓ માટે દિવસ ઉત્તમ છે. નવા ઘર માટે લોન લેવાની યોજના બની શકે છે.

  • ભાગ્યશાળી અંક: 2 | શુભ રંગ: સફેદ

  • ઉપાય: શિવલિંગ પર જળાભિષેક કરો.

સિંહ રાશિ

કાનૂની બાબતોમાં વિજય થશે. જીવનસાથીનો ભરપૂર સાથ-સહકાર મળશે. વિદ્યાર્થીઓએ અભ્યાસમાં એકાગ્રતા રાખવી પડશે. જીવનસાથીને નવી નોકરીની તક મળી શકે છે.

  • ભાગ્યશાળી અંક: 1 | શુભ રંગ: સોનેરી

  • ઉપાય: સૂર્યનારાયણને જળ અર્પણ કરો.

કન્યા રાશિ

નિર્ણય લેવાની ક્ષમતા મજબૂત બનશે. સરકારી યોજનાઓનો પૂરો લાભ મળશે. વેપારીઓ ધંધામાં નવું રોકાણ કરી શકે છે. માતા-પિતાની સેવા માટે સમય કાઢવો.

  • ભાગ્યશાળી અંક: 5 | શુભ રંગ: હળવો લીલો

  • ઉપાય: તુલસી ક્યારે દીવો પ્રગટાવો.

તુલા રાશિ

પરિવારમાં કોઈ સભ્યની નિવૃત્તિ પર પાર્ટીનું આયોજન થશે. વાણીમાં નમ્રતા રાખવી, જીવનસાથી સાથે મતભેદ ટાળવા. કાર્યક્ષેત્રમાં નવી જવાબદારી મળી શકે છે અને બદલીના યોગ છે.

  • ભાગ્યશાળી અંક: 7 | શુભ રંગ: ગુલાબી

  • ઉપાય: માતા લક્ષ્મીની આરાધના કરો.

વૃશ્ચિક રાશિ

સામાજિક ક્ષેત્રે પ્રભાવશાળી લોકો સાથે મુલાકાત થશે. કોઈના દબાણમાં આવીને નિર્ણય ન લેવો. પરિવારમાં માંગલિક પ્રસંગો આવી શકે છે. ભાઈ-બહેનો સાથેના સંબંધો મધુર રહેશે.

  • ભાગ્યશાળી અંક: 8 | શુભ રંગ: મરૂન

  • ઉપાય: હનુમાનજીને સિંદૂર અર્પણ કરો.

ધનુ રાશિ

બેરોજગારો માટે નોકરીની નવી તકો સર્જાશે. સરકારી યોજનાઓથી ફાયદો થશે. સંતાનોના શિક્ષણને લગતી સમસ્યાઓ દૂર થશે. કાર્યક્ષેત્રમાં પદ પ્રતિષ્ઠા વધવાની શક્યતા છે.

  • ભાગ્યશાળી અંક: 3 | શુભ રંગ: પીળો

  • ઉપાય: કેળાના વૃક્ષની પૂજા કરો.

મકર રાશિ

અટકેલી બિઝનેસ ડીલ ફાયનલ થશે. જીવનસાથી સાથે મળીને કરેલું રોકાણ ફળદાયી રહેશે. વિદ્યાર્થીઓ માટે દિવસ સારો છે. વાહન ચલાવતી વખતે સાવધાની રાખવી.

  • ભાગ્યશાળી અંક: 4 | શુભ રંગ: વાદળી

  • ઉપાય: શનિ ચાલીસાના પાઠ કરો.

કુંભ રાશિ

સામાજિક અને રાજકીય કાર્યક્રમોમાં વ્યસ્ત રહેશો. વ્યવસાયમાં ઉતાર-ચઢાવ છતાં સફળતા મળશે. જીવનસાથીની લાગણીઓનું સન્માન કરવું. સાસરી પક્ષ સાથે વાતચીતમાં સંયમ રાખવો.

  • ભાગ્યશાળી અંક: 8 | શુભ રંગ: આકાશી

  • ઉપાય: હનુમાન મંદિરમાં દીવો પ્રગટાવો.

મીન રાશિ

બજેટ બનાવીને ખર્ચ કરવો હિતાવહ છે. મોજ-શોખ પાછળ ખર્ચ વધી શકે છે. સંતાન માટે નવું વાહન ખરીદવાની યોજના બનશે. નવા કામની શરૂઆત માટે પરિવારની સલાહ લેવી.

  • ભાગ્યશાળી અંક: 3 | શુભ રંગ: પીળો

  • ઉપાય: ગાયને ગોળ અને ચણા ખવડાવો.

Disclaimer ( અસ્વીકરણ ) : અહીં આપેલી માહિતી સામાન્ય માન્યતાઓ, જ્યોતિષ, કેલેન્ડર, ધાર્મિક ગ્રંથો વગેરે પર આધારિત છે. અહીં આપેલી માહિતી અને તથ્યોની ચોકસાઈ અથવા સંપૂર્ણતા માટે Offbeat Stories જવાબદાર નથી.
Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now