Home Entertainment Chand Mera Dil Trailer Review Ananya Panday Lakshya Release Date

'ચાંદ મેરા દિલ' ટ્રેલર : અનન્યા-લક્ષ્યની જોડી અને પ્રેમમાં ઈજ્જતની જંગ

'Chaand Mera Dil' Trailer
Published by: Vaishnavi Pathak
Last Updated: May 12, 2026, 07:52 AM IST

બોલિવૂડમાં ફરી એકવાર ગંભીર અને ભાવુક પ્રેમ કહાનીઓનો દોર પાછો ફરી રહ્યો હોય તેમ લાગે છે. ધર્મા પ્રોડક્શન્સના બેનર હેઠળ બનેલી ફિલ્મ 'ચાંદ મેરા દિલ' (Chand Mera Dil) નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે, જે હાલ સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચામાં છે. આ ફિલ્મમાં 'કિલ' ફેમ લક્ષ્ય અને અનન્યા પાંડેની ફ્રેશ જોડી જોવા મળી રહી છે.

બે દિલ, એક ભૂલ અને અધૂરી પ્રેમ કહાની!

આશરે 3 મિનિટનું આ ટ્રેલર દર્શાવે છે કે આ કોઈ 'પરફેક્ટ' લવસ્ટોરી નથી, પણ એક એવી કહાણી છે જેમાં પ્રેમની સાથે સાથે ભૂલો અને તેના ટ્રેજિક અંતનો અહેસાસ છે. ટ્રેલરમાં અનન્યા પાંડેનો એક ડાયલોગ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે: “ઈજ્જત પ્યાર સે બડી હોતી હૈ.” વિવેક સોનીના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મમાં લક્ષ્ય-અનન્યા વચ્ચેની કેમેસ્ટ્રી અને સંઘર્ષ બંને જોવા મળે છે.

સોશિયલ મીડિયા પર 'સૈયારા' અને 'કબીર સિંહ' સાથે સરખામણી

ટ્રેલર રિલીઝ થતા જ ચાહકો તેની સરખામણી સુપરહિટ રોમેન્ટિક ડ્રામા ફિલ્મો સાથે કરી રહ્યા છે. કેટલાક યૂઝર્સને આમાં 'સૈયારા' જેવો અહેસાસ દેખાયો છે, તો વળી કેટલાકને આમાં 'કબીર સિંહ' જેવો તીવ્ર ટ્વિસ્ટ દેખાઈ રહ્યો છે. ટ્રેલરમાં લક્ષ્યનો એક ડાયલોગ, "લેજન્ડરી લવ સ્ટોરીઝનો અંત જ તો ટ્રેજિક હોય છે," દર્શકોના દિલ જીતી રહ્યો છે.

અનન્યા-લક્ષ્યની એક્ટિંગના વખાણ

સોશિયલ મીડિયા પર અનન્યા પાંડેની એક્ટિંગમાં આવેલા સુધારાના ખૂબ વખાણ થઈ રહ્યા છે. બીજી તરફ, લક્ષ્યના અવાજ અને તેની ઈન્ટેન્સ લાગણીઓ વ્યક્ત કરવાની રીત પર પણ ફેન્સ ફિદા છે. સચિન-જીગરના સંગીતે આ ફિલ્મમાં ચાર ચાંદ લગાવી દીધા છે, જેના ગીતો સોશિયલ મીડિયા પર અત્યારથી જ હિટ થઈ રહ્યા છે.

સ્ટારકાસ્ટ અને રિલીઝ ડેટ

  • મુખ્ય ભૂમિકા: અનન્યા પાંડે (Chandni) અને લક્ષ્ય (Aarav).

  • અન્ય કલાકારો: આસ્થા સિંહ, મનીષ ચૌધરી, ઈરાવતી હર્ષે અને એલ્વિસ જોસ.

  • પ્રોડ્યુસર: કરણ જોહર, આદર પૂનાવાલા, અપૂર્વ મહેતા.

  • રિલીઝ તારીખ: 22 May 2026.

દર્શકો આ ભાવુક અને રોમાંચક પ્રેમ કહાનીને 22 May ના રોજ સિનેમાઘરોમાં નિહાળી શકશે.

જુઓ ટ્રેલર:-


joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now