Home Sports Cricket News Who Will Be Team India Wicket Keeper In This Match Dhruv Jurel Or Narayan Jagadeesan Know Both Players Stats Rishabh Pant Injury

INDvsENG: પાંચમી ટેસ્ટ મેચમાં કયા ખેલાડીને મળશે જગ્યા? : આ બે ખેલાડી રેસમાં! કોણ મારશે બાજી?

INDvsENG: પાંચમી ટેસ્ટ મેચમાં કયા ખેલાડીને મળશે જગ્યા?
Published by: OBS Bureau
Last Updated: Jul 29, 2025, 08:52 AM IST

ભારતીય વિકેટકીપર બેટ્સમેન અને ટીમના વાઇસ-કેપ્ટન ઋષભ પંત જમણા પગ ઈજાને કારણે Kennington Ovalની ટેસ્ટ મેચ માંથી બહાર થઈ ગયો છે. પંતની જગ્યાએ તમિલનાડુના વિકેટકીપર બેટ્સમેન નારાયણ જગદીશનને પાંચમી ટેસ્ટ મેચ માટે ભારતીય ટીમમાં શામેલ કરવામાં આવ્યાં છે. હવે જોવાનું એ છે કે, પાંચમી ટેસ્ટ મેચમાં કયા ખેલાડીને મળશે જગ્યા?

ધ્રુવ જૂરેલના રેકોર્ડ્સ

જૂરેલ ભારતીય ટીમ માટે 4 ટેસ્ટ મેચ રમી ચૂક્યો છે. આ દરમિયાન તેની સરેરાશ 40.40ની છે. આ સાથે તેના નામે એક અર્ધ શતક પણ છે. તેને ટેસ્ટમાં મેચમાં કુલ 202 રન બનાવ્યા છે. જૂરેલે તેનું ટેસ્ટ ડેબ્યૂ ગયા વર્ષે ફેબ્રુઆરી મહિનામાં ઇંગ્લેન્ડની સામે રાજકોટમાં કર્યું હતું. જ્યારે જૂરેલે તેની આખરી મેચ 2024ના નવેમ્બરમાં ઓસ્ટ્રેલિયાની સામે રમી હતી. જૂરેલે ઇંગ્લેન્ડની સામે લોર્ડસ અને માન્ચેસ્ટરમાં ઋષભ પંતની ગેરહાજરીમાં વિકેટકીપિંગની જવાબદારી સંભાળી હતી.

નારાયણ જગદીશનના રેકોર્ડ્સ

નારાયણ જગદીશનની તમિલનાડુના માટે ઘરેલુ ક્રિકેટ રમે છે. જગદીશનને પ્રથમ વખત ભારતીય ટીમમાં જગ્યા મળી છે. 29 વર્ષીય જગદીશને અત્યાર સુધીમાં 52 ફર્સ્ટ ક્લાસની મેચોમાં 47.50ની સરેરાશથી 3373 રનો બનાવ્યા છે. આ દરમિયાન જગદીશને 10 શતક અને 14 અર્ધશતક ફટકાર્યા છે. જગદીશને ફર્સ્ટ ક્લાસમાં 133 કેચ અને 14 સ્ટમ્પિંગ કર્યા છે.

Oval ટેસ્ટ મેચમાં કોણ કરશે વિકેટકીપિંગ??

ધ્રુવ જુરેલે ઇંગ્લેન્ડ લોયન્સ સામે બે ફર્સ્ટ ક્લાસ મેચો રમ્યો હતો. જેમાં તેેને પ્રથમ મેચમાં 94 અને 53* રન બનાવ્યા. અને બીજી મેચમાં 52 અને 28 રન બનાવ્યા હતા. પંત ઈજાગ્રસ્ત થતા અને ધ્રુવ જુરેલે લોડ્સ અને માન્ચેસ્ટરમાં સારી વિકેટકીપિંગ સારી કરી હતી, જેના કારણે તેને અગામી ઓવલ ટેસ્ટમાં સ્થાન મળવાની પ્રબળ સંભાવના દેખાઈ રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now