Home Health-lifestyle Covid Cicada Variant Ba3 2 Spread Symptoms Mutations Vaccine Impact

કોરોના બાદ હવે ‘Cicada’ વેરિઅન્ટનો ફેલાવો શરૂ : 20 દેશોમાં લાશોના ઢગલા કરી શકે છે નવો વેરિઅન્ટ; જાણો શું છે લક્ષણો

New COVID Variant 2026 Cicada - BA.3.2
Published by: Nirali Gohil
Last Updated: Mar 30, 2026, 07:27 AM IST

New COVID Variant 2026 Cicada - BA.3.2: વિશ્વભરમાં કોરોના વાયરસના કેસોમાં ફરી એકવાર ઉછાળો જોવા મળી રહ્યો છે, જેનું કારણ કોરોનાનો નવો વેરિઅન્ટ 'સિકાડા' (Cicada - BA.3.2) હોવાનું સામે આવ્યું છે. આરોગ્ય અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ વેરિઅન્ટ છેલ્લા કેટલાક સમયથી છૂપી રીતે ફેલાઈ રહ્યો હતો, પરંતુ હવે અમેરિકા સહિત વિશ્વના ૨૦થી વધુ દેશોમાં તેના કેસોમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) એ પણ આ વેરિઅન્ટની ગંભીરતાને ધ્યાનમાં લઈને તેને 'વેરિઅન્ટ્સ અન્ડર મોનિટરિંગ' (VUM) ની યાદીમાં સામેલ કર્યો છે.

નિષ્ણાતોના મતે, આ નવો વેરિઅન્ટ અગાઉના તમામ સ્ટ્રેન કરતા તદ્દન અલગ છે કારણ કે તેમાં લગભગ 70 થી 75 જેટલા મ્યુટેશન (પરિવર્તન) જોવા મળ્યા છે. આટલી મોટી સંખ્યામાં મ્યુટેશન હોવાને કારણે તે રસીકરણ અથવા અગાઉના સંક્રમણથી મળેલી રોગપ્રતિકારક શક્તિને મ્હાત આપી શકે તેવી શક્યતા છે. યુએસ સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC) ના રિપોર્ટ મુજબ, માર્ચ મહિનાથી આ વેરિઅન્ટના કેસોમાં સતત વૃદ્ધિ જોવા મળી રહી છે, જે આગામી ઉનાળા દરમિયાન નવી લહેર લાવવાની આશંકા જન્માવે છે.

કેમ પડ્યું 'સિકાડા'(Cicada - BA.3.2) નામ?

આ વેરિઅન્ટનું વૈજ્ઞાનિક નામ BA.3.2 છે, પરંતુ તેને 'સિકાડા' નામ આપવામાં આવ્યું છે. સિકાડા એક એવું જીવડું છે જે લાંબો સમય જમીનની અંદર છુપાયેલું રહે છે અને અચાનક બહાર આવે છે. આ વેરિઅન્ટ પણ લાંબા સમય સુધી 'અન્ડરગ્રાઉન્ડ' રહીને હવે અચાનક બહાર આવ્યો હોવાથી તેનું નામ આ જીવજંતુ પરથી રાખવામાં આવ્યું છે. સૌથી પહેલો કેસ નવેમ્બર 2024 માં દક્ષિણ આફ્રિકામાં નોંધાયો હતો, જ્યારે ભારતમાં પણ તેની અસરો પર નજર રાખવામાં આવી રહી છે.

વેક્સિન કેટલી અસરકારક રહેશે?

નેશનલ ફાઉન્ડેશન ફોર ઇન્ફેક્શિયસ ડિસીઝના નિષ્ણાતોનું કહેવું છે કે, આ વેરિઅન્ટમાં થયેલા અસંખ્ય ફેરફારોને કારણે હાલની વેક્સિન તેના પર કેટલી અસરકારક રહેશે તે કહેવું મુશ્કેલ છે. જોકે, રસીકરણ ગંભીર બીમારી અને મૃત્યુના જોખમને ઘટાડવામાં હજુ પણ મદદરૂપ સાબિત થઈ શકે છે. ઓછા રસીકરણ દર અને સાવચેતીના અભાવને કારણે આ નવો વેરિઅન્ટ વધુ ઝડપથી ફેલાઈ શકે છે.

સિકાડા વેરિઅન્ટના મુખ્ય લક્ષણો

આ વેરિઅન્ટના લક્ષણો અગાઉના કોરોના વેરિઅન્ટ જેવા જ છે, પરંતુ કેટલાક દર્દીઓમાં ગળામાં અસહ્ય દુખાવો જોવા મળ્યો છે. મુખ્ય લક્ષણો નીચે મુજબ છે:

  • ગળામાં સખત દુખાવો (જેને 'રેઝરબ્લેડ થ્રોટ' પણ કહેવાય છે)

  • નાક વહેવું અથવા બંધ થઈ જવું

  • સખત માથાનો દુખાવો અને થાક

  • છીંક આવવી અને ઉધરસ

  • સ્વાદ અને ગંધની ક્ષમતામાં ફેરફાર

દુનિયામાં સ્થિતિ અને વર્તમાન ટ્રેન્ડ

હાલમાં યુરોપના કેટલાક ભાગોમાં આ વેરિઅન્ટ ઝડપથી ફેલાઈ રહ્યો છે. વેસ્ટવોટર (ગંદા પાણી) ના નમૂનાઓમાં પણ આ વેરિઅન્ટની હાજરી સતત વધી રહી છે. જોકે, હાલમાં XFG વેરિઅન્ટ સૌથી પ્રભાવી છે, પરંતુ સિકાડા તેની જગ્યા લઈ શકે તેવી પૂરેપૂરી શક્યતા છે. આરોગ્ય વિભાગ લોકોને ભીડભાડવાળી જગ્યાએ માસ્ક પહેરવા અને લક્ષણો જણાય તો તુરંત ટેસ્ટ કરાવવા અપીલ કરી રહ્યું છે.

Disclaimer ( અસ્વીકરણ ) : આ લેખ ફક્ત સામાન્ય માહિતી પ્રદાન કરે છે. તે કોઈપણ રીતે તબીબી અભિપ્રાયનો વિકલ્પ નથી. વધુ માહિતી માટે હંમેશા નિષ્ણાત અથવા તમારા ડૉક્ટરની સલાહ લો. અહીં આપેલી માહિતી અને તથ્યોની ચોકસાઈ અથવા સંપૂર્ણતા માટે Offbeat Stories જવાબદાર નથી.
joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
નોકરી કરતા ટેક્સપેયર્સને મોટો ઝટકો
ઓછા બજેટમાં અદ્ભુત હિલ સ્ટેશન પ્રવાસ!
WiFi રાઉટર ક્યાં રાખવું જોઈએ?
હવે રોબોટ પહોંચાડશે દવા સીધી ટ્યુમર સુધી