Home Sports Cricket News Indian Teams First Day At The Oval During The Fifth Test Complete Information On The End Of The Day And The Indian Teams Records At That Stadium

IND vs ENG: Fifth Test matchમાં પ્રથમ દિવસ IND માટે ઠીક ઠાક રહ્યો! : વરસાદે બગાડી રમતની મજા!, 64 ઓવરમાં માત્ર આટલા જ રન?

IND vs ENG: Fifth Test matchમાં  પ્રથમ દિવસ IND માટે ઠીક ઠાક રહ્યો!
Published by: OBS Bureau
Last Updated: Aug 01, 2025, 06:41 AM IST

ભારત-ઇંગ્લેન્ડની પાંચમી ટેસ્ટ

ભારત અને ઇંગ્લેન્ડની વચ્ચેની એન્ડરસન-તેંડુલકર ટ્રોફીની અંતિમ મેચ ચાલી રહી છે. આ શૃંખલાની છેલ્લી ટેસ્ટ મેચ લંડનના કેનિંગ્ટન ઓવલના મેદાનમાં ચાલી રહી છે. આ મેચનો પ્રથમ દિવસનો અંત થઈ ચૂક્યો છે. ભારતીય ટીમનો સ્કોર 204 રન માં 6 વિકેટ ગુમાવી ચૂક્યું છે. વરસાદના કારણે પ્રથમ દિવસે ફક્ત 64 ઓવરની રમત થઈ. કરુણ નાયરે 98 બૉલમાં 52 રન પર અને વોશિંગ્ટન સુંદરે 45 બૉલમાં 19 રન પર નોટઆઉટ છે. આ મેચ બંને ટીમો માટે મહત્વની છે જો ભારતીય ટીમ આ મેચ જીતે તો જ શૃંખલાની બરાબર કરી શકશે. જો આ મેચ ડ્રો થાય અથવા ઇંગ્લેન્ડ જીતે તો ભારતીય ટીમ આ શૃંખલા હારી જશે.

ભારતીય ટીમનો સ્કોર અને વિકેટનું પતન:

ભારતીય ટીમની કંગાળ શરૂઆત થઈ હતી, ચોથી જ ઓવરમાં યશસ્વી જયસ્વાલની વિકેટ પડી હતી. પછી 38 રનમાં ભારતીય ટીમને બીજો એક મોટો ઝટકો મળ્યો રાહુલના આઉટ થાય બાદ શુભમન ગિલ અને સાઈ સુદર્શને ભારતની ઇનિંગને લંચ બ્રેક સુધી કોઈ પણ વિકેટ ના આપી. લંચ પછી વરસાદ અને ભીની આઉટફિલ્ડને કારણે મેચ ગણી મોડી શરૂ થઈ. અને ત્યાર પછી ગિલ રન આઉટ થઈ ગયો. ગિલના રનઆઉટે ભારતીય ટીમનો સ્કોર 83 માં 3 વિકેટ હતો. ગિલના આઉટ થયાની થોડીક ક્ષણ પછી વરસાદ આવ્યો અને મેચને સ્ટોપ કરવી પડી. બીજું સેશન ફક્ત 6 ઓવરોનું થયું. ત્રીજા સેશનમાં ભારતીય ટીમે સાઈ સુદર્શનની વિકેટ ગુમાવે છે. એના પછી જાડેજા પણ ઓછા રને આઉટ થઈ જાય છે. અને ધ્રુવ જૂરેલ પણ કઈ વિશિષ્ટ કરી શક્તો નથી.

બેટ્સમેન

વિકેટ

સ્કોર

યશસ્વી જયસ્વાલ

LBW બોલર ગસ એટકિન્સન

2

કે. એલ. રાહુલ

બોલ્ડ ક્રિસ વોક્સ

14

સાઈ સુદર્શન

કેચ જેમી સ્મિથ બોલર જોશ ટંગ

38

શુભમન ગિલ

રન આઉટ (ગસ એટકિન્સન)

21

કરુણ નાયર

નોટ આઉટ

52

રવિન્દ્ર જાડેજા

કેચ જેમી સ્મિથ બોલર જોશ ટંગ

9

ધ્રુવ જુરેલ

કેચ હૈરી બ્રૂક બોલર ગસ એટકિન્સન

19

વોશિંગ્ટન સુંદર

નોટ આઉટ

19

IND vs ENG પ્લેઈંગ ઈલેવન:

ભારતીય ટીમ: યશસ્વી જયસ્વાલ, કે. એલ. રાહુલ, સાઈ સુદર્શન, શુભમન ગિલ, કરુણ નાયર, રવિન્દ્ર જાડેજા, ધ્રુવ જુરેલ, વોશિંગ્ટન સુંદર, આકાશદીપ, પ્રસિદ્ધ ક્રિષ્ના, મોહમ્મદ સિરાજ.

ઇંગ્લેન્ડ ટીમ: જેક ક્રોલી, બેન ડકેટ, ઓલી પોપ, જો રૂટ, હેરી બ્રુક, જેકબ બેથેલ, જેમી સ્મિથ, ક્રિસ વોક્સ, ગસ એટકિન્સન, જેમી ઓવરટન, જોશ ટંગ.

કેનિંગ્ટન ઓવલના મેદાનમાં ભારતનો ટેસ્ટ રેકોર્ડ્સ:

ભારતીય ટીમ આ મેદાનમાં કુલ 15 ટેસ્ટ મેચો રમી છે તેમાં ફક્ત 2 જીતીને, 7 ડ્રૉ અને 6 હાર મળી છે. આ મેદાનમાં ભારતીય ટીમનો સર્વોચ્ચ સ્કોર 664 રન છે, અને નિમ્ન સ્કોર 94 રન છે. આ મેદાનમાં સર્વોચ્ચ રન એક ઇનિંગ્સમાં સુનિલ ગાવસ્કરના છે અને સૌથી સારું બોલિંગ પ્રદર્શન બી.એસ. ચંદ્રશેખરના નામે છે.

આ મેદાન પર ભારતની યાદો:

1936-ભારત આ મેદાન પર પ્રથમ વખત ટેસ્ટ મેચ રમાઈ હતી, પણ 9 વિકેટથી હાર મળી.

1971-35 વર્ષ બાદ અજીત વાડેકરની કેપ્ટનસીમાં પ્રથમ જીત મળી હતી.

2021-વિરાટ કોહલીની કેપ્ટનસીમાં 157 રનની યાદગાર જીત મળી હતી.

2023-વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપના ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાથી હાર મળી હતી.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now