Home Gujarat Cm Bhupendra Patel Visits State Emergency Control Room Amid Torrential Rains Across The State

વરસાદની સ્થિતિ પર CMનું રિયલ ટાઇમ મોનિટરિંગ : આખા રાજ્યમાં સાંબેલાધાર વરસાદની સ્થિતિ વચ્ચે CM ભૂપેન્દ્ર પટેલે સ્ટેટ ઇમરજન્સી કંટ્રોલરૂમની લીધી મુલાકાત

વરસાદની સ્થિતિ પર CMનું રિયલ ટાઇમ મોનિટરિંગ
Play Video
Published by: OBS Bureau
Last Updated: Jul 27, 2025, 07:30 AM IST

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યમાં વ્યાપક વરસાદની પરિસ્થિતિની જાત માહિતી  મેળવવા ઓચિંતા આજે સવારે સ્ટેટ ઇમરજન્સી કંટ્રોલરૂમની  મુલાકાતે પહોંચ્યા હતા. આજે આખા ગુજરાત પર ભારેથી અતિભારે વરસાદની આગાહી છે તેવામાં રાજ્યમાં નદીઓનાં જળસ્તર અને ડેમોની સ્થતિ પર તંત્ર ચાંપતી નજર રાખી રહ્યું છે.તેવામાં મુખ્યમંત્રી સ્ટેટ ઇમરજન્સી કંટ્રોલરૂમની મુલાકાત લઇ રાજ્યમાં વરસાદની સ્થિતિ પર રિયલ ટાઇમ મોનિટરિંગ કર્યું.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુરેન્દ્રનગર, પાટણ અરવલ્લી ,અમદાવાદ ,મહેસાણા ,બનાસકાંઠા સાબરકાંઠા અને ખેડાના જિલ્લા કલેકટરો સાથે ટેલીફોનિક વાતચીત કરીને તેમના જિલ્લામાં વરસાદને કારણે સર્જાયેલી સ્થિતિની માહિતી મેળવી હતી .

મુખ્યમંત્રીશ્રીએ તમામ જિલ્લા કલેકટરોને એલર્ટ મોડ પર રહીને વરસાદી સ્થિતિ પર સતત નજર રાખવા અને  સમગ્ર વહીવટી તંત્ર ને સતર્ક રહી સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર સાથે સંપર્કમાં રહી જિલ્લાની સ્થિતિથી  વાકેફ રાખવા સૂચના આપી હતી.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now